IPL પહેલાં મુંબઇ ઇન્ડિયન્સને 17.5 કરોડનો ઝટકો, આ ખેલાડી નહીં કરી શકે બોલિંગ

PC: thequint.com

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ની શરૂઆત હવે માર્ચ મહિનાથી શરૂ થવાની છે, તે પહેલાં મુંબઇ ઇન્ડિયન્સને 17.50 કરોડનો ચૂનો લાગી ગયો છે. MIના એક બોલરને ઇજા થવાને કારણે બોલિંગ કરી શકે તેવી સ્થિતિમાં નથી.

IPLની સૌથી સફળ ટીમ મુંબઈ ઈન્ડિયન્સને આગામી સિઝન પહેલા મોટો ઝટકો લાગ્યો છે. IPL 2023ની હરાજીમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમે 17.5 કરોડ રૂપિયા ખર્ચીને ઓસ્ટ્રેલિયાના ખતરનાક ઓલરાઉન્ડરને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. પરંતુ આ ખેલાડી આ ટૂર્નામેન્ટની શરૂઆતમાં બોલિંગ કરતો જોવા મળશે નહીં. જો કે, આ ઓલરાઉન્ડર બેટ્સમેન તરીકે પ્લેઈંગ 11માં સામેલ થઈ શકે છે.

મુંબઈ ઈન્ડિયન્સે IPLની હરાજીમાં ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર કેમરૂન ગ્રીનને 17.5 કરોડમાં ખરીદ્યો હતો. આ ખેલાડી હાલમાં જ દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. આ ઈજાને કારણે તે 13 એપ્રિલ સુધી IPLમાં બોલિંગ કરી શકશે નહીં. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, જો તે ભારત વિરુદ્ધ ચાર ટેસ્ટ મેચોમાં ભાગ લેશે તો તે 13 એપ્રિલ સુધી બોલિંગ કરી શકશે નહીં. બંને ટીમો વચ્ચેની આ ટેસ્ટ સીરિઝ IPL 2023 પહેલા રમાશે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને IPLના COO હેમાંગ અમીને 10 ફ્રેન્ચાઇઝીઓને પત્ર લખ્યો છે, જેમાં તેમણે કહ્યું છે કે, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આજે સવારે જાણ કરી છે કે, કેમરૂન ગ્રીન IPLમાં સંપૂર્ણ રીતે ઉપલબ્ધ રહેશે. જો તે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચારેય ટેસ્ટ મેચોમાં રમશે, તો તે 9 માર્ચથી 13 માર્ચ, 2023 દરમિયાન યોજાનારી ચોથી ટેસ્ટના સમાપનથી ચાર અઠવાડિયા સુધી બોલિંગ કરી શકશે નહીં.

ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીની બીજી મેચ દરમિયાન કેમરૂન ગ્રીન ઈજાગ્રસ્ત થયો હતો. દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર એનરિક નોર્કિયાનો ઝડપી બોલ સીધો કેમેરોન ગ્રીનના ગ્લવ્સમાં ગયો હતો. આ પછી તેની આંગળીમાંથી લોહી પણ નીકળતું જોવા મળ્યું હતું. આ ઈજાને કારણે તેની આંગળીમાં ફ્રેક્ચર થયું હતું. એટલું જ નહીં, તેણે બિગ બેશ લીગ (BBL)માંથી પોતાનું નામ પણ પાછું ખેંચવું પડ્યું હતું.

કેમરૂન ગ્રીને  ટેસ્ટ ક્રિકેટમાં 23 વિકેટ લીધી છે. ડિસેમ્બર 2020માં તેની ટેસ્ટ કારકિર્દીની શરૂઆત કરનાર ગ્રીન ઓસ્ટ્રેલિયા માટે મેચ વિનર તરીકે ઉભરી આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp