આજનો દિવસ કેવી રીતે ભૂલાય, 12 વર્ષ પહેલા 2011મા...

PC: ICC

આજે (2 એપ્રિલ)નો દિવસ ભલું કોઈ ક્રિકેટ પ્રેમી કઈ રીતે ભૂલી શકે છે. આ જ એ દિવસ હતો, જ્યારે ભારતીય ટીમે 28 વર્ષ બાદ સૂકું સમાપ્ત કરીને ઇતિહાસ રચ્યો હતો. આ ઇતિહાસ 12 વર્ષ અગાઉ એટલે કે 2 એપ્રિલ 2011ના રોજ રચ્યો હતો. જ્યારે ભારતીય ટીમે મુંબઇમાં શ્રીલંકન ટીમને હરાવીને બીજી વખત વર્લ્ડ કપની ટ્રોફી પોતાના નામે કરી લીધી હતી. આ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરનો છેલ્લો વર્લ્ડ કપ પણ હતો, એવામાં તેમના માટે આ ટ્રોફી એક અણમોલ ગિફ્ટ પણ રહી.

ત્યારે સચિન તેંદુલકરને ખભા પર ઉઠાવીને વિરાટ કોહલીએ મેદાનનું ચક્કર લગાવ્યું હતું. ત્યારે વર્લ્ડ કપની જીતના હીરો કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની, યુવરાજ સિંહ અને ગૌતમ ગંભીર સહિત બાકી આખી ટીમ રહી હતી. આ અગાઉ ભારતીય ટીમે માત્ર એક વખત વર્ષ 1983માં આ ટ્રોફી જીતી હતી. ત્યારે કેપ્ટન કપિલ દેવ હતા. આ ક્રિકેટ ઇતિહાસનો ત્રીજો વર્લ્ડ કપ હતો. આ અગાઉ બંને વખત વેસ્ટ ઈન્ડીઝે ટ્રોફી જીતી હતી.

વર્ષ 1983 બાદ બીજી વખત ભારતીય ટીમે આ ટ્રોફી વર્ષ 2011માં જીતી હતી. હવે ભારતીય ટીમને ત્રીજી ટ્રોફીની શોધ છે, જે આ વર્ષે પૂરી થઈ શકે છે.

આ વર્ષના અંતમાં એટલે કે ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતની મેજબાનીમાં જ વન-ડે વર્લ્ડ કપ રમાવાનો છે. વર્ષ 2011માં પણ વર્લ્ડ કપ ભારતમાં થયો હતો. એવામાં આ વખત ફરી ભારત પાસે ત્રીજી ટ્રોફી જીતવાની પૂરી આશા છે. વર્ષ 2011ના વન-ડે વર્લ્ડ કપમાં કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સહિત ઓલરાઉન્ડર યુવરાજ સિંહ અને ઑપનર બેટ્સમેન ગૌતમ ગંભીરે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ફાઇનલ મેચમાં શ્રીલંકન ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા વિકેટ 6 ગુમાવીને 274 રન બનાવ્યા હતા. ત્યારે મહેલા જયવર્ધનેએ 103 રનની નોટઆઉટ સદીવાળી ઇનિંગ રમી હતી.

જવાબમાં ભારતીય ટીમે 4 વિકેટ ગુમાવીને 277 રન બનાવીને મેચ અને ટ્રોફી પોતાના નામે કરી લીધી હતી. ફાઇનલ મેચમાં ભારતીય ટીમ માટે ગૌતમ ગંભીરે સૌથી વધારે 97 રનની ઇનિંગ રમી હતી. તેઓ સદી ચૂક્યા હતા. આ મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીએ નોટઆઉટ 91 રન બનાવ્યા હતા. તેમને છેલ્લા બૉલ પર સિક્સ લગાવીને મેચ જીતાડી હતી. આ સિક્સ બોલર નુવાન કુલસેકરાના બૉલ પર લગાવ્યો હતો. ધોનીએ ગંભીર સાથે 109 રનની ભાગીદારી હતી હતી, જ્યારે અંતમાં યુવરાજ સિંહ સાથે મળીને નોટઆઉટ 54 રનની ભાગીદારી કરી હતી. યુવરાજ સિંહે નોટઆઉટ 21 રન બનાવ્યા હતા.

આ આખા વર્લ્ડ કપમાં યુવરાજ સિંહ, સચિન તેંદુલકર અને ઝહીર ખાનનો પણ જલવો હતો. 2011ના વર્લ્ડ કપમાં યુવરાજ સિંહને ‘પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ’નો એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેણે આખા ટૂર્નામેન્ટમાં બૉલ અને બેટથી ધમાલ મચાવી હતી. યુવરાજ સિંહે વર્લ્ડ કપમાં 362 રન બનાવ્યા હતા અને 15 મહત્ત્વની વિકેટ પણ લીધી હતી. જો કે, ભારતીય ટીમ માટે સચિન તેંદુલકરે સૌથી વધુ 482 રન બનાવ્યા હતા, જ્યારે ઝહીર ખાને સૌથી વધુ 21 વિકેટ લીધી હતી. ઓવરઓલ લિસ્ટમાં બીજા નંબર પર રહ્યા હતા.

વિરાટ કોહલીએ ઇન્ટરવ્યૂમાં વર્લ્ડ કપ 2011ને યાદ કરતા કહ્યું હતું કે, કેપ્ટન (ધીની)એ સચિન તેંદુલકરને લેપ ઓફ ઓનર આપવા માટે કહ્યું હતું. મને વર્લ્ડ કપ જીતવાની ખૂબ જ ખુશી હતી. દરેક ખેલાડી સચિન પાસે પહોંચી ગયા હતા, કેમ કે બધા જાણતા હતા કે આ તેમનો છેલ્લો વર્લ્ડ કપ છે. આ બધા લોકો દ્વારા સચિનને આપવામાં આવેલી ભેટ હતી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp