ગુજરાતની ટીમ કયા ખેલાડીથી ભરશે કેન વિલિયમ્સનનો ઘા? 3 ખેલાડી રેસમાં આગળ

PC: BCCI

ગુજરાત ટાઈટન્સ (GT)એ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ની શરૂઆત જીત સાથે કરી છે. જીત બાદ પણ ટીમની ચિંતા વધેલી છે. પહેલી જ મેચમાં અનુભવી બેટ્સમેન કેન વિલિયમ્સનના રૂપમાં મોટો ઝટકો લાગ્યો છે. કેન વિલિયમ્સને આ સીઝનમાં ગુજરાત ટાઈટન્સ તરફથી પોતાનું ડેબ્યૂ કર્યું હતું, પરંતુ તે પહેલી જ મેચમાં ઇજાનો શિકાર થઈ ગયો. ત્યારબાદ ટીમ તેના રિપ્લેસમેન્ટ તરીકે એક શાનદાર ખેલાડીની તપાસ કરી રહી છે. કેન વિલિયમ્સન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વિરુદ્ધ પહેલી મેચની 13મી ઓવર દરમિયાન એક બાઉન્ડ્રી બચાવવા માટેના ચક્કરમાં ઇજાગ્રસ્ત થઈ ગયો.

તેણે સિક્સ બચાવવા માટે છલાંગ લગાવી હતી, પરંતુ તે પોતાનું સંતુલન ગુમાવી બેઠો અને બાઉન્ડ્રીની અંદર પડી ગયો. ત્યારબાદ તે આ સીઝનથી બહાર થઈ ચૂક્યો છે. ગુજરાતને ટીમમાં તેનો ઘા ભરવા માટે અનુભવી બેટ્સમેનની જરૂરિયાત છે, જેના માટે 3 સ્ટાર ખેલાડી રેસમાં સૌથી આગળ દેખાઈ રહ્યા છે, 3 ખેલાડીઓમાંથી 2 ઓસ્ટ્રેલિયન બેટમેન ઉપસ્થિત છે. જેમાં ટ્રેવિસ હેડ અને સ્ટીવ સ્મિથ નામ સામેલ છે. આ લિસ્ટમાં શ્રીલંકન કેપ્ટન દાસુન શનકા પણ સામેલ છે.

તે ટીમ માટે બૉલ અને બેટ બંનેથી પોતાનું યોગદાન આપી શકે છે. તો સ્ટીવ સ્મિથની વાત કરીએ તો તે એક અનુભવી બેટ્સમેન છે, તે હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીમાં પણ મદદ કરી શકે છે. એ સિવાય ટ્રેવિસ હેડ પોતાની આક્રમક બેટિંગ માટે પણ જાણીતો છે. એવામાં ગુજરાતની ટીમ હેડ તરફ ફોકસ કરી શકે છે. ગુજરાત ટાઇટન્સ સીઝનની બીજી મેચ 4 એપ્રિલના રોજ દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ રમશે. તેણે પહેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને 5 વિકેટે હરાવી દીધી હતી.

IPL દરમિયાન કમેન્ટ્રી કરતા સ્ટીવ સ્મિથે કહ્યું કે, મને ખબર નથી કે હું ક્વાલિફાઈ કરી શકીશ કે નહીં, મેં પોતાને ઓક્શનમાં સામેલ પણ કર્યો નહોતો, એટલે મને નથી લાગતું કે તેની કોઈ સંભાવના છે એટલે કદાચ હું આગામી વર્ષે જ રમુ, આપણે જોઈ શકીશું કે ક્યાં જઈ શકીએ છીએ. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ બેગ બેશ લીગ (BBL)માં સ્ટીવ સ્મિથે ઓપનર બેટ્સમેન તરીકે પોતાના બેટથી ખૂબ ધૂમ મચાવી હતી. એવામાં તે ગુજરાત ટાઈટન્સના ટોપ ઓર્ડરમાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. હવે જોવાનું એ રહેશે કે કોણ કેન વિલિયમ્સનનું રિપ્લેસમેન્ટ બને છે.

IPL 2023 માટે ગુજરાત ટાઈટન્સની ટીમ:

હાર્દિક પંડ્યા (કેપ્ટન), રિદ્ધિમાન સાહા, અભિનવ મનોહર, રાહુલ તેવતિયા, બી. સાઇ સુદર્શન, દર્શન નાલકંડે, જયંત યાદવ, મોહમ્મદ શમી, પ્રદીપ સાંગવાન, આર. સાઇ કિશોર, શુભમન ગિલ, વિજય શંકર, યશ દયાલ, અલ્જારી જોસેફ, ડેવિડ મિલર, મેથ્યૂ વેડ, નૂર અહમદ, રાશિદ ખાન, શિવમ માવી, કેન વિલિયમ્સન (ઇજાગ્રસ્ત), કે.એસ. ભરત, ઓડિયન સ્મિથ, મોહિત શર્મા, ઉર્વિત પટેલ, જોશુઆ લિટિલ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp