ઓસ્ટ્રેલિયાએ આ રીતે ભારતીય ટીમને ફસાવી પોતાની જાળમાં, આ 3 બ્રહ્માસ્ત્ર આવ્યા કામ

PC: twitter.com/ICC

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC) 2023ની સીઝન 2 વર્ષ સુધી ચાલી. તેમાં શાનદાર પ્રદર્શન કરતા ઓસ્ટ્રેલિયન ટીમ પોઇન્ટ્સ ટેબલમાં ટોપ પર રહી હતી, જ્યારે ભારતીય ટીમ બીજા નંબર પર રહી. જેના કારણે બંને ટીમોને ફાઇનલ રમવાનો ચાંસ મળ્યો. આ ફાઇનલ મેચ 7 જૂનથી 11 જૂન સુધી ધ ઓવલ મેદાન પર રમાઈ હતી. તેમાં ઓસ્ટ્રેલિયન ટીમે ભારતીય ટીમને 209 રનોથી હરાવીને શાનદાર જીત હાંસલ કરી. આ પ્રકારે ઓસ્ટ્રેલિયન ટીમ ICCના બધા ટુર્નામેન્ટ જીતનારી પહેલી ટીમ બની ગઈ.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ જોઈને સ્પષ્ટ ખબર પડે છે કે, પેટ કમિન્સની કેપ્ટન્સીવાળી ઓસ્ટ્રેલિયન ટીમે આ ફાઇનલ મેચ માટે સખત મહેનત કરી છે. તેણે દરેક ભારતીય ખેલાડી વિરુદ્ધ અલગ જ રણનીતિ બનાવી, જે સફળ સાબિત થઈ. એવા ઘણા કારણ છે જેના કારણે ઓસ્ટ્રેલિયન ટીમ ચેમ્પિયન બની છે. આવો તો જાણીએ ઓસ્ટ્રેલિયન ટીમની જીતના 3 મોટા કારણ.

મોટા બેટ્સમેનો વિરુદ્ધ પ્લાનિંગથી કરી બોલિંગ:

પેટ કમિન્સની કેપ્ટન્સીમાં ઓસ્ટ્રેલિયન ટીમે આ ફાઇનલ મેચ માટે સખત મહેનત કરી અને પૂરી તૈયારી કરી હતી. તેણે ભારતીય ટીમના મોટા બેટ્સમેનો વિરુદ્ધ પૂરી પ્લાનિંગ કરી હતી. ત્યારે તો તે બંને ઇનિંગમાં રોહિત શર્મા, ચેતેશ્વર પૂજારા, શુભમન ગિલ અને વિરાટ કોહલીને પોતાની જાળમાં ફસાવી શકે. આ ચારેય ખેલાડી બંને ઇનિંગમાં એક પણ અડધી સદી ન બનાવી શક્યા.

બેટિંગમાં અનુશાસન:

ઓસ્ટ્રેલિયન ટીમે બોલિંગ સાથે સાથે બેટિંગમાં પણ પૂરું અનુશાસન દેખાડ્યું. તેણે પ્લાનિંગ હેઠળ શાનદાર બેટિંગ કરી. પહેલી ઇનિંગમાં 80 રનોની અંદર 3 વિકેટ પડી ગયા બાદ સ્ટીવ સ્મિથ અને ટ્રેવિસ હેડે 285 રનોની પાર્ટનરશિપ કરી. સ્મિથ અને હેડે સદી પણ બનાવી. પહેલી ઇનિંગમાં હેડે 163 અને સ્મિથે 121 રનોની ઇનિંગ રમી. ત્યારબાદ બીજી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયન ટીમે થોડું આક્રમક વલણ અપનાવ્યું.

ભારતીય ટીમ પર સતત દબાવ બનાવી રાખ્યો:

એમ કહેવું ખોટું નહીં હોય કે ઓસ્ટ્રેલિયન ટીમે ભલે ટોસ ન જીત્યો હોય, પરંતુ પહેલા બેટિંગ કરવા છતા ભારતીય ટીમ પર શરૂઆતથી જ દબાવ બનાવી રાખ્યો. ઓસ્ટ્રેલિયન ટીમે પહેલી ઇનિંગમાં 469 રનનો સ્કોર બનાવીને પોતાની અડધી જીત સુનિશ્ચિત કરી દીધી હતી. ત્યારબાદ ભારતીય ટીમને પહેલી ઇનિંગમાં 296 રનો પર સમેટીને બાકી કામ કરી દીધું હતું.

મેચ બાદ પેટ કમિન્સે પણ કહ્યું કે, તેના બધા ખેલાડી પ્લાનિંગના હિસાબે શાનદાર રમ્યા. તેણે કહ્યું કે, અમે ભલે ટોસ ગુમાવ્યો, પરંતુ સ્મિથ અને હેડે મોટી પાર્ટનરશિપ (285 રન) કરીને ટીમને કમ્ફોર્ટ ઝોનમાં લાવી દીધી હતી. ખાસ કરીને હેડે ભારતીય બોલરો પર શાનદાર દબાવ બનાવ્યો. અમે આખી મેચ શાનદાર કંટ્રોલ સાથે રમી. દરેક ખેલાડીએ પોતાની ભૂમિકા સારી રીતે નિભાવી. ટેસ્ટ ક્રિકેટ જોઈને જ હું મોટો થયો છું. આ મારું ફેવરિટ ફોર્મેટ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp