
વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટના ઈતિહાસમાં આવું પહેલા ક્યારેય જોવા નથી મળ્યું, જ્યારે કોઈ ટીમના ચાર બેટ્સમેનોના ખાતામાં પાંચ ડબલ સેન્ચુરી અને 79 સેન્ચુરી હોય. ભારત અને ન્યુઝીલેન્ડ વિરુદ્ધની ત્રણ મેચની સીરિઝની પહેલી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં 12 રનથી જીત ભારતીય ટીમે નોંધાવી છે. હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાના જે ટોપ ચાર બેટ્સમેન હતા, તેમના વન-ડે સ્ટેટસ સાંભળીને દરેક લોકો હેરાન રહી ગયા છે.
1⃣ Frame
— BCCI (@BCCI) January 19, 2023
3️⃣ ODI Double centurions
Expect a lot of fun, banter & insights when captain @ImRo45, @ishankishan51 & @ShubmanGill bond over the microphone 🎤 😀 - By @ameyatilak
Full interview 🎥 🔽 #TeamIndia | #INDvNZ https://t.co/rD2URvFIf9 pic.twitter.com/GHupnOMJax
વન-ડે ઈન્ટરનેશનલમાં માત્ર 10 વખત ડબલ સેન્ચુરી કરવામાં આવી છે, જેમાંથી પાંચ વખત આ કારનામા કરનારા બેટ્સમેન ટીમ ઈન્ડિયાના ટોપ 4માં હાજર હતા. રોહિત શર્માએ ત્રણ વખત, જ્યારે ઈશાન કિશન અને શુભમન ગિલે એક-એક વખત આવું કર્યું છે. જ્યારે નંબર 3 પર રમાનારા વિરાટ કોહલીના નામ પર 46 વન-ડે ઈન્ટરનેશનલ સેન્ચુરી નોંધાયેલી છે. રોહિત શર્મા 29 વન-ડે શતક મારી ચૂક્યો છે અને શુભમન ગિલ ત્રણ વખત વન-ડે શતક મારી ચૂક્યો છે.
આ ચારોના નામ પર મળીને કુલ 79 શતક છે, જ્યારે પાંચ ડબલ સેન્ચુરી છે. ન્યુઝીલેન્ડ વિરુદ્ધ શુભમન ગિલે 208 રન બનાવ્યા હતા. સૌથી ઓછી ઉંમરમાં વન-ડે ઈન્ટરનેશનલમાં જબલ સેન્ચુરીનો વર્લ્ડ રેકોર્ડ હવે ગિલના નામ પર નોંધાઈ ગયો છે. ગિલે માત્ર 23 વર્ષની ઉંમરમાં આ કારનામું કર્યું છે. ભારતે 50 ઓવરમાં 8 વિકેટ પર 349 રન બનાવ્યા હતા. જવાબમાં કીવી ટીમ 49.2 ઓવરમાં 337 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી.
ન્યુઝીલેન્ડ તરફથી માઈકલ બ્રેસવેલે 140 રનની ઈનિંગ રમી હતી. બ્રેસવેલે 78 બોલ પર આ ઈનિંગ રમી, જેમાં 12 ચોગ્ગા અને 10 સિક્સ સામેલ હતા. ન્યુઝીલેન્ડે 131 રન સુધી છ વિકેટ ગુમાવી દીધી હતી અને લાગી રહ્યું હતું કે ટીમ ઈન્ડિયા સરળતાથી આ મેચ જીતી જશે, પરંતુ તેના પછી બ્રેસવેલે મિશેલ સેન્ટનરની સાથે મળીને કીવી ટીમને મેચમાં વાપસી અપાવી હતી. સેન્ટનરે 57 રન બનાવ્યા. ભારત તરફથી સૌથી વધારે વિકેટ મોહમ્મદ સિરાઝે લીધી હતી. સિરાઝે 10 ઓવરમાં 46 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. માઈકલ બ્રેસવેલની ઈનિંગના સૌ કોઈએ ગઈકાલે ઘણા વખાણ કર્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp