10માંથી 8 વખત તે તમારા માટે મેચ પૂરી કરશે, અજય જાડેજાએ આ બોલરની પ્રશંસા કરી

PC: twitter.com

ભારતે T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીમાં શ્રીલંકાને 2-1થી હરાવીને વર્ષની શાનદાર શરૂઆત કરી હતી. હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપવાળી ટીમે ખૂબ જ સારી રમત બતાવી હતી. આ શ્રેણીમાં ભારત માટે ઘણું બધું હકારાત્મક રહ્યું હતું. યુવા ઝડપી બોલર શિવમ માવીએ ભારત માટે T-20 ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું. આ સાથે સાતમા નંબરે બેટિંગ કરતા અક્ષર પટેલનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. તે પ્લેયર ઓફ ધ સિરીઝ પણ રહ્યો હતો. અક્ષર પટેલે રવિન્દ્ર જાડેજાની ગેરહાજરી અનુભવવા દીધી ન હતી. અને સોના પર સૂર્યની જેમ ચમકતો સૂર્યકુમાર યાદવ, તેનું બેટ સાથેનું શાનદાર પ્રદર્શન તથા છેલ્લી મેચમાં સદી ફટકારી હતી.

શિવમ માવીએ પોતાની ડેબ્યુ મેચમાં જ ચાર વિકેટ લઈને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ જીત્યો હતો. શ્રેણીની આ પ્રથમ મેચમાં ભારતનો બે રને વિજય થયો હતો. અક્ષરે બોલ અને બેટ બંને વડે શાનદાર રમત બતાવી હતી. છેલ્લી મેચમાં સૂર્યકુમાર યાદવે માત્ર 51 બોલમાં 112 રનની ઇનિંગ રમીને ભારતને મોટા સ્કોર સુધી પહોંચાડ્યું હતું.

આ સિવાય અન્ય એક ખેલાડીએ પણ પ્રભાવિત કર્યા. તે જમ્મુ-કાશ્મીરથી આવનારો ફાસ્ટ બોલર ઉમરાન મલિક હતો. આ ફાસ્ટ બોલરે આખી સિરીઝમાં સૌથી વધુ વિકેટ લીધી છે. મલિકે 11 ઓવર નાખી અને સાત વિકેટ પોતાના નામે કરી.

તેણે આ શ્રેણીમાં ખૂબ જ ઝડપી બોલિંગ કરી હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તે ભારત તરફથી સૌથી ઝડપી બોલ ફેંકનારો બોલર બન્યો હતો.

મલિકના આવા પ્રદર્શનની સર્વત્ર પ્રશંસા થઈ હતી. ભૂતપૂર્વ ખેલાડીએ ઉમરાનની તુલના ભૂતપૂર્વ ભારતીય ઝડપી બોલર જવાગલ શ્રીનાથ સાથે કરી હતી. તેણે કહ્યું કે, તેણે લાંબા સમયથી આવો ઝડપી બોલર જોયો નથી.

ભારતના ભૂતપૂર્વ ખેલાડી અજય જાડેજાએ કહ્યું કે, 'તે જે રીતે બોલિંગ કરી રહ્યો છે, તે રીતે તે દોડી રહ્યો છે, મેં ભારતમાં લાંબા સમયથી આવો બોલર જોયો નથી. મને છેલ્લા બોલર જવાગલ શ્રીનાથ યાદ છે.

જાડેજાએ સૂત્રોની સાથે એક વાતચીતમાં કહ્યું, 'આ ખેલાડી કંઈક અલગ છે. તેથી તે જેવો છે તેવો જ તેનો ઉપયોગ કરો. જ્યારે નીચલા ક્રમના બેટ્સમેન આવે છે, ત્યારે તમે ઉમરાન મલિકને બોલિંગ આપો છો. 10 માંથી 8 વખત તે તમને ત્રણ વિકેટ મેળવશે અને મેચ પૂરી કરશે. આગામી 2023 વર્લ્ડ કપ માટે ભારતની ટીમમાં ઉમરાનને પસંદ કરવો એ ખોટો નિર્ણય નહીં હોય, આ વ્યક્તિ પાસે ઝડપ છે અને વિકેટ લેવાની હિંમત પણ છે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp