સ્ટેડિયમમાં મેચ જોવા આવ્યો પણ ત્યાં ઓનલાઇન મેચ જોવા લાગ્યો, જુઓ વીડિયો

PC: timesnowhindi.com

જ્યારે પણ ભારતમાં સૌથી વધુ પ્રિય રમતની વાત આવે છે, ત્યારે ક્રિકેટનું નામ સૌથી પહેલા આવે છે. સચિન તેંડુલકર, MS ધોની અને વિરાટ કોહલી જેવા ખેલાડીઓને લઈને ક્રિકેટ ચાહકોમાં એક અલગ જ જોશ અને ઉત્સાહ છે. ભારતમાં ક્રિકેટ એ માત્ર એક રમત નથી, પણ દેશના સ્વાભિમાન સાથે જોડાયેલી લાગણી પણ છે. જે ભારત અને પાકિસ્તાનની મેચ દરમિયાન જોવા મળતી હોય છે. 

જ્યારે પણ ભારતીય ખેલાડીઓ મેદાન પર રમવા માટે આવે છે, ત્યારે મેદાન દર્શકોની સંખ્યાથી ખીચોખીચ ભરાઈ જાય છે. ક્રિકેટ પ્રેમીઓ પણ પોતાના મનપસંદ ખેલાડીઓને જોવા માટે વધુ પૈસા ચૂકવીને પણ ટિકિટ ખરીદે છે અને સ્ટેડિયમમાં મેચ જોવા જાય છે. જો કે, સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને દરેકની આંખો પહોળી થઇ ગઈ છે. 

આ વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ IPL મેચ જોવા સ્ટેડિયમમાં તો જાય છે, પરંતુ તે આ મેચ સ્ટેડિયમ હાજર હોવા છતાં તે મેચ જોવાને બદલે તેણે મોબાઈલ ફોન પર મેચ જોવાનું નક્કી કર્યું. 

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક વ્યક્તિ દર્શકો માટે મુકેલી સીટ પર ખૂબ જ આરામથી સૂઈને  પોતાના ફોન પર લાઈવ મેચ જોઈ રહ્યો છે. જે મેચ જોવા માટે તે સ્ટેડિયમ પહોંચ્યો હોય છે. તે મેચ પોતાના ફોન પર જોઈ રહેલા વ્યક્તિનો આ વીડિયો ખૂબ જ આશ્ચર્યચકિત કરી દે તેવો છે. આ દ્રશ્ય જોવામાં જેટલું વિચિત્ર છે, તેટલું જ તમને હસવા માટે મજબુર કરી દેશે. આ વીડિયો ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચનો જણાવવામાં આવી રહ્યો છે. જોકે, khabarchhe.com આ વીડિયોના સ્થળ અને સમયની પુષ્ટિ કરતું નથી. 

ટ્વિટર પર વાયરલ થયેલા આ વીડિયો પર અત્યાર સુધી ઘણા યુઝર્સે પોતાનો પ્રતિભાવ આપ્યો છે. આવી સ્થિતિમાં, એક યુઝરે લખ્યું કે, અરે ભાઈ.. દૂરથી દેખાતું ન હતું, કે તેને તારા મોબાઈલમાં જોવા લાગ્યો. મસ્તી કરતી વખતે, અન્ય એક યુઝરે PM મોદીજીની એક મીમ શેર કરી, જેમાં લખ્યું હતું કે, અમારી પાસે ઘણા તેજસ્વી લોકો છે..., આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો વ્યૂઝ મળી ચૂક્યા છે અને તેને ઘણી વખત શેર પણ કરવામાં આવ્યો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp