ભારત અને પાકિસ્તાન વચ્ચે ટેસ્ટ મેચ હાલમાં શક્ય નથી, BCCIએ જાહેર કર્યું

BCCIના એક સૂત્રએ ખુલાસો કર્યો છે કે, બોર્ડે મેલબોર્નમાં યોજાનારી ભારત પાકિસ્તાન ક્રિકેટ મેચને અસ્વીકાર કર્યો છે. BCCIના એક સૂત્રએ જણાવ્યું કે, 'ભવિષ્યમાં કે કોઈ પણ દેશમાં ભારત અને પાકિસ્તાનની ટેસ્ટ સિરીઝ માટે આવી કોઈ યોજના નથી, જો કોઈને આવી ઈચ્છા હોય તો તેને તેના પૂરતી જ રાખે.'

અહીં તમને જણાવી દઈએ કે, ક્રિકેટ ઓસ્ટ્રેલિયા બોર્ડે ટેસ્ટ મેચનું આયોજન કરવામાં રસ દાખવ્યો છે. મેલબોર્ન ક્રિકેટ ક્લબ (MCC)ના ચીફ એક્ઝિક્યુટિવ સ્ટુઅર્ટ ફોક્સે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA) પાસેથી મેલબોર્નમાં ટેસ્ટનું આયોજન કરવા અંગે પૂછપરછ કર્યા બાદ આ રિપોર્ટ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA)ને મોકલવામાં આવ્યો હતો.

સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, MCCના ચીફ એક્ઝિક્યુટિવ સ્ટુઅર્ટ ફોક્સે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટના ચોથા દિવસે SEN રેડિયો પર વાત કરી હતી. તે દરમિયાન જણાવ્યું હતું કે ક્લબ તેમજ વિક્ટોરિયન સરકારે ભારત અને પાકિસ્તાન ટેસ્ટની યજમાની અંગે CA સાથે પૂછપરછ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, દરેક રીતે કટ્ટર હરીફ ભારત અને પાકિસ્તાન વચ્ચે ટેસ્ટ મેચ રમ્યાને ઘણો સમય થઈ ગયો છે. બંને દેશોએ 2007થી ટેસ્ટ ક્રિકેટ રમી નથી. મળતી માહિતી અનુસાર, ઑક્ટોબરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 વર્લ્ડ કપ 2022ની મેચની સફળતા બાદ, મેલબોર્ન ક્રિકેટ ક્લબ અને વિક્ટોરિયન સરકારે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA)ને ભારત અને પાકિસ્તાન વચ્ચે ટેસ્ટ મેચની શ્રેણીની યજમાની કરવા અંગે અનૌપચારિક પૂછપરછ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, 2023 અને 2027 વચ્ચે ફ્યુચર ટૂર પ્રોગ્રામ પર ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ દ્વિપક્ષીય ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું ન હતું. પાકિસ્તાન આવતા વર્ષે એશિયા કપની યજમાની કરવાનું છે અને ODI વર્લ્ડ કપ ભારતમાં યોજાશે. હાલમાં આ બંને ટૂર્નામેન્ટને લઈને બંને દેશના બોર્ડ વચ્ચે ઉગ્ર ચર્ચાઓ ચાલી રહી છે.

અહીં તમને જણાવી દઈએ કે, છેલ્લી વખત 2012-13માં ભારતની ધરતી પર બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય શ્રેણી રમાઈ હતી. ત્યારે પાકિસ્તાને ત્રણ વનડે અને બે ટી-20 મેચ માટે ભારતનો પ્રવાસ કર્યો. પાકિસ્તાનની ટીમે વનડે શ્રેણી 2-1થી જીતી હતી, જ્યારે T20 શ્રેણી 1-1થી સમાપ્ત થઈ હતી. બંને દેશો હાલમાં માત્ર ICC વર્લ્ડ કપ અને એશિયા કપમાં એકબીજા સાથે રમે છે.

એવું માનવામાં આવે છે કે, PCB આ સમયે ભારતની સાથે તટસ્થ સ્થળોએ રમવા માટે ઉત્સુક નથી, પરંતુ ECBની ઓફર માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી છે, જે બંને બોર્ડ વચ્ચેના વધતા સંબંધો દર્શાવે છે. એક દાયકા લાંબી ગેરહાજરી પછી, પાકિસ્તાને તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ટીમોને તેમના દેશમાં પ્રવાસ કરવા માટે મનાવી છે. જો પાકિસ્તાન અને ભારતના ક્રિકેટ બોર્ડ શ્રેણી રમવા માટે સંમત થાય તો પણ આ શ્રેણી બંને દેશોની સરકારોની સંમતિ વિના શક્ય બની શકે નહીં.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.