દાવ પર દાવ જીતતી મહિલા બની ચેસ ચેમ્પિયન, પહેરેલો બુરખો હટાવ્યો તો પુરુષ નીકળી

PC: mirror.co.uk

ચેસ મગજની કસરતનું ઉત્તમ ઉદાહરણ છે. આ રમતમાં ખૂબ જ માનસિક તણાવ રહેતો હોય છે, અને મગજની સારી એવી કસરત થઇ જાય છે. આવી જ એક મગજ કસવાની સ્પર્ધામાં ભાગ લેવા માટે એક પુરુષ સ્ત્રીના વેશમાં આવ્યો ત્યારે ત્યાં હંગામો મચી ગયો હતો. હા, એક વ્યક્તિ બુરખો પહેરીને મહિલાઓ માટે આયોજિત ચેસ સ્પર્ધામાં પહોંચ્યો હતો. આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે તેણે ત્યાં હાજર તમામ મહિલા ખેલાડીઓને હરાવી દીધી હતી. આ સ્પર્ધામાં અગાઉ ચેમ્પિયન બનેલી સ્ત્રી પણ સામેલ હતી.

ઘટના નૈરોબીની છે. અહીં એક પચીસ વર્ષનો પુરુષ સ્ત્રી જેવો પોશાક પહેરીને ચેસ સ્પર્ધામાં રમવા પહોંચ્યો હતો. તેણે મહિલા ચેસ ટુર્નામેન્ટનેટમાં એક પછી એક તમામ રાઉન્ડ જીતવાનું શરૂ કર્યું. અંતે તે વિજેતા પણ બન્યો હતો. પરંતુ જ્યારે તેણે ઈનામની રકમનો ચેક લેવા હાથ લંબાવ્યો ત્યારે જ તેનો ભાંડો ફૂટી ગયો, ત્યારે ત્યાં હાજર તમામને ખબર પડી કે કોઈ પુરુષ સ્ત્રીના વેશમાં ચેસ રમવા આવ્યો છે.

આ વ્યક્તિની ઓળખ સ્ટેનલી ઓમોન્ડી તરીકે થઈ હતી. તેણે કહ્યું કે, તેને પૈસાની સખત જરૂર હતી. આ કારણોસર, તેણે ચેસ સ્પર્ધામાં ભાગ લીધો. આ સ્પર્ધાની ઈનામી રકમ હજાર રૂપિયા હતી. તેની કોલેજની ફી ભરવા માટે તેને પૈસાની સખત જરૂર હતી. આ કારણથી તેણે ચેસ સ્પર્ધામાં બુરખો પહેરીને ભાગ લીધો હતો. તેણે તમામ મહિલા સ્પર્ધકોને હરાવી અને ઈનામની રકમ પણ જીતી. પરંતુ તે પૈસા લઈને નીકળે તે પહેલા જ તે ઝડપાઈ ગયો હતો.

સ્પર્ધાની ટીમના સભ્યોએ જણાવ્યું કે, તેઓ શરૂઆતથી જ આ સ્પર્ધક પર શંકા કરતા હતા. તેણે અગાઉની ચેમ્પિયન અને યુગાન્ડાની ટોચની ખેલાડીને પણ હરાવી દીધી હતી. આ સિવાય તેણે જે શૂઝ પહેર્યા હતા તે પણ મહિલાઓના નહોતા. તેણે કોઈની સાથે વાત પણ નહોતી કરી. તે એક પછી એક રાઉન્ડ જીતતો ગયો હતો. આવી સ્થિતિમાં, જ્યારે તે ઈનામની રકમ જીત્યા પછી ચેક લેવા માટે હાથ લંબાવ્યો હતો, ત્યારે ત્યાં હાજર દરેક વ્યક્તિ તેનો બુરખો હટાવવાની જીદ કરવા લાગ્યા હતા. અંતે તે લોકોની શંકા સાચી સાબિત થઈ અને તે માણસ હોવાનું બહાર આવ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp