
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની શરૂઆત અગાઉ ગુજરાત ટાઈટન્સ (GT)ને લઈને પૂર્વ ક્રિકેટર અને હાલના કમેન્ટેટર આકાશ ચોપરાએ મોટી પ્રતિક્રિયા આપી છે. તેમણે ગુજરાત ટાઈટન્સને લઈને ચોંકાવનારી ભવિષ્યવાણી કરી છે. આકાશ ચોપરાના જણાવ્યા મુજબ, ગુજરાત ટાઈટન્સની ટીમ આ વખત IPL ટ્રોફી નહીં જીતી શકે. IPL 2022માં પોતાની પહેલી જ સીઝનમાં ગુજરાત ટાઈટન્સે શાનદાર રમત દેખાડી હતી અને ટ્રોફી પર પોતાનો કબજો કર્યો હતો.
હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ગુજરાત ટાઈટન્સે લીગ સ્ટેજમાં ટોપ કર્યું હતું અને પછી ક્વાલિફાયર-1માં જીત હાંસલ કરીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. ત્યારબાદ રાજસ્થાન રોયલ્સ (RR)ને હરાવીને ટ્રોફી પર કબજો કર્યો હતો. જો કે, આકાશ ચોપરાનું માનવું છે કે, આ વખત ગુજરાતની ટીમ એ કારનામાંનું પુનરાવર્તન નહીં કરી શકે. જિયો સિનેમા પર વાતચીત કરવા દરમિયાન આકાશ ચોપરાએ જણાવ્યું કે, મને નથી લાગતું કે ટીમ ફરી IPLની ટ્રોફી જીતી શકશે કેમ કેમ એવું ખૂબ ઓછું જ થાય છે.
તેમણે આગળ કહ્યું કે, માત્ર 2 જ વખત એમ થયું છે. આ ટીમ સારી છે, પરંતુ શું મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના રેકોર્ડનું પુનરાવર્તન કરી શકે છે? હું તેને લઈને 100 ટકા નિશ્ચિત નથી. જો કે, આ ટીમ પાસે એટલી કુશળતા છે કે તે પ્લેઓફ સુધી જરૂર જઈ શકે છે, પરંતુ પ્લેઓફમાં પણ ટીમ ન જઈ શકી તો મને ખૂબ હેરાની થશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત ટાઈટન્સની પહેલી મેચ આ સીઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સાથે 31 માર્ચના રોજ છે. બંને ટીમો વચ્ચે એક શાનદાર મેચ હોય શકે છે. ખેર હવે જોવાનું એ રહેશે કે ગુજરાત ટાઈટન્સ શું ફરી એક વખત ગયા વર્ષની જેમ પ્રદર્શન કરવામાં સફળ થાય છે? જો થાય છે તો શું તે ટ્રોફી જીતી શકશે? એ તો આગમી સમય જ બતાવશે.
IPL 2023 માટે ગુજરાત ટાઈટન્સની ટીમ:
હાર્દિક પંડ્યા (કેપ્ટન), રિદ્ધિમાન સાહા, અભિનવ મનોહર, રાહુલ તેવતિયા, બી. સાઇ સુદર્શન, દર્શન નાલકંડે, જયંત યાદવ, મોહમ્મદ શમી, પ્રદીપ સાંગવાન, આર. સાઇ કિશોર, શુભમન ગિલ, વિજય શંકર, યશ દયાલ, અલ્જારી જોસેફ, ડેવિડ મિલર, મેથ્યૂ વેડ, નૂર અહમદ, રાશિદ ખાન, શિવમ માવી, કેન વિલિયમ્સન, કે.એસ. ભરત, ઓડિયન સ્મિથ, મોહિત શર્મા, ઉર્વિત પટેલ, જોશુઆ લિટિલ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp