આકાશ ચોપરાના મતે ચેતેશ્વર પૂજારાને આ કારણે ટેસ્ટમાંથી કરવામાં આવ્યો ડ્રોપ
વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝમાંથી અનુભવી બેટ્સમેન ચેતેશ્વર પૂજારાને ડ્રોપ કર્યા બાદ ખૂબ તીખી પ્રતિક્રિયાઓ આવી રહી છે. દરેક સિલેક્ટર્સ પર સવાલ ઉઠાવી રહ્યું છે કે આખરે ચેતેશ્વર પૂજારાને કેમ ટીમમાંથી ડ્રોપ કરવામાં આવ્યો. તો પૂર્વ ક્રિકેટર આકાશ ચોપરાનું માનવું છે કે, સિલેક્ટર્સે હવે ભવિષ્ય તરફ જોવાનું શરૂ કરી દીધું છે અને આ કારણે ચેતેશ્વર પૂજારાને ડ્રોપ કરીને યશસ્વી જયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડ જેવા ખેલાડીઓને ચાંસ આપવામાં આવ્યો છે.
વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ પર ટેસ્ટ મેચોની સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય ટીમમાં બે નવા ચહેરાઓને સામેલ કરવામાં આવ્યા છે અને એક સીનિયર ખેલાડીને બહારનો રસ્તો દેખાડી દેવામાં આવ્યો છે. અજિંક્ય રહાણેને ટીમમાં રાખવામાં આવ્યો છે અને ટેસ્ટ સીરિઝમાં તેને ઉપકેપ્ટન પણ બનાવવામાં આવ્યો છે. તો સૂર્યકુમાર યાદવને બહાર કરી દેવામાં આવ્યો છે. ભારતીય ટીમમાં કુલ 16 સભ્યોને સામેલ કરવામાં આવ્યા છે અને મોટી વાત એ છે કે ચેતેશ્વર પૂજારા અને ઉમેશ યાદવને બહાર કરી દેવામાં આવ્યા છે.
ટીમમાં અનકેપ્ડ ખેલાડી ઋતુરાજ ગાયકવાડ અને યશસ્વી જયસ્વાલને સામેલ કરવામાં આવ્યા છે. પોતાની યુટ્યુબ ચેનલ અપર વાતચીત કરવા દરમિયાન આકાશ ચોપરાએ ચેતેશ્વર પૂજારાને ટીમમાંથી ડ્રોપ કરવાને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ચેતેશ્વર પૂજારા ટીમમાં નથી. જો કે, એવું નથી જે હવે તે ક્યારેય વાપસી નહીં કરી શકે. કેમ કે રહાણેએ આ પ્રકારે વાપસી કરી હતી. ચેતેશ્વર પૂજારા પણ વચ્ચે ડ્રોપ થયો હતો, પરંતુ કાઉન્ટી ક્રિકેટમાં જોરદાર પ્રદર્શન કરીને વાપસી કરી.
તેમણે આગળ કહ્યું કે, ટેસ્ટ મેચોમાં તેનું (ચેતેશ્વર પૂજારાનું) પ્રદર્શન ખૂબ સારું રહ્યું છે, પરંતુ હવે આગામી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સાઇકલની શરૂઆત થઈ રહી છે અને તે જુવાન તો થવાનો નથી. કદાચ આ જ કારણ છે કે ભારતીય ટીમ હવે આગળ દિશામાં જવા માગે છે.
વેસ્ટ ઇન્ડીઝ સામે ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ટીમ:
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, અજિંક્ય રહાણે (ઉપકેપ્ટન), કેએસ ભરત (વિકેટકીપર), ઇશાન કિશન (વિકેટકીપર), આર. અશ્વિન, રવીન્દ્ર જાડેજા, શાર્દૂલ ઠાકુર, અક્ષર પટેલ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જયદેવ ઉનડકટ, નવદીપ સૈની.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp