પૂર્વ દિગ્ગજે કહ્યું- CSKએ બ્રાવોના રિપ્લેસમેન્ટ તરીકે બેન સ્ટોક્સને ન જોવો જોઇએ

PC: khabarchhe.com

ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK)એ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની મિની ઓક્શન દરમિયાન ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર ખેલાડી બેન સ્ટોક્સની પસંદગી કરી છે. ચેન્નાઇ સુપર કિંગ્સે બેન સ્ટોક્સ માટે મોંઘી બોલી લગાવીને તેને ખરીદ્યો છે.

જો કે આકાશ ચોપડાનું માનવું છે કે બેન સ્ટોક્સને ચેન્નાઇ સુપર કિંગ્સમાં ડ્વેન બ્રાવોના રિપ્લેસમેન્ટ તરીકે ન જોવો જોઇએ. બેન સ્ટોક્સને ચેન્નાઇ સુપર કિંગ્સે 16 કરોડ 25 લાખ રૂપિયાની ભારે ભરકમ રકમમાં ખરીદ્યો છે. બેન સ્ટોક્સ IPL ઇતિહાસમાં સૌથી મોંઘો વેંચાનારો સંયુક્ત રૂપે ત્રીજો ખેલાડી છે.

બેન સ્ટોક્સ ફરી એક વખત મહેન્દ્ર સિંહ ધોની સાથે રમતો નજરે પડશે. તેની ગણતરી વિશ્વના સૌથી શાનદાર ઓલરાઉન્ડરોમાં થાય છે. તો ડ્વેન બ્રાવોએ ઘણી સીઝન સુધી ચેન્નાઇ સુપર કિંગ્સ તરફથી રમ્યા બાદ સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી હતી.

જો કે, આકાશ ચોપડાનું માનવું છે કે, બેન સ્ટોક્સને ડ્વેન બ્રાવોના રિપ્લેસમેન્ટ તરીકે ન જોવો જોઇએ. બેન સ્ટોક્સ વિરુદ્ધ એક જ વસ્તુ જાય છે કે ચેન્નાઇની પીચ તેના માટે એટલી માફક નહીં હોય, પરંતુ એક ખૂબ જ જબરદસ્ત ખેલાડી છે.

તે નિશ્ચિત રૂપે ડ્વેન બ્રાવોનો રિપ્લેસમેન્ટ નથી. આ બાબતે વિચારો પણ નહીં. જેટલી બોલિંગ ડ્વેન બ્રાવો કરતો હતો, તેની અડધી બેન સ્ટોક્સ કરે છે. ડ્વેન બ્રાવો લિજેન્ડરી ખેલાડી છે અને તે T20 ક્રિકેટના મહાન ખેલાડીઓમાંથી એક હોય શકે છે.

જો કે બેન સ્ટૉક્સની બોલિંગ એવી નથી. તમને જણાવી દઇએ કે IPL 2023 માટે ચેન્નાઇ સુપર કિંગે કેટલાક ખેલાડીઓને પસંદ કર્યા છે. ડ્વેન બ્રાવોના ઓવરઓલ ક્રિકેટ કરિયરની વાત કરીએ તો તેને વેસ્ટ ઇન્ડીઝ માટે 40 ટેસ્ટ, 164 વન-ડે અને 91 T20 ઇન્ટરનેશનલ ક્રિકેટ રમી છે.

તેમાં ક્રમશઃ તેણે 2200, 2968 અને 1255 રન બનાવ્યા છે, જ્યારે તેણે ટેસ્ટમાં 86 વન-ડેમાં 199 અને T20માં 78 વિકેટ લીધી છે.  તેના નામે ટેસ્ટમાં 3 અને વન-ડેમાં 2 સદી પણ છે. તેણે IPLની 161 મેચોમાં 22.6ની એવરેજથી 1560 રન બનાવ્યા છે જ્યારે 183 વિકેટ તેના નામ પર નોંધાયેલી છે.

ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમ:

મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન), ડેવોન કોનવે, ઋતુરાજ ગાયકવાડ, અંબાતી રાયડુ, સુભ્રાંન્સુ સેનાપતિ, મોઇન અલી, શિવમ દુબે, રાજવર્ધન હેંગરગેકર, ડ્વેન પ્રિટોરિયસ, મિચેલ સેન્ટર, રવીન્દ્ર જાડેજા, તુષાર દેશપાંડે, મુકેશ ચૌધરી, મથિશા પથિરાના, સિમરજીત સિંહ, દીપક ચાહર, પ્રશાંત સોલંકી, મહિષ તિક્ષણા, અજિંક્ય રહાને, બેન ટોક્સ, શેખ રશિદ, નિશાંત સંધુ, કાઇલ જેમિસન, અજય મંડલ, ભગત વર્મા.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp