આકાશ ચોપરાએ જણાવ્યું WTC ફાઇનલમાં ભારતીય ટીમથી કંઇ મોટી ભૂલ થઇ

PC: hindustantimes.com

7 જૂનથી ઇંગ્લેન્ડના ધ ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC)ની ફાઇનલ મેચ રમાઈ હતી, જેમાં ભારતીય ટીમને નિરાશાજનક હારનો સામનો કરવો પડ્યો. આ ફાઇનલ મેચમાં ભારતીય ટીમના દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિનને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યો નહોતો. ભારતીય ટીમના પૂર્વ ટેસ્ટ ઑપનર અને હાલના ક્રિકેટ એક્સપર્ટ આકાશ ચોપરાએ જણાવ્યું કે, ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ 2023ની ફાઇનલમાં ભારતીય ટીમે કઈ સૌથી મોટી ભૂલ કરી.

આકાશ ચોપરાનું માનવું છે કે, સ્પિનર રવિચંદ્રન અશ્વિનને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ ન કરીને તેણે (ભારતે) મોટી ભૂલ કરી દીધી. ભારતીય ટીમ પહેલા બોલિંગ કરીને જોઈ રહી હતી અને આ કારણે તેણે રવિચંદ્રન અશ્વિનને ડ્રોપ કરી દીધો. રોહિત શર્મા એન્ડ કંપની 4 સિમર્સ અને એકમાત્ર સ્પિનર રવીન્દ્ર જાડેજા સાથે ઉતરી. લંડનના ધ ઓવલમાં લીલા રંગની પીચ અને થોડા ઘણા વાદળોને જોઈને ભારતીય ટીમે બોલિંગ પસંદ કરી. જો કે, કેપ્ટન રોહિત શર્માનો આ નિર્ણય એકદમ ખોટો પડ્યો.

ભારતીય બોલરોએ પહેલી ઇનિંગમાં 469 રન લૂંટાવ્યા. તો પહેલી ઇનિંગમાં ભારતીય ટીમ 300 રન પણ ન બનાવી શકી. અંતે આ ફાઇનલ મેચમાં ભારતીય ટીમને 209 રનોથી હારનો સામનો કરવો પડ્યો. આકાશ ચોપરાએ પોતાની યુટ્યુબ ચેનલ પર ટીમ સિલેક્શન અને ટોસને લઈને કહ્યું કે, જો તમે આ મેચનું વિશ્લેષણ કરો છો તો તમારે  કદાચ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવી જોઈતી હતી. જો તમે બેટિંગ કરતા તો રવિચંદ્રન અશ્વિનને પ્લેઇંગ ઇલેવનમાં રમાડી શકતા હતા.

3 ફાસ્ટ બોલર અને 2 સ્પિનર બંને જ બેટિંગ કરી શકે છે. તેમણે માન્યુ કે, રવિચંદ્રન અશ્વિનને શાર્દૂલ ઠાકુરની જગ્યાએ રમાડવો જોઈતો હતો. આકાશ ચોપરાએ કહ્યું કે, 2 સ્પિનરો બાદ તમે મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી અને ઉમેશ યાદવ/જયદેવ ઉનડકટ/શાર્દૂલ ઠાકુર સાથે જઈ શકતા હતા. મારી પોતાની ટીમમાં શાર્દૂલ ઠાકુર ત્રીજો ફાસ્ટ બોલર નહીં હોય. તે ચોથો ફાસ્ટ બોલર હોય શકે છે. હું વ્યક્તિગત રૂપે શાર્દૂલ ઠાકુરને ત્રીજા ફાસ્ટ બોલર તરીકે નથી માનતો. મને ખબર નથી કે એ સારું થયું કે ખરાબ, પરંતુ મને એમ જ લાગે છે.

શાર્દૂલ ઠાકુરે પહેલી ઇનિંગમાં 2 વિકેટ લીધી હતી અને બેટિંગમાં અજિંક્ય રહાણે સાથે એક સારી પાર્ટનરશિપ કરી હતી. તેણે 51 રનની ઇનિંગ પણ રમી હતી. જો કે, બીજી ઇનિંગમાં તેને વિકેટ ન મળી અને બેટથી પણ ખાતું ન ખોલી શક્યો. આકાશ ચોપરાએ કહ્યું કે, પહેલી ઇનિંગમાં બોલિંગ અત્યંત સાધારણ રહી હતી. ભારતીય બેટ્સમેનોએ રન બનાવવાના હતા, પરંતુ તેઓ એમ ન કરી શક્યા.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp