આકાશ ચોપરાની ભવિષ્યવાણી, આ 4 ટીમો રમશે વર્લ્ડ કપ 2023ની સેમીફાઇનલ

PC: Skyexch.net

પૂર્વ ભારતીય ટેસ્ટ ઓપનર આકાશ ચોપારાએ વર્લ્ડ કપ 2023ની ટોપ 4 ટીમ કોણ રહેશે, તેને લઇ ભવિષ્યવાણી કરી છે.આકાશ ચોપરા કહે છે કે, BCCI મારા વિચારમાં સારું કામ કરે છે. જે પણ ફોર્મેટમાં વર્લ્ડ કપ થવાનો હોય છે, તમને મેચની તૈયારી માટે સારો સમય મળે છે. તે દરમિયાન તમારે જે કરવું હોય તે કરી શકો છો. તમને લેફ્ટ-રાઇટ કોમ્બિનેશન, બેટિંગ ઓર્ડર ઉપર-નીચે કશું પણ કરી શકો છો. તમે બસ તમારી ટીમ તૈયાર કરી લો. પણ તૈયાર ત્યારે જ થઇ શકશે જ્યારે બધા એકસાથે રમશે અને સતત રમશે.

તે આગળ કહે છે, તમે જ્યારે સતત એકસાથે રમશો તો તમે પોતાને જુદી જુદી પરિસ્થિતિઓમાં જોશો. ક્યારેક તમે 25 પર 3 થઇ જશો તો ક્યારેક 210 પર એક વિકેટ. આ બધું થશે, જો તમે સાથે રમશો. જો બધા સાથે નહીં રમશે તો મુશ્કેલી થશે. ક્યારેક કોઇ રમે છે તો ક્યારેક કોઈ આરામ કરે છે. એવામાં વર્લ્ડ કપ આવી જશે અને તમે તૈયાર થઇ શકશો નહીં.

તેના અનુસાર આ વર્ષના વર્લ્ડ કપના સેમીફાઈનલમાં ભારત અને પાકિસ્તાન ઉપરાંત ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની ટીમ પહોંચશે. આકાશ ચોપરાએ ટીમ ઈન્ડિયાને વર્લ્ડ કપના પ્રબળ દાવેદાર ગણાવી અને કહ્યું કે, આપણી રેસ સેમીફાઈનલ નહી પણ ફાઈનલ સુધીની છે.

આકાશ ચોપરાએ ટીમ ઈન્ડિયાને વર્લ્ડ કપની દાવેદારી માટે પસંદ કરી અને સાથે એ પણ જણાવ્યું કે ટોપ 4 ટીમ કોણ રહેશે. આકાશ ચોપરા અનુસાર, ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપમાં સૌથી પ્રબળ દાવેદાર તરીકે ઉતરશે. ચાર એવી ટીમો છે, જે વર્લ્ડ કપ સેમીફાઈનલમાં પહોંચી શકે છે. જેમાં ભારત, પાકિસ્તાન, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટીમ છે. ભારતની રેસ તો સેમીફાઈનલ સુધીની છે જ નહીં, બલ્કે ફાઈનલમાં પહોંચીને પરચો લહેરાવાની છે. જય હિંદ અને જય ભારત કહેવાનું છે.

વર્લ્ડ કપમાં ભારતની પહેલી મેચ ઓસ્ટ્રેલિયા સામે થવાની છે. ત્યાર પછી પાકિસ્તાન સામે ભારતની મેચ પહેલા 15 ઓક્ટોબરના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થવાની હતી. પરંતુ નવરાત્રિનો પહેલો દિવસ હોવાને લીધે આ તારીખને બદલી દેવામાં આવી છે. ભારત અને પાકિસ્તાનની મેચ હવે એક દિવસ પહેલા એટલે કે 14 ઓક્ટોબરના રોજ થશે. જેને લઇ સૌ કોઈ ઉત્સાહિત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp