આકાશ ચોપરાએ જણાવ્યું-ધોની પોતાની છેલ્લી સીઝનમાં કેવું પ્રદર્શન કરશે?

PC: BCCI

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને લઈને IPL 2023ની શરૂઆત પહેલા મોટી પ્રતિક્રિયા આવી છે. મહેન્દ્ર સિંહ ધોનીની આ છેલ્લી IPL સીઝન હોય શકે છે. તેને લઈને પૂર્વ ક્રિકેટર આકાશ ચોપરાએ મોટી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, તમે નહીં ઈચ્છો કે મહેન્દ્ર સિંહ ધોની છેલ્લી સીઝનમાં બેટથી રન બનાવવા માટે ઝઝૂમતો નજરે પડે. IPL 2023ની પહેલી મેચ 31 માર્ચના રોજ ગત વિજેતા ગુજરાત ટાઈટન્સ અને 4 વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે.

ગત સીઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું, પરંતુ આ વખત ટીમ એક નવી ઉર્જા અને નવા ખેલાડીઓ સાથે મેદાન પર ઉતરશે. ફેન્સ એવી જ આશા રાખી રહ્યા છે કે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ મહેન્દ્ર સિંહ ધોનીને જીત સાથે વિદાઇ આપે. તો આકાશ ચોપરાએ જિયો સિનેમા પર વાતચીત કરવા દરમિયાન મહેન્દ્ર સિંહ ધોનીને લઈને કહ્યું કે, પહેલી વસ્તુ તો એ કે મહેન્દ્ર સિંહ ધોનીની આ છેલ્લી સીઝન હોય શકે છે. એટલે લોકો ખૂબ ઈમોશનલ છે કે મહેન્દ્ર સિંહ ધોની અને તેની ટીમ કેવું પ્રદર્શન કરશે.

શું આ છેલ્લી વખત છે જ્યારે આપણે મહેન્દ્ર સિંહ ધોનીને મેદાનમાં બેટ અને ગ્લવ્સ સાથે જોઈશું? આકાશ ચોપરાએ આગળ કહ્યું કે, દક્ષિણ આફ્રિકા T20 (SA20) દરમિયાન આર.પી. સિંહે એક સવાલ પૂછ્યો હતો કે શું મહેન્દ્ર સિંહ ધોની પોતાની જાતને પ્લેઇંગ ઇલેવનમાં એક ખેલાડી તરીકે સિલેક્ટ કરશે? તેણે ગયા વર્ષે સારી બેટિંગ કરી હતી, પરંતુ આ વર્ષે શું એવું જ રહેશે? શું તમે નથી ઇચ્છતા કે તમારો લેજન્ડરી ક્રિકેટર સંઘર્ષ કરે. આ એક સવાલ છે જો બધાના મનમાં છે, પરંતુ ધોની આ બધા સવાલોથી મોટો છે.

IPL 2023 માટે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ:

મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, અજિંક્ય રહાણે, રવીન્દ્ર જાડેજા, મોઈન અલી, શિવમ દુબે, અંબાતી રાયડુ, ડ્વેન પ્રિટોરિયસ, મહિષ તીક્ષ્ણા, પ્રશાંત સોલંકી, દીપક ચાહર, મુકેશ ચૌધરી, સિમરજીત સિંહ, તુષાર દેશપાંડે, રાજવર્ધન હેંગરગેકર, મિચેલ સેન્ટનર, મહિષ પથિરાના, સુભ્રાન્શું સેનાપતિ, બેન સ્ટોક્સ, કાઈલ જેમિસન, શેખ રાશિદ, અજય મંડલ, ભગત વર્મા, નિશાંત સંધુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp