આ દગો નહીં આપે, હું કહું છું રમાડી લો... આકાશ ચોપરાએ આ ખેલાડી માટે કરી અપીલ

ભારતીય ટીમના પૂર્વ ખેલાડી અને કોમેન્ટેટર આકાશ ચોપરાએ સરફરાઝ ખાનને નજરઅંદાજ કરવા પર સિલેક્ટર્સને ખાસ અપીલ કરી છે. સરફરાઝા ખાન ઘરેલુ ક્રિકેટમાં વિસ્ફોટક બેટિંગ કરતા રનોનો વરસાદ કર્યો છે. એ છતા પણ તેનું સિલેક્શન ભારતીય ટીમમાં કરવામાં આવી રહ્યું નથી, જેના પર આકાશ ચોપરાએ એક વીડિયો બનાવ્યો છે જે સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. ભારતીય ખેલાડી સરફરાઝ ખાન ઘરેલુ ક્રિકેટમાં મુંબઇ માટે રમે છે.
તેણે રણજી ટ્રોફીમાં શાનદાર બેટિંગ કરતા એક બાદ એક શાનદાર ઇનિંગ રમી છે. તેણે છેલ્લી સીઝનમાં શાનદાર બેટિંગ કરતા 2442 રન બનાવ્યા હતા. દરેક તેને ટીમમાં રમતો જોવા માગે છે, પરંતુ સિલેક્ટર્સ 25 વર્ષીય આ યુવા ખેલાડીને ચાન્સ આપી રહ્યા નથી. જેના પર આકાશ ચોપરાએ પોતાના અંદાજમાં કમેન્ટ્રી કરતા ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો બનાવ્યો છે. જેમાં તેમણે સિલેક્ટર્સને સરફરાઝ ખાન માટે અપીલ કરતા કહ્યું કે, ‘ખબર છે કે છેલ્લા 3 વર્ષમાં કેટલી એવરેજ રહી છે.
155.7, 123 અને 107ની રહી છે. હું કહી રહ્યો છું લખી લો પક્કું.’ તો વીડિયોના અંતમાં આમીર ખાનની ફિલ્મ PK ફિલ્મનો ડાયલોગ લગાવ્યો છે, જેમાં અમીર ખાન કહી રહ્યો છે સરફરાઝ દગો નહીં આપે. સરફરાઝ ખાને ઘરેલુ ક્રિકેટમાં પોતાની બેટિંગથી બધાને દીવાના કર્યા છે. તે છેલ્લા 3 વર્ષથી રણજી ટ્રોફીમાં રન બનાવ્યા છે. સરફરાઝ ખાને વર્ષ 2019-20માં 6 મેચમાં લગભગ 155ની શાનદાર એવરેજથી બેટિંગ કરતા 928 રન બનાવ્યા. આ દરમિયાન તેના બેટથી 3 સદી અને 2 અડધી સદી જોવા મળી.
જ્યારે વર્ષ 2021-22માં 982 રન બનાવ્યા. સરફરાઝ ખાને બેટથી કેર વર્તાવતા બેટથી 4 સદી અને 2 અડધી સદી બનાવી છે. એવામાં માનવામાં આવી રહ્યું છે તેના આ પ્રદર્શનના દમ પર તેણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાનારી 4 મેચોની સીરિઝમાં તેનું નામ સ્ક્વોડમાં સામેલ કરી શકાય છે, પરંતુ તેમ ન થયું, ત્યારબાદ ફેન્સથી લઇને પૂર્વ ખેલાડી આ વાત પર સવાલ ઉઠાવી રહ્યા છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની 4 મેચોની ટેસ્ટ સીરિઝમાં સરફરાઝનું સિલેક્શન ન થવાને લઇને પૂર્વ ભારતીય ખેલાડી સુનિલ ગાવસ્કર પણ નિરાશ નજરે પડ્યા.
સુનિલ ગાવસ્કરે કહ્યું કે, જો તમે માત્ર દુબળા-પાતળા લોકોની શોધ કરી રહ્યા તો એક ફેશન શૉમાં જઇ શકો છો અને ત્યાં કેટલીક મોડલ્સના હાથોમાં બેટ અને બૉલ આપીને શીખવી શકો છો. ક્રિકેટ આ પ્રકારે ચાલતી નથી. તમારી પાસે બધા શેપ અને સાઇઝના ક્રિકેટર છે. તેમની શારીરિક બનાવટ પર ન જાઓ. રન જુઓ, રેકોર્ડ્સ જુઓ. જ્યારે તે સદી બનાવે છે તો તે મેદાન બહાર રહેતો નથી. જો કોઇ ફિટ છે તો જ એવું પ્રદર્શન કરી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp