આકાશ ચોપરાના મતે T20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમની કેપ્ટન્સી આ ખેલાડી કરશે
ભારતીય ટીમના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર આકાશ ચોપરાએ T20માં ભારતીય ટીમની કેપ્ટન્સીને લઈને ચોંકાવનારી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, T20 ફોર્મેટમાં જ્યારે સિલેક્ટર્સ સીનિયર ખેલાડીઓ સાથે આગળ વધી ચૂક્યા છે અને એમ લાગે છે કે હાર્દિક પંડ્યા T20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમની કેપ્ટન્સી કરશે. હાર્દિક પંડ્યાને વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ 5 મેચોની T20 સીરિઝ માટે ભારતીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તો સૂર્યકુમાર યાદવને ઉપકેપ્ટન બનાવવામાં આવ્યો છે.
આ સીરિઝ માટે નિયમિત કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને મોહમ્મદ શમી જેવા સીનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. આકાશ ચોપરાના જણાવ્યા મુજબ, હાર્દિક પંડ્યા આગળ પણ T20 ફોર્મેટમાં કેપ્ટન્સી કરતો નજરે પડી શકે છે. પોતાની યુટ્યુબ ચેનલ પર વાતચીત કરતા આકાશ ચોપરાએ કહ્યું કે, ‘હાર્દિક પંડ્યાને T20 વર્લ્ડ કપ બાદ કેપ્ટન્સી સોંપવામાં આવી હતી અને એમ લાગે છે કે હવે તે જ કેપ્ટન રહેવાનો છે. આગામી સમયમાં હાર્દિક પંડ્યા જ T20માં ભારતીય ટીમનો કેપ્ટન હશે અને તેનો અર્થ એ થયો કે તે આગામી T20 વર્લ્ડ કપમાં પણ ટીમની આગેવાની કરશે.
નિયમિત કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીને T20 ટીમમાં જગ્યા ન મળવાને લઈને આકાશ ચોપરાએ કહ્યું કે, ‘મને લાગે છે કે ટીમ પહેલા જ અલગ દિશામાં આગળ વધી ચૂકી હતી અને અત્યારે પણ એવું જ છે. કોઈ બદલાવ થયો નથી. કોઈ પણ સીનિયર ખેલાડીને સિલેક્ટ કરવામાં આવ્યો નથી. કે.એલ. રાહુલ ઉપલબ્ધ નથી, પરંતુ વર્લ્ડ કપ બાદ જ રોહિત શર્મા અને વિરાટ કોહલીને રમાડવામાં આવ્યા નથી. ઉલ્લેખનીય છે કે હાર્દિક પંડ્યાની આગેવાનીમાં વેસ્ટ ઇન્ડીઝ સામેની સીરિઝ માટે ભારતીય ટીમમાં ઘણા ખેલાડીઓનું સિલેક્શન કરવામાં આવ્યું છે. ઘણા ખેલાડી એવા છે જેમને પહેલી વખત ભારતીય ટીમમાં જગ્યા મળી છે.
વેસ્ટ ઇન્ડીઝ સામેની T20 સીરિઝ માટે ભારતીય ટીમ:
ઇશાન કિશન (વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (ઉપકેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (કેપ્ટન), અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, આવેશ ખાન, મુકેશ કુમાર.
વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ પર ભારતીય ટીમનું શેડ્યૂલ:
પહેલી ટેસ્ટ મેચ: 12-16 જુલાઇ, ડોમિનિકા.
બીજી ટેસ્ટ મેચ: 20-24 જુલાઇ, પોર્ટ ઓફ સ્પેન.
પહેલી વન-ડે 27 જુલાઇ, બ્રિજટાઉન
બીજી વન-ડે: 29 જુલાઇ, બ્રિજટાઉન
ત્રીજી વન-ડે: 1 ઑગસ્ટ, પોર્ટ ઓફ સ્પેન.
પહેલી T20: 3 ઑગસ્ટ, પોર્ટ ઓફ સ્પેન.
બીજી T20: 6 ઑગસ્ટ, ગુયાના.
ત્રીજી T20: 8 ઑગસ્ટ, ગુયાના.
ચોથી T20: 12 ઑગસ્ટ, ફ્લોરિડા.
પાંચમી T20:13 ઑગસ્ટ, ફ્લોરિડા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp