રોહિત બાદ કોણ હશે ભારતીય ટીમનો કેપ્ટન? આકાશ ચોપડાએ આ બે ખેલાડીનું લીધું નામ

ભારતીય ટીમની કેપ્ટન્સીને લઇને છેલ્લા કેટલાક મહિનાઓથી ખૂબ બહેસ છેડાઇ છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, વન-ડે વર્લ્ડ કપ 2023 બાદ રોહિત શર્માની કેપ્ટન્સી છોડી શકે છે. તો T20માં હાર્દિક પંડ્યાને આગળ જઇને ફૂલ ટાઇમ કેપ્ટન બનાવી શકાય છે. હવે ભારતીય ટીમની કેપ્ટન્સી સાથે જોડાયેલી ડિબેટમાં ભારતે ટીમના પૂર્વ ક્રિકેટર આકાશ ચોપડા પણ સામેલ થઇ ગયા છે. આકાશ ચોપડાએ ભવિષ્યમાં ભારતની કેપ્ટન્સી માટે શુભમન ગિલ અને રિષભ પંતને દાવેદાર બતાવ્યા છે.

આકાશ ચોપડાએ જીઓ સિનેમાના એક સ્પોર્ટ્સ શૉમાં કહ્યું કે, મને નથી લાગતું કે, બધા ફોર્મેટ માટે એક જ કેપ્ટન જોવાના દિવસ પૂરા થઇ ગયા છે. રોહિત શર્મા ટેસ્ટ ચેમ્પિયનશીપ સુધી ટેસ્ટ ટીમનો કેપ્ટન હશે. એ બદલાવાનું નથી. તે એમ જ રહેવાનું છે. હાર્દિક પંડ્યા વર્તમાનમાં T20 ફોર્મેટમાં કેપ્ટન છે અને મને લાગે છે કે તે એમ કરવાનું ચાલુ રાખશે. ICC T20 વર્લ્ડ કપ 2024માં તમે હાર્દિક પંડ્યાને ભારતીય ટીમના કેપ્ટનના રૂપમાં જોશો.

આકાશ ચોપડાનું માનવું છે કે, રોહિત શર્મા આ વર્ષે વર્લ્ડ કપ સુધી વન-ડે કેપ્ટનના રૂપમાં પોતાની જવાબદારી સંભાળી રાખશે, પરંતુ ભારતીય કેપ્ટન્સીના ફ્યૂચરની વાત કરવામાં આવે તો શુભમન ગિલ અને રિષભ પંત આ મામલે સૌથી આગળ છે. આકાશ ચોપડાએ કહ્યું કે, વન-ડે ક્રિકેટમાં રોહિત શર્મા વર્લ્ડ કપ સુધી કેપ્ટન બન્યા રહેશે. પરંતુ મને લાગે છે કે લાંબા સમયમાં ભારતની કેપ્ટન્સીની બાબતે શુભમન ગિલ અને રિષભ પંત હશે. ભવિષ્યમાં ભારતની કેપ્ટન્સી માટે એ મારો ઉમેદવાર છે.

શુભમન ગિલ આ સમયે શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વન-ડે સીરિઝમાં શુભમન ગિલે બે વખત સદી બનાવી હતી, જેમાંથી એક બેવડી સદી પણ સામેલ હતી. આ અગાઉ શુભમન ગિલે શ્રીલંકા વિરુદ્ધ સીરિઝમાં શાનદાર રમત દેખાડી હતી. શભમન ગિલ છેલ્લી 4 વન-ડે ઇનિંગ દરમિયાન 3 અવસર પર ત્રિપલ અંકો સુધી પહોંચી ચૂક્યો છે. વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતની વાત કરીએ તો તે હાલમાં ક્રિકેટિંગ એક્શનથી દૂર છે. પંત ગયા વર્ષના ડિસેમ્બરમાં કાર એક્સિડન્ટનો શિકાર થઇ ગયો હતો. અત્યારે તે હૉસ્પિટલમાં છે. પંતની આગામી થોડા મહિના સુધી મેદાનમાં ફરવાની સંભાવના નથી.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.