આકાશ ચોપરા બોલ્યા- આ ખેલાડીને ટીમમાં સિલેક્ટ કરવાને લઈને મને ખૂબ હેરાની થઈ

PC: hindustantimes.com

ભારતીય ટીમના યુવા ફાસ્ટ બોલર અર્શદીપ સિંહનું સિલેક્શન એશિયન ગેમ્સ માટે ભારતીય ટીમમાં થયું છે. તેને લઈને પૂર્વ ક્રિકેટર આકાશ ચોપરાએ મોટી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, અર્શદીપ સિંહને એશિયન ગેમ્સમાં સિલેક્ટ કરવાથી હું હેરાન છું. આકાશ ચોપડા મુજબ, તેઓ એ વાતથી હેરાન છે કે અર્શદીપને વન-ડે ટીમમાં મહત્ત્વ આપવામાં આવી રહ્યું નથી. એશિયન ગેમ્સમાં આ વખત ક્રિકેટ પણ સામેલ છે અને તેમાં હિસ્સો લેવા માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે.

એશિયન ગેમ્સ માટે ભારતીય ટીમની કેપ્ટન્સી ઋતુરાજ ગાયકવાડને સોંપવામાં આવી છે અને આ ટીમમાં ઘણા નવા ચહેરાઓને પહેલી વખત નેશનલ ટીમમાં જગ્યા આપવામાં આવી છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં શાનદાર રમત દેખાડનારા રિન્કુ સિંહ અને જીતેશ શર્માને ભારતીય ટીમમાં પહેલી વખત જગ્યા મળી છે. રાહુલ ત્રિપાઠી, વૉશિંગટન સુંદર, યશસ્વી જયસ્વાલ, શાહબાજ અહમદ, રવિ બિશ્નોઈ, આવેશ ખાન, શિવમ માવી અને શિવમ દુબે જેવા ખેલાડીઓને પણ સામેલ કરવામાં આવ્યા છે.

જો કે, આકાશ ચોપરાએ જણાવ્યું કે, અર્શદીપ સિંહના સિલેક્શન પર હેરાની વ્યક્ત કરી. પોતાની યુટ્યુબ ચેનલ પર વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે, મને આ ટીમમાં અર્શદીપનું નામ જોઈને ખૂબ હેરાની થઈ રહી છે. હું હેરાન છું કે વન-ડે માટે પણ તેને મહત્ત્વ આપવામાં આવી રહ્યું નથી. એ સિવાય વેસ્ટ ઇન્ડીઝમાં T20 સીરિઝ માટે પણ તેનું સિલેક્શન થયું નથી. હવે તમે તેને એશિયા કપ માટે પણ સાઇડ કરી રહ્યા છો અને વર્લ્ડ કપ લિસ્ટથી પહેલા જ બહાર કરી દેવાયો છે. અર્શદીપ સિંહની જો વાત કરીએ તો તે ત્રણેય ફોર્મેટમાં રમી શકે છે. ઓછામાં ઓછો સફેદ બૉલ ક્રિકેટમાં તે રમી શકે છે, પરંતુ તેના ઉપર ભરોસો દેખાડવામાં આવી રહ્યો નથી.

એશિયન ગેમ્સમાં ભારતીય ટીમની કેપ્ટન્સી કરવાને લઈને ઉત્સાહિત ઋતુરાજ ગાયકવાડે કહ્યું કે, તેનું લક્ષ્ય એ સુનિશ્ચિત કરવાનું હશે કે ટીમ ગોલ્ડ મેડલ સાથે પોડિયમ પર ઊભી રહે, જેથી ભારતનું રાષ્ટ્રગાન વાગે. તેણે કહ્યું કે, મને લાગે છે કે આ અવસર કંઈક ખાસ છે અને અમે એવી ક્રિકેટ રમીશું, જેનાથી દેશના લોકોને ગર્વ થશે. એ કંઈક એવું છે જેમ આપણે હંમેશાં ટીવી પર જોતા મોટા થયા છીએ. એથલીટોને દેશ માટે જીતતા જોયા છે. હવે અમને એવો અવસર મળ્યો છે. એ વાસ્તવમાં વિશેષ હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp