ઑસ્ટ્રેલિયાને પહેલી વખત T20 ચેમ્પિયન બનાવનાર આરોન ફિન્ચે લીધો સંન્યાસ

PC: twitter.com/ESPNcricinfo

ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન આરોન ફિન્ચે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. ફિન્ચે અચાનક સંન્યાસ લઈને બધાને ચોંકાવી દીધા છે. આરોન ફિન્ચે ઓસ્ટ્રેલિયાને પહેલી ICC મેન્સ T20 વર્લ્ડ કપની ટ્રોફી જીતાડી છે. તેણે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં વન-ડે ઇન્ટરનેશનલમાંથી સંન્યાસ લીધો હતો. આરોન ફિન્ચે ઓસ્ટ્રેલિયા માટે 12 વર્ષ ક્રિકેટ રમી. આ દરમિયાન સીમિત ઓવરાઓના ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓમાં સામેલ છે. ઓસ્ટ્રેલિયા માટે રમતા આરોન ફિન્ચે 5 ટેસ્ટ, 146 વન-ડે અને 103 T20 ઇન્ટરનેશનલ મેચ રમી છે.

તેણે 76 T20 ઇન્ટરનેશનલ મેચોમા ઓસ્ટ્રેલિયન ટીમની કેપ્ટન્સી કરી છે અને તે એમ કરનારો પહેલો ઓસ્ટ્રેલિયન ખેલાડી છે. વિસ્ફોટક ઓપનર બેટ્સમેન આરોન ફિન્ચે 12 વર્ષના કરિયર દરમિયાન 254 ઇન્ટરનેશનલ મેચ રમી છે. 36 વર્ષીય કેપ્ટને દુબઈમાં થયેલા T20 વર્લ્ડ કપ 2021માં ઓસ્ટ્રેલિયાઅને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું હતું. ઓસ્ટ્રેલિયન દિગ્ગજ બેટ્સમેન આરોન ફિન્ચે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં સંવાદદાતાઓ સાથે વાત કરતા કહ્યું કે, અનુભવ થયો કે હું T20 વર્લ્ડ કપ 2024 સુધી નહીં રમી શકું.

તેણે કહ્યું કે, એવામાં સંન્યાસ લેવાનો આ જ યોગ્ય સમય છે ટીમને સમય આપવાનો, જેથી ટીમ પોતાની આગામી રણનીતિ પર કામ કરી શકે. હું પોતાના પરિવાર, પત્ની, ટીમ, ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સનો આભાર માનું છું જેમણે આખા કરિયર દરમિયાન સપોર્ટ કર્યો. એ ફેન્સનો પણ દિલથી આભાર જેમણે સતત પોતાનો સપોર્ટ રાખ્યો. વર્ષ 2021માં T20 વર્લ્ડ કપ જીતવું અને વર્ષ 2015માં વન-ડે વર્લ્ડ કપ જીતવો, મારા કરિયરની ખાસ યાદો રહેવાની છે. આ 12 વર્ષોમાં પોતાના દેશ માટે રમવું, કેટલાક શાનદાર ખેલાડીઓનો સામનો કરવો, આ એ સન્માન છે જે દરેક ઈચ્છે છે.

આરોન ફિન્ચના નામે 1 T20 ઇન્ટરનેશનલ મેચમાં સર્વોચ્ચ સ્કોર બનાવવાનો રેકોર્ડ છે. જેને તેણે વર્ષ 2018માં ઝીમ્બાબ્વે વિરુદ્ધ 76 બૉલમાં 172 રનોની ઇનિંગ રમીને બનાવ્યો હતો. T20 ઇન્ટરનેશનલ ઇતિહાસમાં ઓસ્ટ્રેલિયન સફળ કેપ્ટનો આરોન ફિન્ચ બિગ બેશ લીગ (BBL)માં મેલબર્ન રેનેગેડ્સ માટે રમતો રહેશે. વર્ષ 2022માં ઓસ્ટ્રેલિયામાં આયોજિત T20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયન ટીમ ફિન્ચની કેપ્ટન્સીમાં T20 ટ્રોફી બચાવી શકી નહોતી, ત્યારબાદ તેની કેપ્ટન્સી પર સવાલ ઉઠવા લાગ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp