પૂર્વ પાકિસ્તાની ખેલાડી બોલ્યો- એશિયા કપ શિફ્ટ કરવો જ યોગ્ય નિર્ણય હશે

PC: hindustantimes.com

હાલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સીરિઝની શરૂઆત થવાની છે, પરંતુ એશિયા કપ 2023ને લઇને પણ સતત ચર્ચા થઇ રહી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એશિયા કપ પાકિસ્તાનમાં આયોજિત થાય તો પાકિસ્તાનનો પ્રવાસ કરવાની ના પાડી દીધી છે. ત્યારબાદ જ એ હોબાળો શરૂ થયો છે અને પાકિસ્તાવ અકળાઇ ઉઠ્યું છે, પરંતુ હવે પાકિસ્તાનને ઝટકો લાગ્યો છે કેમ કે પાકિસ્તાની ખેલાડી જ માની રહ્યા છે કે એશિયા કપ બહાર કરાવવાનો નિર્ણય જ સારો હશે.

પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડર અબ્દુલ રજ્જાકે કહ્યું કે, જો એશિયા કપ 2023ને શિફ્ટ કરવામાં આવે છે તો તે ક્રિકેટ માટે સારો નિર્ણય હશે. ભારત અને પાકિસ્તાનની મેચ માત્ર ICC ટૂર્નામેન્ટમાં જ થાય છે. જો એશિયા કપ દુબઇ કે ક્યાંક બહાર થાય છે તો સારું હશે. આ ટૂર્નામેન્ટનું હોવું ક્રિકેટ અને ક્રિકેટર્સ માટે જરૂરી છે, જો તમે એમ નહીં કરો તો સારું નહીં થાય. બંને બોર્ડે સામસામે બેસીને અરસપરસના મામલાને થાળે પાડવા જોઇએ, જેથી એશિયા કપ વિવાદ સમાપ્ત થાય.

હાલમાં જ પાકિસ્તાનના પૂર્વ બેટ્સમેન જાવેદ મિયાદાદે ભારતના નિર્ણય પર ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું હતું કે, પાકિસ્તાનની ક્રિકેટ ભારત વિના પણ ચાલી રહી છે, જો ભારત પાકિસ્તાન આવતું નથી તો આપણે ત્યાં પણ ન જવું જોઇએ. પાકિસ્તાને તેની ક્રિકેટમાં મળી રહી છે એવામાં ICCએ પોતાની ભૂમિકા ભજવવી જોઇએ અને એ પ્રકારના મામલાનું સમાધાન કરવું જોઇએ. જાવેદ મિયાદાદે BCCI માટે ‘Go to hell’ શબ્દનો ઉપયોગ કર્યો હતો.

તો ભારતીય ક્રિકેટર અશ્વિને કહ્યું કે, એશિયા કપનું આયોજન પાકિસ્તાનમાં થવાનું હતું, પરંતુ ભારતે ત્યાં જવાની ના પાડી દીધી. ભારતે કહ્યું કે, વેન્યૂ ચેન્જ થવા પર જ તે એશિયા કપ રમશે. એવું ઘણી વખત થાય છે જ્યારે આપણે ત્યાં રમવા નહીં જઇએ તો પણ તેઓ કહે છે કે તેઓ રમવા નહીં આવે, પાકિસ્તાને પણ કહ્યું કે વર્લ્ડ કપ રમવા નહીં આવે, પરંતુ એ સંભવ નથી. એશિયા કપનું આયોજન થઇ શકે છે. શ્રીલંકામાં કરાવવામાં આવે. જો ત્યાં થાય છે તો મને ખુશી થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp