પાક. ખેલાડીનો ભારતીય સ્પિનર્સ પર બફાટ, બોલ્યો-જાડેજા નબળો સ્પિનર, ચહલને મારવો...

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી 4 મેચોની ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ ઈન્દોરમાં શરૂ થઈ છે. આ અગાઉ ભારતીય ટીમે પહેલી બંને ટેસ્ટ જીતીને બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં 2-0થી અજેય લીડ હાંસલ કરી લીધી છે. પહેલી બંને મેચોમાં ભારતીય સ્પિનર્સનો જલવો જોવા મળ્યો. ખાસ કરીને રવીન્દ્ર જાડેજાએ પહેલી 2 મેચોમાં મળીને કુલ 17 વિકેટ હાંસલ કરીને પોતાની વાપસીને યાદગાર બનાવી દીધી છે. જો કે, પાકિસ્તાની પૂર્વ ખેલાડીને રવીન્દ્ર જાડેજાની કુશળતા પર શંકા હતી.

તેણે કહ્યું કે, જ્યારે તે આવ્યો હતો, તો તેની રમત ખૂબ સરળ હતી. પાકિસ્તાની પ્રેન્કસ્ટાર નાદિર અલી સાથે યુટ્યુબ ચેનલ પર એક પૉડકાસ્ટ પર બોલતા પાકિસ્તનના પૂર્વ ક્રિકેટ અબ્દુલ રહમાને ભારતના સૌથી ખરાબ સ્પિનર્સમાં રવીન્દ્ર જાડેજા અને યુઝવેન્દ્ર ચહલનું નામ લીધું. જો કે તેણે એમ પણ જણાવ્યું કે, ખેલાડી પોતાના દેશ માટે રમે છે, તે ક્યારેય ખરાબ હોતા નથી. પોતાના કરિયરની શરૂઆતમાં રવીન્દ્ર જાડેજા એક ખરાબ બોલર હતો અને પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના માર્ગદર્શનમાં તે દુનિયાનો નંબર વન બોલર બની ગયો.

તેણે યુઝવેન્દ્ર ચહલને સૌથી ખરાબ બોલર કહ્યો. અબ્દુર રહમાને કહ્યું કે, રવીન્દ્ર જાડેજા જ્યારે શરૂઆતમાં આવ્યો હતો તો ફરિક સ્પિનર હતો. એક નબળો બોલર હતો. તમે તેને સરળતાથી મારી શકતા હતા. તેના બૉલમાં કોઈ જીવ નહોતો અને બૉલને વધારે સ્પિન પણ મળતી નહોતી. તેને જોઈને લાગતું હતું કે તે લાંબી રેસનો ઘોડો નથી. જો કે તેને ભારતના સૌથી શાનદાર સ્પિનર બાબતે પૂછવામાં આવ્યું તો પણ તેણે રવીન્દ્ર જાડેજાનું નામ લીધું. અનિલ કુંબલે બાબતે વાત કરતા તેણે કહ્યું કે, તે પહેલાના જમાના મુજબના હતા, પરંતુ આજે આપણે મોડર્ન ડેઝમાં છીએ.

અનિલ કુંબલે પહેલા બિશન સિંહ બેદી એક સારા સ્પિનર હતા. અનિલ કુંબલે જો આજના જમાના હોત તો તેઓ ખરાબ રીતે માર ખાતા, તેમનો બૉલ ટર્ન ન થતો. ઉલ્લેખનીય છે કે રવીન્દ્ર જાડેજાએ હાલમાં જ બૉલ સાથે સાથે બેટથી પણ કમાલ કરી અને તે દુનિયાનો નંબર વન ટેસ્ટ ઓલરાઉન્ડર બની ગયો છે. ભારતીય ટીમ હવે સીરિઝની ત્રીજી મેચ આજથી ઈન્દોરમાં રમી રહી છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.