WTCની ફાઇનલ અગાઉ ભારતીય ટીમમાં થયો મોટો બદલાવ, BCCIએ બદલી દીધો..

PC: BCCI

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC)ની ફાઇનલ મેચના હવે આંગળીના વેઢે ગણાય એટલા જ દિવસ બચ્યા છે. ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો 7 જૂનથી ઇંગ્લેન્ડના ધ ઓવલ’ના મેદાન પર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ મેચ રમશે. ભારતીય ટીમના બધા ખેલાડી ઇંગ્લેન્ડ પહોંચી ચૂક્યા છે અને તૈયારી શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન ભારતે ટીમ ફાઇનલમાં બદલાયેલા અંદાજમાં નજરે પડશે. આમ તો તમે બધા જાણો છો કે ટેસ્ટમાં સફેદ જર્સી સાથે ટીમ ઉતરે છે, તો વન-ડે અને T20માં બ્લૂ જર્સીમાં.

હવે ભારતીય ટીમની સફેદ જર્સીમાં પણ બદલાવ થયો છે. હવે ભારતીય ટીમની જર્સી અને કીટનો સ્પોન્સર એડિડાસ થઈ ગઇ છે. આ દરમિયાન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ અગાઉ નવી જર્સી સામે આવી ગઈ છે, જેને પહેરીના ભારતીય ટીમના ખેલાડી 7 જૂનના રોજ મેદાનમાં ઉતરશે. થોડા સમય અગાઉ મીડિયા રિપોર્ટ્સમાં એ વાતનો દાવો કરવામાં આવી રહ્યો હતો કે, BCCIએ જર્સી માટે એડિડાસ સાથે આગામી 5 વર્ષ માટે ડીલ ફાઇનલ કરી છે, જે વર્ષ 2023 થી શરૂ થઈને વર્ષ 2028 સુધી ચાલશે.

 
 
 
View this post on Instagram

A post shared by adidas India (@adidasindia)

એવી જાણકારી મળી રહી છે કે આ ડીલ 350 કરોડ રૂપિયામાં સાઇન થઈ છે. એડિડાસની જે નવી જર્સી સામે આવી છે, તે ખૂબ શાનદાર દેખાઈ રહી છે. જર્સી પર સામે અંગ્રેજીમાં મોટા અક્ષરે ઈન્ડિયા લખેલું છે અને બંને ખભા પર કાળા રંગની 3 લાઈનો બનેલી છે, જે એડિડાસની પોતાની સ્ટાઈલ હોય જ છે. ડાબા હાથની સાઇડ પર BCCIનો લોગો છે અને જમણા હાથની સાઇડ પર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનો લોગો લગાવવામાં આવ્યો છે. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની નવી જર્સીમાં કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

 
 
 
View this post on Instagram

A post shared by adidas India (@adidasindia)

માનવામાં આવી રહ્યું છે કે, પ્રેક્ટિસ માટે જતી વખતની આ તસવીર છે. આ અગાઉ એડિડાસે પહેલા જ આ વાતની જાહેરાત કરી દીધી હતી કે 1 જૂનના રોજ નવી જર્સી સામે આવશે, તેની જાહેરાત ઇન્સ્ટાગ્રામ પરથી કરવામાં આવી હતી. અત્યાર સુધી ભારતીય ટીમ ટેસ્ટમાં સફેદ અને વન-ડે સાથે જ T20માં બ્લૂ રંગની જર્સીમાં નજરે પડતી હતી, પરંતુ હવે કહેવામાં આવી રહ્યું છે કે ટીમની વન-ડે અને T20માં પણ અલગ અલગ જર્સી હશે. તેનો રંગ તો બ્લૂ જ હશે, પરંતુ ડિઝાઇનમાં થોડો બદલાવ કરવામાં આવશે. જો કે, આ વાતો બાબતે પરફેક્ટ કંઈ કહી નહીં શકાય, પરંતુ સંભાવના જરૂર વ્યક્ત કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp