'એક્ટ્રેસ સાથે અફેર, શરીર પર ટેટૂ',ટીમમાં આવવા આ જોઈએ,ક્રિકેટરનું વિચિત્ર નિવેદન
ભારતીય ટીમે શ્રીલંકા સામે ત્રણ વનડે અને T-20 મેચોની શ્રેણી રમવાની છે. શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત 18 જુલાઈએ કરવામાં આવી હતી. સૂર્યકુમાર યાદવ T-20 શ્રેણીમાં ભારતીય ટીમનું સુકાન સંભાળશે. જ્યારે રોહિત શર્મા વનડે શ્રેણીમાં કેપ્ટનશિપની જવાબદારી નિભાવશે.
ભારતીય પસંદગીકારોએ શ્રીલંકા પ્રવાસ માટે કેટલાક આશ્ચર્યજનક નિર્ણયો લીધા છે. અભિષેક શર્મા અને રૂતુરાજ ગાયકવાડને બંને ટીમમાં સ્થાન મળ્યું નથી. જ્યારે રિંકુ સિંહ અને સંજુ સેમસનને ODI ટીમમાં પસંદ કરવામાં આવ્યા નથી, ત્યારે રિયાન પરાગને T20 અને ODI બંને ટીમમાં સ્થાન મળ્યું છે.
હવે ટીમ ઈન્ડિયાની પસંદગી પર પૂર્વ ક્રિકેટર સુબ્રમણ્યમ બદ્રીનાથનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. બદ્રિનાથે T20 ટીમમાંથી રૂતુરાજ ગાયકવાડ અને ODI ટીમમાંથી રિંકુ સિંહને બાકાત રાખવાની ટીકા કરી હતી. બદ્રીનાથના મતે, ટીમમાં પસંદગી માટે તેની ક્ષમતા કરતાં ખેલાડીની વિશેષ છબીને વધુ ધ્યાનમાં લેવામાં આવે છે. બદ્રિનાથે કહ્યું કે ભારતીય ટીમમાં સ્થાન મેળવવા માટે ખેલાડીઓ પાસે 'ખરાબ વ્યક્તિની છબી' અને તેમના શરીર પર ટેટૂ હોવા જરૂરી છે.
S. બદ્રીનાથે તેની યુટ્યુબ ચેનલ ક્રિક ડિબેટ વિથ બદ્રી પર કહ્યું, 'ક્યારેક એવું લાગે છે કે તમને ખરાબ વ્યક્તિની છબીની જરૂર છે. જ્યારે ભારતીય ટીમમાં રિંકુ સિંહ, રૂતુરાજ ગાયકવાડ અને અન્યની પસંદગી કરવામાં આવી નથી. ત્યારે લાગે છે કે તમારું કોઈ બોલિવૂડ અભિનેત્રી સાથે અફેર હોવું જોઈએ. સારા મીડિયા મેનેજર હોવા જોઈએ અને શરીર પર ટેટૂ હોવા જોઈએ.'
43 વર્ષીય બદ્રીનાથે ભારત માટે 2 ટેસ્ટ, 7 ODI અને 1 T20 મેચ રમી હતી. આ સમયગાળા દરમિયાન તેણે ટેસ્ટમાં 63 રન, વનડેમાં 79 રન અને T20 ઇન્ટરનેશનલમાં 43 રન બનાવ્યા હતા. બદ્રીનાથની ફર્સ્ટ ક્લાસ કારકિર્દી શાનદાર રહી હતી, તેણે 145 મેચોમાં 54.49ની એવરેજથી 10245 રન બનાવ્યા હતા. બદ્રીનાથે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 32 સદી અને 45 અડધી સદી ફટકારી હતી.
Shocked and surprised not to see Ruturaj Gaikwad in the Indian Team for both T20I and ODIs.
— S.Badrinath (@s_badrinath) July 20, 2024
My Thoughts 🎥🔗 https://t.co/EBKnryFSUM#INDvSL #CricItWithBadri pic.twitter.com/OilIH1J4CB
શ્રીલંકા પ્રવાસ માટે ભારતની T20 ટીમઃ સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રિંકુ સિંહ, રિયાન પરાગ, રીષભ પંત (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, ખલીલ અહેમદ અને મોહમ્મદ સિરાજ.
શ્રીલંકા પ્રવાસ માટે ભારતની ODI ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, KL રાહુલ (વિકેટકીપર), રીષભ પંત (વિકેટકીપર), શ્રેયસ ઐયર, શિવમ દુબે, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, રિયાન પરાગ, અક્ષર પટેલ, ખલીલ અહેમદ અને હર્ષિત રાણા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp