રદ્દ થઈ શકે છે ભારત-અફઘાનિસ્તાન વચ્ચેની વન-ડે સીરિઝ, જાણો શું છે કારણ

PC: hindustantimes.com

ભારત અને અફઘાનિસ્તાનની સીરિઝ પર જોખમના વાદળ મંડરાઈ રહ્યા છે. તેની પાછળ કારણ ભારતીય તેમનું શેડ્યૂલ છે. ભારતીય ક્રિકેટ ટીમે અફઘાનિસ્તાન સાથે 3 મેચોની વન-ડે સીરિઝ રમવાની છે, પરતું શું આ સીરિઝનું આયોજન થઈ શકશે? ભારતીય ટીમ 7 જૂનથી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઇનલ મેચ રમશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ ઓવલમાં રમાશે. તો ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ બાદ વેસ્ટ ઈન્ડીઝ સાથે સીરિઝ રમશે.

ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે સીરિઝની શરૂઆત 12 જુલાઈથી શરૂ થશે. ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે સીરિઝ 13 ઓગસ્ટ સુધી રમાવાની છે. ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે 3 વન-ડે મેચો સિવાય 2 ટેસ્ટ અને 5 T20 મેચોની સીરિઝ રમાશે. એક સ્પોર્ટ્સ વેબસાઈટના રિપોર્ટ મુજબ, પહેલા એમ માનવામાં આવી રહ્યું હતું કે ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડીઝના પ્રવાસ દરમિયાન 20 જૂનથી 30 જૂન સુધી મેચ નહીં રમે. પછી બંને ટીમો વચ્ચે મેચ 7 જુલાઈથી રમાતી, પરંતુ હવે એમ માનવામાં આવી રહ્યું છે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) તેના પર વિચાર કરી રહ્યું નથી.

એ સિવાય એમ માનવામાં આવી રહ્યું છે કે, મેચોની બ્રોડકાસ્ટિંગ પર પણ પેંચ ફસાઈ શકે છે. સ્ટાર સ્પોર્ટ્સ અને ડિઝ્ની પ્લસ હોટસ્ટાર સાથે BCCIનો કોન્ટ્રાક્ટ સમાપ્ત થવાનો છે, પરંતુ અત્યાર સુધી નવી ડીલ માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યા નથી. તો અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB)ના અધ્યક્ષ મીરવાઇઝ અશરફને IPL ફાઇનલ જોવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. જો કે, IPLની ફાઇનલ બાદ બંને દેશોના બોર્ડના અધિકારીઓ વચ્ચે મીટિંગ થશે, જેમાં ભારત અને અફઘાનિસ્તાન સીરિઝ પર અંતિમ નિર્ણય લેવામાં આવશે.

ચર્ચા તો એવી પણ ચાલી રહી છે કે IPLની ફાઇનલ જ્યારે અમદાવાદમાં થવાની છે ત્યારે બાંગ્લાદેશ શ્રીલંકા અને અફઘાનિસ્તાનના ક્રિકેટ બોર્ડના અધ્યક્ષોને મેચ જોવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. ત્યારબાદ એશિયા કપને લઈને એક મીટિંગ થઈ શકે છે. તેમાં મેચોના હાઇબ્રીડ મોડલને લઈને ચર્ચા થઈ શકે છે, પરંતુ આ મીટિંગમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રતિનિધિ નહીં હોય. ખેર હવે સમય જ બતાવશે કે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની સીરિઝ થઈ શકે છે કે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp