અફઘાનિસ્તાનના ખેલાડીની ક્રિકેટની સૌથી મોટી ફિલ્ડિંગ મિસ્ટેક, જુઓ વીડિયો

PC: espncricinfo.com

અફઘાનિસ્તાનની ટીમ બાંગ્લાદેશના પ્રવાસ પર ગઈ છે. મેચમાં અફઘાનિસ્તાનને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ દરમિયાન મેચના પહેલા દિવસે અફઘાનિસ્તાનના ફિલ્ડર્સે ફિલ્ડિંગમાં મોટી મિસ્ટેક કરી દીધી. એવી ફિલ્ડિંગ મિસ્ટેક કદાચ જ તમે પહેલા પણ ક્યાંક ક્રિકેટમાં જોઈ હશે. બેટિંગ કરી રહેલા બાંગ્લાદેશના બેટ્સમેનોએ તેનો જોરદાર ફાયદો ઉઠાવ્યો. ઉલ્લેખનીય છે કે, પહેલા દિવસે 35મી ઓવર દરમિયાન ફિલ્ડર્સે આ બ્લંડર કર્યું.

બોલર જાહિર ખાન બોલિંગ કરી રહ્યો હતો. ઓવરના છેલ્લા બૉલ પર બાંગ્લાદેશી બેટ્સમેન મહમુદુલ હસન જોયે ઓફ સાઇડ તરફ શૉટ રમ્યો. જ્યાં ઉપસ્થિત ફિલ્ડરે થ્રો કર્યો. બૉલને બીજા ફિલ્ડરે પકડીને નોન સ્ટ્રાઈકર એન્ડ તરફ ફેકી દીધો. જો કે, ત્યાં કોઈ ફિલ્ડર ઉપસ્થિત નહોતો અને બૉલ ધીરે ધીરે બાઉન્ડ્રી તરફ વધવા લાગ્યો, પરંતુ બૉલ બાઉન્ડ્રી સુધી જવા અગાઉ ફિલ્ડરે ભાગીને પકડી લીધો. આ દરમિયાન બંને ખેલાડીઓએ પાંચ રન લઈ લીધા. આ ઘટના બાદ અફઘાનિસ્તનના ફિલ્ડર્સ એક બીજાને જોઈ રહ્યા હતા અને સ્ટેન્ડ્સમાં ઉપસ્થિત દર્શકોએ પણ આ પળનો ખૂબ આનંદ લીધો. બાંગ્લાદેશના ડ્રેસિંગ રૂમમાં ઉપસ્થિત ખેલાડી અને સપોર્ટ સ્ટાફ પણ એ જોઈને પોતાને હસતા ન રોકી શક્યા.

આ દરમિયાન મહમૂદુલ હસન જોયે પોતાની અડધી સદી પણ પૂી કરી લીધું. પહેલા બેટિંગ કરતા બાંગ્લાદેશ તરફથી નજમૂલ હુસેન શાંતો શાનદાર 146 રનોની સદીવાળી ઇનિંગ રમી. તેમની આ ઇનિંગમાં 23 ફોર અને 2 સિકસ સામેલ રહ્યા. આ દરમિયાન શાંતો સાથે ઑપનર મહમૂદુલ હસન જોયે તેનો ખૂબ સાથ નિભાવ્યો. જોયે 9 ફોરની મદદથી 76 રનોની ઇનિંગ રમી. બંનેએ બીજા બીજી વિકેટ માટે 212 રનોની શાનદાર પાર્ટનરશિપ કરી. આ પાર્ટનરશિપની મદદથી બાંગ્લાદેશ બીજી ઇનિંગમાં સારા ટોટલ તરફ વધી રહી છે.

મેચની વાત કરીએ તો આ ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશ સારી સ્થિતિમાં નજરે પડી રહી છે. તેણે ટોસ હારીને પહેલા બેટિંગ કરતા 382 રન બનાવ્યા હતા, જ્યારે અફઘાનિસ્તાનની ટીમ પહેલી ઇનિંગમાં 146 રન જ બનાવી શકી હતી. અફઘાનિસ્તાન તરફથી સૌથી વઘુ રન જજઈએ 36 જ્યારે નાસિર જમાલે 35 રનની ઇનિંગ રમી. એ સિવાય 4 ખેલાડી ડબલ ડિજિટના આંકડા સુધી પણ ન પહોંચી શક્યા અને 3 ખેલાડી એવા રહ્યા જેમણે ખાતું પણ ન ખોલ્યું. બાંગ્લાદેશ તરફથી સૌથી વધુ રન  વિકેટ ઈબાદત હુસેનને 4 વિકેટ મળી હતી, જ્યારે શરિફૂલ ઇસ્લામ, તૈજૂલ ઇસ્લામ અને મેહદી હસન મિરાઝને 2-2 વિકેટ મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp