શ્રીલંકા સીરિઝ પછી ખતરામાં આવી આ પ્લેયર્સની જગ્યા,હાર્દિક-કોચનું વધ્યું ટેન્શન

PC: espncricinfo.com

ભારતીય ટીમે શ્રીલંકા સામે શાનદાર પ્રદર્શન કર્યું અને સીરિઝ 2-1થી પોતાના નામે કરી લીધી. શ્રીલંકા વિરુદ્ધ ટીમ ઈન્ડિયાની T20 ક્રિકેટમાં આ 19મી જીત છે. સીરિઝમાં ઘણા યુવાન પ્લેયર્સે ઘણી સારી રમત રમી હતી, પરંતુ કેપ્ટન હાર્દિક પંડ્યા અને કોચ રાહુલ દ્રવિડ સામે હજુ પણ ઘણી એવી ચેલેન્જો છે, જોન ઉકેલ લાવવો ઘણો જરૂરી છે. શ્રીલંકા સીરિઝમાં ઘણા પ્લેયર્સે ઘણું જ ખરાબ પ્રદર્શન કર્યું છે. જેમાં સૌથી મોટી મુશ્કેલી ઓપનિંગ જોડી માટેની છે. 

શ્રીલંકા વિરુદ્ધ T20 સીરિઝમાં રોહિત શર્મા, કેએલ રાહુલ અને વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો હતો. તેવામાં ઓપનિંગ માટે શુભમન ગિલ અને ઈશાન કિશનને તક આપવામાં આવી હતી. પરંતુ આ બંને જ ખેલાડીઓ આ તકનો લાભ ઉઠાવી શક્યા ન હતા. ઓપનિંગ જોડીનું કામ હોય છે ટીમને મજબૂત શરૂઆત અપાવવાનું પરંતુ ગિલ-કિશનની જોડી આવું કરવામાં તદ્દન નિષ્ફળ રહી હતી.

પહેલી મેચમાં આ જોડીએ 27 રન પાર્ટનરશીપમાં બનાવ્યા હતા. બીજી મેચમાં આ જોડી માત્ર 12 જ રન બનાવી શકી હતી. ત્રીજી મેચમાં આ જોડી બે આંકડા સુધીના સ્કોર પર પણ પહોંચી શકી ન હતી અને 3 રનના સ્કોર પર જ તેમની જોડી તૂટી ગઈ હતી. મતલબ જોવા જઈએ તો આખી સીરિઝમાં ટીમની ઓપનર જોડીએ માત્ર 42 રન જ બનાવ્યા છે.આ સિવાય યુવાન બોલર્સને પણ આ સીરિઝમાં તક આપવામાં આવી હતી પરંતુ ભારતનને તેની ડેથ ઓવર્સમાં જે મુશ્કેલી પડે છે તે આ યુવાન બોલરો પણ ઉકેલી શક્યા ન હતા.

અર્શદીપ સિંહે જ્યાં બીજી મેચમાં 5 નો બોલ નાખી, તો ઉમરાન મલિકે વિકેટ તો લીધી પરંતુ તે ઘણો મોંઘા સાબિત થયો હતો. જે T20 મેચ માટે ઘણી ખરાબ વાત છે. જ્યારે યુઝવેન્દ્ર ચહલ પણ પોતાના નામને અનુરૂપ સારું પ્રદર્શન કરી શક્યો ન હતો. જ્યારે ટીમમાં હાજર સ્ટાર ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરને એક પણ મેચમાં રમવાની તક જ નહોંતી આપવામાં આવી. ભલે ભારતે શ્રીલંકા સામેની T20 સીરિઝમાં જીત મેળવી લીધી પરંતુ ભારતીય ટીમ જો તેની આ કાયમી મુશ્કેલીનો ઉકેલ જલદીથી નહીં લાવે તો આગામી વર્ષના વર્લ્ડ કપમાં ટીમના પ્રદર્શન અંગે ઘણા સવાલો ઊભા થઈ શકે તેમ છે.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp