શરમજનક હાર પછી ઓસ્ટ્રેલિયાના કેપ્ટને નાગપુર પીચ પર આપ્યું મોટું નિવેદન

ઓસ્ટ્રેલિયાની ક્રિક્રેટ ટીમે પહેલી ટેસ્ટ મેચમાં ભારત સામે શરમજનક હારનો સામનો કરવો પડ્યો. હાર મળ્યા પછી ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે મોટું નિવેદન આપ્યું છે. કેપ્ટને કહ્યું કે, નાગપુર ટેસ્ટની વિકેટ એવી નહોતી કે બેટીંગ ન થઇ શકે. પેટ કમિન્સે ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્માના ભરપેટ વખાણ કર્યા હતા.

ઓસ્ટ્રેલિયન ક્રિક્રેટ ટીમ નાગપુરમા રમાયેલી પહેલી ટેસ્ટ મેચમા એક ઇનિંગ અને 132 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ટેસ્ટ મેચના ત્રણ દિવસમાં જ ઓસ્ટ્રેલિય ટીમ ભારતીય ટીમના ઘુંટણિયે પડી ગઇ હતી. તેમાં પણ બીજી ઇનિંગમાં તો ઓસ્ટ્રેલિયાની ટીમ માત્ર 91 રન માં જ સમેટાઇ ગઇ હતી. આ શાનદાર જીત સાથે ટીમ ઇન્ડિયાએ 4 ટેસ્ટમેચની શ્રેણી સીરિઝમાં 1-0થી આગળ થઇ ગઇ છે. હવે બીજી ટેસ્ટ મેચ 17 ફેબ્રુઆરીથી દિલ્હીમાં રમાવવાની છે.

હાર પછી ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન પેટ કમિન્સે કહ્યુ કે નાગપુરની પીચ બેટીંગ યોગ્ય હતી. કમિન્સે પોતાની ટીમના નવોદિત સ્પીનર  ટોડ મર્ફીની પણ પ્રસંશા કરી હતી. કમિન્સે કહ્યું કે આ મુકાબલો ઝડપથી આગળ વધ્યો. સાચું કહું તો, ટીમ ઇન્ડિયાએ શ્રેષ્ઠ રમતનું પ્રદર્શન કર્યું હતું. જ્યારે પીચ પર બોલ ઘુમતો હોય છે ત્યારે ભારતીય સ્પિનર સખત મહેનત કરતા હોય છે. ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ પણ બેટીંગમાં તેનો કલાસ બતાવ્યો હતો. પહેલી ઇનિંગમાં બોલ સ્પિન થઇ રહ્યો હતો, પરંતુ પીચ બેટીંગ લાયક હતી. કમિન્સ કહ્યું કે, જો અમે 100 રન બનાવતે અને ટીમ ઇન્ડિયાના બેસ્ટમેનો પર દબાણ લાવતે તો સારું થતે.

કમિન્સે પોતાની ટીમની કેટલીક પોઝિટિવ સાઇડની પણ વાત કરી હતી. કમિન્સે કહ્યુ કે, અમારી ટીમના માર્નસ લાબુશેને પહેલી ઇનિંગમાં 49 રન બનાવ્યા હતા. ટોડ મર્ફીએ પોતાની પહેલી ટેસ્ટ ઇનિંગમાં 5 વિકેટ લીધી હતી. કમિન્સે કહ્યુ કે, અહીંથી શરૂઆત કરવી મુશ્કેલ છે, પરંતુ અમારી ટીમના ત્રણથી 4 ખેલાડીએ ટીમમાં આવ્યા અને સહજ થઇ ગયા હતા. તેમણે આને હવે મોટા સ્કોરમાં તબદીલ કરવું પડશે. અન્ય લોકોઓ આમા પોતાનો રસ્તો શોધવો પડશે.

નાગપુરની ટેસ્ટ મેચમાં ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાએ બેટીંગ લઇને પહેલી ઇનિંગમાં 177 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમે 400 રનનો ખડકલો કરી દીધો હતો. બીજી ઇનિંગ માટે ઓસ્ટ્રેલિયાની ટીમે ભારતે 223 રનની લીડ આપી હતી. બીજી ઇનિંગમાં આર. અશ્વીનની આગેવાનીમાં ભારતીય બોલરોએ ઓસ્ટ્રેલિયાની ટીમને કોઇ મોકો આપ્યો નહોતો.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.