શરમજનક હાર પછી ઓસ્ટ્રેલિયાના કેપ્ટને નાગપુર પીચ પર આપ્યું મોટું નિવેદન
ઓસ્ટ્રેલિયાની ક્રિક્રેટ ટીમે પહેલી ટેસ્ટ મેચમાં ભારત સામે શરમજનક હારનો સામનો કરવો પડ્યો. હાર મળ્યા પછી ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે મોટું નિવેદન આપ્યું છે. કેપ્ટને કહ્યું કે, નાગપુર ટેસ્ટની વિકેટ એવી નહોતી કે બેટીંગ ન થઇ શકે. પેટ કમિન્સે ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્માના ભરપેટ વખાણ કર્યા હતા.
ઓસ્ટ્રેલિયન ક્રિક્રેટ ટીમ નાગપુરમા રમાયેલી પહેલી ટેસ્ટ મેચમા એક ઇનિંગ અને 132 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ટેસ્ટ મેચના ત્રણ દિવસમાં જ ઓસ્ટ્રેલિય ટીમ ભારતીય ટીમના ઘુંટણિયે પડી ગઇ હતી. તેમાં પણ બીજી ઇનિંગમાં તો ઓસ્ટ્રેલિયાની ટીમ માત્ર 91 રન માં જ સમેટાઇ ગઇ હતી. આ શાનદાર જીત સાથે ટીમ ઇન્ડિયાએ 4 ટેસ્ટમેચની શ્રેણી સીરિઝમાં 1-0થી આગળ થઇ ગઇ છે. હવે બીજી ટેસ્ટ મેચ 17 ફેબ્રુઆરીથી દિલ્હીમાં રમાવવાની છે.
હાર પછી ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન પેટ કમિન્સે કહ્યુ કે નાગપુરની પીચ બેટીંગ યોગ્ય હતી. કમિન્સે પોતાની ટીમના નવોદિત સ્પીનર ટોડ મર્ફીની પણ પ્રસંશા કરી હતી. કમિન્સે કહ્યું કે આ મુકાબલો ઝડપથી આગળ વધ્યો. સાચું કહું તો, ટીમ ઇન્ડિયાએ શ્રેષ્ઠ રમતનું પ્રદર્શન કર્યું હતું. જ્યારે પીચ પર બોલ ઘુમતો હોય છે ત્યારે ભારતીય સ્પિનર સખત મહેનત કરતા હોય છે. ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ પણ બેટીંગમાં તેનો કલાસ બતાવ્યો હતો. પહેલી ઇનિંગમાં બોલ સ્પિન થઇ રહ્યો હતો, પરંતુ પીચ બેટીંગ લાયક હતી. કમિન્સ કહ્યું કે, જો અમે 100 રન બનાવતે અને ટીમ ઇન્ડિયાના બેસ્ટમેનો પર દબાણ લાવતે તો સારું થતે.
કમિન્સે પોતાની ટીમની કેટલીક પોઝિટિવ સાઇડની પણ વાત કરી હતી. કમિન્સે કહ્યુ કે, અમારી ટીમના માર્નસ લાબુશેને પહેલી ઇનિંગમાં 49 રન બનાવ્યા હતા. ટોડ મર્ફીએ પોતાની પહેલી ટેસ્ટ ઇનિંગમાં 5 વિકેટ લીધી હતી. કમિન્સે કહ્યુ કે, અહીંથી શરૂઆત કરવી મુશ્કેલ છે, પરંતુ અમારી ટીમના ત્રણથી 4 ખેલાડીએ ટીમમાં આવ્યા અને સહજ થઇ ગયા હતા. તેમણે આને હવે મોટા સ્કોરમાં તબદીલ કરવું પડશે. અન્ય લોકોઓ આમા પોતાનો રસ્તો શોધવો પડશે.
નાગપુરની ટેસ્ટ મેચમાં ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાએ બેટીંગ લઇને પહેલી ઇનિંગમાં 177 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમે 400 રનનો ખડકલો કરી દીધો હતો. બીજી ઇનિંગ માટે ઓસ્ટ્રેલિયાની ટીમે ભારતે 223 રનની લીડ આપી હતી. બીજી ઇનિંગમાં આર. અશ્વીનની આગેવાનીમાં ભારતીય બોલરોએ ઓસ્ટ્રેલિયાની ટીમને કોઇ મોકો આપ્યો નહોતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp