26th January selfie contest

ઉંમર ફિટનેસ કે કંઇક બીજું? સરફરાઝને ભારતીય ટીમમાં કેમ નથી મળી રહી જગ્યા

PC: hindustantimes.com

ભારતીય ટીમ અત્યારે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સીરિઝ રમી રહી છે, પરંતુ દરેકની નજરે ફેબ્રુઆરીમાં થનારી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની સીરિઝ પર ટકેલી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઇનલમાં પહોંચવા માટે અને મોટી ટીમ સાથેની ટક્કરના હિસાબે આ સીરિઝ ખૂબ મહત્ત્વની રહેવાની છે. ભારતીય ટીમમાં કોને ચાંસ મળે અને કોને નહીં તેની ચર્ચા છેડાઇ ગઇ છે. પહેલી બે ટેસ્ટ માચે ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે જેમાં સરફરાઝને જગ્યા મળી નથી. આ દરમિયાન 25 વર્ષીય સરફરાઝ ખાનને લઇને છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચાઓનો બજાર ગરમ છે કેમ કે સરફરાઝ ખાને ઘરેલુ ક્રિકેટમાં રનોનો વરસાદ કરી દીધો છે.

રોજ વિતતા દિવસ સાથે આ પ્રેશર વધી રહ્યું છે કે સરફરાઝ ખાનને ભારતીય ટીમમાં એન્ટ્રી કેમ મળી રહી નથી. તે સતત રન બનાવવા, મોટા સ્કોર કરવાના પ્રમાણ પર તો સરફરાઝ ખાન ખરો ઉતરી રહ્યો છે, પરંતુ તેને ભારતીય ટીમમાં એન્ટ્રી મળી રહી નથી. સરફરાઝ ખાન 25 વર્ષનો છે, પરંતુ તેનો ઘરેલુ ક્રિકેટનો રેકોર્ડ જોઇએ તો એમ લાગે છે કે માનો કે તે લાંબા સમયથી ક્રિકેટ રમી રહ્યો હોય. એટલી ઉંમરમાં પણ તે સદીઓની લાઇન લગાવી ચૂક્યો છે, પરંતુ ભારતીય ટીમમાં જગ્યા મળી રહી નથી.

તર્ક એવો પણ આપવામાં આવી રહ્યો છે કે, અત્યારે ભારતીય ટીમના મિડલ ઓર્ડર માટે તેણે વધુ તૈયાર રહેવું પડશે, પરંતુ આંકડા કંઇક અલગ પુરાવા આપે છે. જો કે, અનુભવ એક કારણ છે તો એ સરફરાઝ ખાન માટે અન્યાય થશે કેમ કે તેનાથી ઓછી ઉંમરના ખેલાડી પણ આ સમયે ભારતીય ટીમમાં રમી રહ્યા છે. શુભમન ગિલ, રિષભ પંત, ઇશાન કિશન જેવા ખેલાડી પણ આ એ જ ગ્રુપના છે અને ભારતીય ટીમની ટેસ્ટ ટીમમાં દસ્તક દઇ રહ્યા છે. બીજો એક તર્ક ફિટનેસને લઇને પણ આવે છે કેમ કે સરફરાઝ ખાનનું વજન વધારે છે.

ભારતીય ટીમમાં હાલના સમયમાં ફિટનેસને લઇને ખૂબ કડકાઈ રાખવામાં આવી છે, તેમાં યો-યો ટેસ્ટ જેવા ફિટનેસ ટેસ્ટ પણ સામેલ કરવામાં આવી છે. ઘણા એક્સપર્ટ્સે સલાહ આપી છે કે સરફરાઝ ખાનને પોતાની ફિટનેસ પર કામ કરવું જોઇએ (જે તે કરી પણ રહ્યો છે), પરંતુ જો આ પણ એક કારણ છે તો તેના પ્રદર્શન પર તેની કોઇ અસર દેખાતી નથી. ભારતના મહાન બેટ્સમેન સુનિલ ગાવસ્કરે પણ એ વાતનો ઉલ્લેખ કર્યો છે, કે જો તમને (સિલેક્ટર્સને) કોઇ પાતળો દેખાતો છોકરો જોઇએ તો કોઇ મોડલને શોધો કેમ કે સરફરાઝ ખાન તો પોતાના આ હાલતમાં રનોનો પહાડ બનાવી રહ્યો છે.

સરફરાઝ ખાનના ઘરેલુ ક્રિકેટમાં આંકડા જોઇએ તો તેણે અત્યાર સુધી 37 મેચની 54 ઇનિંગમાં 3,505 રન બનાવ્યા છે. તેની એવરેજ 79.65ની છે. આ દરમિયાન તેના બેટથી 13 સદી, 9 અડધી સદી બનાવી છે. સરફરાઝ ખાનનો ઉચ્ચતમ સ્કોર નોટઆઉટ 301 છે. કમાલની વાત છે કે, છેલ્લી 3 રણજી ટ્રોફી સીઝનમાં તેની એવરેજ 100 કરતા ઉપરની રહી છે.

સરફરાઝ ખાનની છેલ્લી કેટલીક ઇનિંગ:

વર્સિસ દિલ્હી: 125, 0

વર્સિસ આસામ: 28*

વર્સિસ તામિલનાડુ: 162, 15*

વર્સિસ સૌરાષ્ટ્ર: 75, 20

વર્સિસ હૈદરાબાદ: 126*

જો હાલની ભારતીય ટીમમાં સરફરાઝ ખાન માટે જગ્યા શોધીએ તો તે મિડલ ઓર્ડરમાં ફિટ થઇ શકે છે. તે ઘરેલુ ક્રિકેટમાં પણ મિડલ ઓર્ડરમાં જ રમે છે. ભારતીય ટીમનો સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત અત્યારે ઇજાગ્રસ્ત છે, એવામાં મિડલ ઓર્ડરમાં સરફરાઝ ખાન એક ભરોસાપાત્ર બેટ્સમેનના રૂપમાં જગ્યા હાંસલ કરી શકે છે જે મોટી અને લાંબી ઇનિંગ રમવામાં સક્ષમ છે, સાથે જ ટીમને મુશ્કેલીઓમાંથી કાઢી પણ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp