અહમદ શહજાદનો કોહલી લઈને મોટો ખુલાસો, બોલ્યો- જ્યારે મને જરૂરિયાત પડી તો..

PC: espncricinfo.com

વિરાટ કોહલીના ફેન માત્ર ભારતમાં જ નહીં આખી દુનિયામાં છે. પાકિસ્તાની ક્રિકેટર પણ વિરાટ કોહલીના દીવાના છે. એક પાકિસ્તાની બેટ્સમેને વિરાટ કોહલીના ભરપેટ વખાણ કર્યા છે. તેણે કહ્યું કે, મને જ્યારે પણ જરૂરિયાત પડતી હતી, વિરાટ કોહલી હંમેશાં મારી મદદ માટે ઊભો રહેતો હતો. વિરાટ કોહલી ભારતીય ટીમના સૌથી શાનદાર બેટ્સમેનોમાંથી એક છે. તેણે માત્ર ભારતમાં જ નહીં, પરંતુ આખા વિશ્વમાં ઘણું બાદ નામ કમાયું છે. પાકિસ્તાની ક્રિકેટર પણ વિરાટ કોહલીના દીવાના છે.

વિરાટ કોહલી પોતાની બેટિંગથી જ નહીં, પરંતુ પોતાના વ્યવહારથી પણ સારો માનવામાં આવે છે. જો કે, ક્યારેક ક્યારેક તે આક્રમક રૂપ પણ લઈ લે છે. પાકિસ્તાનના એક ક્રિકેટર અહમદ શહજાદે વિરાટ કોહલીના ભરપેટ વખાણ કર્યા છે. તેણે કહ્યું કે, મને જ્યારે પણ જરૂરિયાત પડી તો વિરાટ કોહલીએ હંમેશાં મારી મદદ કરી છે. વિરાટ કોહલીની બેટ ફરીથી બોલશે. તેનું હજુ સર્વશ્રેષ્ઠ આવવાનું બાકી છે. હું અને વિરાટ કોહલી એક-બીજાનું ખૂબ સન્માન કરીએ છીએ. મને જ્યારે પણ જરૂરિયાત હોય છે તો હું વિરાટ કોહલીને કહેતો હતો અને તે હંમેશાં મારી મદદ કરતો હતો.

તેણે આગળ કહ્યું કે, તેણે પોતાની અંદર ખૂબ ઝડપથી બદલાવ કર્યો છે. વિરાટ કોહલી જ્યારે અંડર-19 રમતો હતો, થોડો હેલ્ધી રહેતો હતો, પરંતુ જ પ્રકારે તેણે પોતાને ચેન્જ કર્યો અને ભારતીય ટીમને એટલી ઊંચાઈઓ પર લઈ ગયો છે. મેં આવા ખેલાડીને અત્યાર સુધી જોયો નથી. એટલી જલદી પોતાની જાતને સ્થાપિત કરી શકે. અહમદ શહજાદના કરિયરની વાત કરીએ તો આ પાકિસ્તાની ઓપનરે વર્ષ 2009માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વન-ડે ક્રિકેટમાં ઇન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું.

અત્યાર સુધી તેણે 13 ટેસ્ટ, 81 વન-ડે અને 59 T20 રમી છે. ટેસ્ટ ક્રિકેટમાં અહમદ શહજાદના નામ લગભગ 41ની એવરેજથી 982 રન છે. વન-ડે ઇન્ટરનેશનલમાં 33ની એવરેજથી 2605 અને T20માં લગભગ 26ની એવરેજથી 1471 રન બનાવ્યા છે. અહમદ શહજાદને એક વિસ્ફોટક બેટ્સમેન તરીકે ઓળખવામાં આવે છે. જો કે, અહમદ શહજાદે પાકિસ્તાન માટે અંતિમ મેચ વર્ષ 2019માં રમી હતી. તેને ફરી કોઈ અવસર મળ્યો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp