સનરાઇઝર્સ હૈદરાબાદને મળ્યો નવો કેપ્ટન, આ ખેલાડી સંભાળશે ટીમની કેપ્ટન્સી

PC: BCCI

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 માટે સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)એ નવા કેપ્ટનની જાહેરાત કરી છે. દક્ષિણ આફ્રિકન સ્ટાર બેટ્સમેન એડન માર્કરમને IPL ફ્રેન્ચાઇઝી સનરાઇઝર્સ હૈદરાબાદે આગામી સીઝન માટે ટીમનો કેપ્ટન બનાવ્યો છે. તે 31 માર્ચથી શરૂ થનારી IPLની 16મી સીઝનમાં ટીમનું નેતૃત્વ કરતો નજરે પડશે. સનરાઇઝર્સ હૈદરાબાદે ટ્વીટ કરીને પોતાના નવા કેપ્ટનની જાહેરાત કરી છે. દક્ષિણ આફ્રિકા T20 (SA20)ની પહેલી સીઝનમાં સનરાઇઝર્સ ઈસ્ટર્ન કેપ એડન માર્કરમના નેતૃત્વમાં ચેમ્પિયન બની છે.

વર્ષ 2016માં IPLની ટ્રોફી જીતનારી સનરાઈઝર્સ હૈદરાબાદે IPL 16 માટે મિની ઓક્શન અગાઉ નિયમિત કેપ્ટન કેન વિલિયમસ્નને રીલિઝ કરી દીધો હતો, ત્યારબાદ મયંક અગ્રવાલ, એડન માર્કરમ અને ભુવનેશ્વર કુમાર કેપ્ટન્સીના દાવેદારના રૂપમાં સામે આવ્યા હતા. જો કે, ફ્રેન્ચાઇઝીએ એડન માર્કરમ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને તેને ટીમની કેપ્ટન્સી સંભાળવાની જવાબદારી સોંપી છે. એડન માર્કરમે સનરાઈઝર્સની સિસ્ટર ફ્રેન્ચાઇઝી ઈસ્ટર્ન કેપને પહેલી જ સીઝનમાં ચેમ્પિયન બનાવીને મોટું કરનામું કરી દેખાડ્યું છે.

SA20માં એડન માર્કરમે ઓલરાઉન્ડ પ્રદર્શન કરીને પણ દેખાડ્યું. તેણે ટીમ માટે 336 રન બનાવ્યા અને 11 વિકેટ પણ લીધી હતી. આ દરમિયાન તેણે સેમીફાઇનલમાં એક સદી પણ લગાવી. એડન માર્કરમના IPL કરિયરની વાત કરીએ તો તેણે IPLમાં 2 સીઝન રમી છે. IPL 2021માં તેણે 6 મેચમાં 146 રન બનાવ્યા. IPL 2022માં તેણે સારું પ્રદર્શન કર્યું અને 14 મેચમાં 381 રન બનાવ્યા. આ દરમિયાન તેણે 3 અડધી સદી પણ બનાવી. IPLમાં તે 20 મેચોમાં 134ની સ્ટ્રાઈક રેટથી 527 રન બનાવી ચૂક્યો છે.

સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ:

હેરી બ્રુક, રાહુલ ત્રિપાઠી, મયંક અગ્રવાલ, હેનરિક ક્લાસેન, એડન માર્કરમ (કેપ્ટન), ગલેન ફિલિપ્સ, ઉપેન્દ્ર યાદવ, નીતિશ કુમાર રેડ્ડી, અનમોલપ્રીત સિંહ, સમર્થ વ્યાસ, સનવીર સિંહ, મયંક ડાંગર, વિવારાંત શર્મા, અબ્દુલ સમદ, માર્કો યાનસેન, અભિષેક શર્મા, વૉશિંગટન સુંદર, ઉમરાન માલિક, અઝલહક ફારુકી, કાર્તિક ત્યાગી, ટી. નટરાજન, ભુવનેશ્વર કુમાર, અકીલ હુસેન, આદિલ રાશિદ, મયંક માર્કંડે.

સનરાઇઝર્સ હૈદરાબાદનું આખું શેડ્યૂલ:

2 એપ્રિલ-સનરાઇઝર્સ હૈદરાબાદ વર્સિસ RR, હૈદરાબાદ (સાંજે 3:30 વાગ્યે)

7 એપ્રિલ સનરાઇઝર્સ હૈદરાબાદ વર્સિસ LSG, હૈદરાબાદ (સાંજે 7:30 વાગ્યે)

9 એપ્રિલ સનરાઇઝર્સ હૈદરાબાદ વર્સિસ PKBS, હૈદરાબાદ (સાંજે 7:30 વાગ્યે)

14 એપ્રિલ- સનરાઇઝર્સ હૈદરાબાદ વર્સિસ KKR, કોલકાતા (સાંજે 7:30 વાગ્યે)

18 એપ્રિલ સનરાઇઝર્સ હૈદરાબાદ વર્સિસ MI, હૈદરાબાદ (સાંજે 7:30 વાગ્યે)

21 એપ્રિલ સનરાઇઝર્સ હૈદરાબાદ વર્સિસ CSK, ચેન્નાઈ (સાંજે 7:30 વાગ્યે)

24 એપ્રિલ સનરાઇઝર્સ હૈદરાબાદ વર્સિસ DC, હૈદરાબાદ (સાંજે 7:30 વાગ્યે)

29 એપ્રિલ સનરાઇઝર્સ હૈદરાબાદ વર્સિસ DC, દિલ્હી (સાંજે 7:30 વાગ્યે)

4 મે સનરાઇઝર્સ હૈદરાબાદ વર્સિસ KKR, (સાંજે 7:30:30 વાગ્યે)

7 મે સનરાઇઝર્સ હૈદરાબાદ વર્સિસ RR, જયપુર (સાંજે 7:30:30 વાગ્યે)

13 મે સનરાઇઝર્સ હૈદરાબાદ વર્સિસ LSG, હૈદરાબાદ (બપોરે 3:30 વાગ્યે)

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp