અફઘાનિસ્તાનના મેન્ટર બનતા પહેલા શું અજય જાડેજાએ પાકિસ્તાન ફોન કરેલો?

PC: telegraphindia.com

વર્લ્ડ કપ 2023ની 22મી મેચમાં અફઘાનિસ્તાને કમાલનું પ્રદર્શન કરતા પાકિસ્તાનને 8 વિકેટથી હરાવ્યું હતું. અફઘાનિસ્તાનની આ જીત પછી લોકો ભારતના પૂર્વ ક્રિકેટર અજય જાડેજાને પણ સલામ કરી રહ્યા છે. જે હાલમાં અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના મેન્ટરના રોલમાં છે. આ બધાની વચ્ચે જાડેજાને લઇ પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર રાશિદ તલીફે એક મોટી વાત કહી છે.

વર્લ્ડ કપ 2023માં અફઘાનિસ્તાને કમાલ કરી છે. આ ટૂર્નામેન્ટમાં આ ટીમે બે મોટા અપસેટ સર્જ્યા છે. પહેલા ઈંગ્લેન્ડ અને પછી પાકિસ્તાનને હરાવ્યા પછી અફઘાનિસ્તાનની ટીમ જુસ્સામાં છે. પાકિસ્તાનને એકતરફી મેચમાં 8 વિકેટે માત આપી. પાકિસ્તાન સામેની મેચમાં અફઘાનિસ્તાનના દરેક ખેલાડીઓએ પોતાનો 100 ટકા ફાળો આપ્યો. બોલિંગમાં નૂર અહેમદ અને નવીને કમાલ કરી. તો બેટિંગમાં શરૂઆતી 4 બેટ્સમેનોના ફાળાથી અફઘાનિસ્તાને પાકિસ્તાનનો જુસ્સો તોડી નાખ્યો. અફઘાનિસ્તાનની આ જીતમાં ભારતના પૂર્વ ક્રિકેટર અજય જાડેજાનો પણ ફાળો છે. તે ટીમના મેન્ટર છે.

ભારત માટે અજય જાડેજાએ 200થી વધારે આંતરરાષ્ટ્રીય મેચ રમી છે અને આ રમતમાં તેમની સમજ કમાલની છે.જણાવીએ કે અફઘાનિસ્તાનની ટીમે વર્લ્ડ કપ પહેલા અજય જાડેજાને મેનેજમેન્ટમાં સામેલ કર્યો હતો. આ બધાની વચ્ચે જાડેજાના અફઘાન ટીમના જોડાવાને લઇ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર રાશિદ લતીફે મોટો દાવો કર્યો છે.

રાશિદ લતીફે પાકિસ્તાની મીડિયા સાથેની વાતચીતમાં દાવો કર્યો કે અજય જાડેજાએ અફઘાનિસ્તાનના મેન્ટર બનવા પહેલા તેને ફોન કર્યો હતો. રાશિદ લતીફને જાડેજાએ પૂછ્યું હતું કે, અફઘાનિસ્તાનની ટીમ કેવી છે? જેના પર લતીફે કહ્યું કે, તું એ લોકોને શીખવવાની કોશિશ કરશે પણ અંતમાં અફઘાની ખેલાડીઓ પાસેથી ઘણું શીખી જશે.

જાડેજા છે અફઘાનિસ્તાનના ફેન

તમને જણાવીએ કે, અજય જાડેજા આ ટીમના ફેન છે. તેનું માનવું છે કે, ક્રિકેટની ગેમમાં જેટલો સુધાર અફઘાનિસ્તાનની ટીમે કર્યો છે, તેના માટે અન્ય ટીમોને 50 થી 100 વર્ષ લાગી જશે. આ ટીમ 20 વર્ષમાં મજબૂત બનીને સામે આવી ગઇ છે. જાડેજાનું માનવું છે કે, ટૂંક સમયમાં અફઘાનિસ્તાનની ટીમ દુનિયામાં સૌથી ખતરનાક બની જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp