આ 36 વર્ષીય ખેલાડીને ODI વર્લ્ડ કપમાં સ્થાન મળે તેવી અજય જાડેજાની માગ

PC: sportstime247.com

ODI વર્લ્ડ કપ આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતની ધરતી પર રમાવાનો છે. ટીમ ઈન્ડિયા અત્યારથી આ વર્લ્ડ કપની તૈયારીઓમાં વ્યસ્ત છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BCCIએ આ વર્લ્ડ કપ માટે 20 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કર્યા છે. શોર્ટલિસ્ટ કરાયેલા આ 20 ખેલાડીઓના નામ જાહેર કરવામાં આવ્યા નથી, પરંતુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, રવિચંદ્રન અશ્વિનનું નામ આ લિસ્ટમાં નહીં હોય.

હવે ભારતના પૂર્વ ક્રિકેટર અજય જાડેજાએ અશ્વિનને લઈને મોટું નિવેદન આપ્યું છે. અજય જાડેજા ઇચ્છે છે કે, અનુભવી સ્પિનર રવિચંદ્રન અશ્વિનને વર્લ્ડ કપ 2023માં તક મળે. જાડેજા માને છે કે ઘર આંગણે રમાતી મેચની પરિસ્થિતિમાં સ્પિન નિર્ણાયક બની શકે છે. રસપ્રદ વાત એ છે કે, 36 વર્ષીય અશ્વિનને શ્રીલંકા સામે આગામી ત્રણ મેચની વનડે શ્રેણી માટે પણ ટીમમાં જગ્યા મળી નથી. આમ પણ, અશ્વિને તેની છેલ્લી વનડે ગયા વર્ષની શરૂઆતમાં દક્ષિણ આફ્રિકા સામે રમી હતી.

અજય જાડેજાએ કહ્યું, 'હું અશ્વિનને ભારતમાં યોજાનાર વર્લ્ડ કપમાં રમતા જોવા માંગુ છું, કારણ કે સ્પિન ખૂબ જ મહત્વપૂર્ણ હશે. ચહલને હમણાં રમાડવાની જરૂર નથી, તેને વર્લ્ડ કપમાં રમવાની જરૂર છે. તમે ઇચ્છો કે ના ઇચ્છો તો પણ તે તૈયાર છે.' અજય જાડેજાએ કહ્યું કે તે વર્લ્ડ કપની ટીમમાં જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીને ચોક્કસપણે પસંદ કરશે.

જાડેજાએ કહ્યું, 'હું ચોક્કસપણે જસપ્રિત બુમરાહને સામેલ કરીશ. હું હમણાં ફક્ત વર્તમાન ફોર્મ પર જઈ રહ્યો છું. હું શમી સાથે જઈશ, હું તેને બહાર કાઢી શકું એવો કોઈ રસ્તો નથી.' ભૂતપૂર્વ ક્રિકેટરે કહ્યું કે, 'અર્શદીપ સિંહ ભારતના પેસ આક્રમણનું ભવિષ્ય છે અને શ્રીલંકા સામેની શ્રેણીમાં પરાજય છતાં વર્લ્ડ કપ દરમિયાન ટીમ માટે નિર્ણાયક રહેશે.

જાડેજા કહે છે, 'હું અર્શદીપ સિંહ સાથે જઈશ. તેની છેલ્લી કેટલીક મેચો ભલે સારી ન રહી હોય, પરંતુ તે ભવિષ્ય છે. તે એકમાત્ર ડાબા હાથનો બોલર છે જેને તમે જોઈ રહ્યા છો. તે નવા બોલ સાથે શાનદાર છે. તે જૂના બોલથી એટલો સારો છે કે ભારતીય ટીમે નવા બોલને બદલે જૂના બોલથી તેનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે, જે દુર્ભાગ્યપૂર્ણ છે.'

અજય જાડેજાએ કહ્યું કે, 'ઉમરાન મલિક અને યુઝવેન્દ્ર ચહલે વર્લ્ડ કપમાં ભારતના બાકી બોલિંગ આક્રમણની જવાબદારી ઉઠાવવી જોઈએ. હવે ભારતીય ટીમ શ્રીલંકા સામે વનડે શ્રેણી રમવા જઈ રહી છે, જેની પ્રથમ મેચ 10 જાન્યુઆરીએ ગુવાહાટીના બરસાપારા સ્ટેડિયમમાં રમાશે. રોહિત શર્મા વનડે શ્રેણીમાં ભારતીય ટીમની કમાન સંભાળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp