ભારતીય ટીમથી બહાર ચાલી રહેલા રહાણેનો છલકાયો દર્દ, બોલ્યો-કાશ હું પહેલા...

PC: zeenews.india.com

ભારતીય ટીમથી બહાર ચાલી રહેલા દિગ્ગજ ખેલાડી અજિંક્ય રહાણે આ સમયે રણજી ટ્રોફીમાં મુંબઇ તરફથી રમતા જોરદાર બેટિંગ કરતો નજરે પડી રહ્યો છે. અજિંક્ય રહાણેએ હાલમાં જ પોતાના ઉતાર-ચડાવ ભરેલા કરિયરને લઇને મોટું નિવેદન આપ્યું છે. તેણે છેલ્લી વખત ભારત તરફથી દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ રમી હતી, જેમાં તેનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું, ત્યારબાદ તેને ફરી રમવાનો ચાંસ મળ્યો નથી. આ અનુસંધાને અજિંક્ય રહાણેએ એ ઇમોશનલ નિવેદન આપ્યું છે. તેણે પોતાની વાપસીને લઇને શું કહ્યું ચાલો આ આર્ટિકલમાં જાણીએ.

ભારતીય ટીમાં છેલ્લા કેટલાક સમયથી દિગ્ગજ ખેલાડી અજિંક્ય રહાણે પોતાની જગ્યા બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. હાલમાં તે રણજી ટ્રોફી 2023માં મુંબઇ તરફથી શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. અજિંક્ય રહાણેએ દિલ્હી વિરુદ્ધ થનારી મેચ અગાઉ એક ન્યૂઝ એજન્સી સાથ વાતચીત કરી હતી. તેણે જણાવ્યું કે, હું જૂના સમય બાબતે વિચારી રહ્યો હતો, જ્યારે હું પહેલી વખત રણજી ટ્રોફીમાં આવ્યો હતો (વર્ષ 2007માં). હું કઇ રીતે રમતો હતો, મારા વિચારવાની પ્રક્રિયા શું હતું. હું ફરી યોજના બનાવી રહ્યો છું અને હું તે અજિંક્ય બનવાનો પ્રયત્ન કરી રહ્યો છે જે હું પોતાના શરૂઆતી દિવસોમાં રહેતો હતો.

તેણે આગળ કહ્યું કે, તેમાં કોઇ શંકા નથી કે નાના બદલાવથી તમારે એક ખેલાડીના રૂપમાં સતત વિકાસ કરવાનું હોય છે અને પોતાની રણનીતિઓ પર કામ કરવું અને સુધાર ચાલુ રાખવાનો હોય છે. કોઇ મોટો બદલાવ નહીં, પરંતુ નાના બદલાવ, કૌશલ્યનાં હિસાબે હવે મને મુંબઇ માટે વિચારવું પડશે અને તેના માટે સારું કરવું પડશે. મારા મનમાં પૂરી રીતે એ જ છે. જો વાત કરીએ અજિંક્ય રહાણેના ક્રિકેટ કરિયરની તો તેણે 82 ટેસ્ટ મેચોમાં 4,931 રન બનાવ્યા છે જેમાં તેણે 12 સદી બનાવી છે. તો વન-ડે ક્રિકેટમાં તેણે 90 મેચોમાં 2,962 રન બનાવ્યા છે. T20 ઇન્ટરનેશનલમાં 20 મેચ રમી છે જેમાં તેણે 375 રન બનાવ્યા છે.

ભારતીય ટીમથી બહાર થયા બાદ રહાણે ઘરેલુ ક્રિકેટમાં સારું પ્રદર્શન કરી રહ્યો છે. તેણે પોતાની વાપસીને લઇને પોતાની બધી તૈયારીઓ શરૂ કરી દીધી છે. એટલું જ નહીં તેણે મુંબઇ તરફથી રમતા હૈદરાબાદ વિરૃદ્ધ વિસ્ફોટક અંદાજમાં બેવડી સદી ઠોકી હતી. ત્યારબાદ પણ તેણે પોતાની શાનદાર રમત યથાવત રાખતા 191 રનોની ઇનિંગ રમી હતી. જો કે આ વખત તે બીજી બેવડી સદી માટે માત્ર 9 રનથી ચૂકી ગયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp