આકાશ ચોપરાએ પસંદ કર્યા 2022ના ટોપ-5 T20 બેટ્સમેન, આ બે ભારતીયના નામ સામેલ

PC: cricfit.com

વર્ષ 2022નો અંત થતા-થતા ભારતીય પૂર્વ ક્રિકેટર, હાલના કમેન્ટેટર અને ક્રિકેટ એક્સપર્ટ આકાશ ચોપડાએ આ વર્ષના ટોપ-5 T20 બેટ્સમેનોની જાહેરાત કરી દીધી છે. તેમની આ લિસ્ટમાં સૂર્યકુમાર યાદવનું નામ છે, તો બીજા ભારતીયના રૂપમાં તેમણે વિરાટ કોહલીને પસંદ કર્યો છે.વિરાટ કોહલીનું નામ તમને હેરાન કરી શકે છે, પરંતુ તેના આ વર્ષના આંકડા ટોપ-5માં તેની જગ્યા બનાવે છે. એ સિવાય આકાશ ચોપડાએ પાકિસ્તાન, ઝીમ્બાબ્વે અને ન્યૂઝીલેન્ડથી એક-એક ખેલાડીને પસંદ કર્યો છે. આવો જાણીએ તેમની બાબતે.

સૂર્યકુમાર યાદવ:

આકાશ ચોપડાએ કહ્યું કે, આ વર્ષ સૂર્યકુમાર યાદવના નામે રહ્યું છે, બાકી ટીમ માટે તે આટલું સારું રહ્યું નથી. ભારતીય ટીમ એશિયા કપમાં હારી, T20 વર્લ્ડ કપની સેમીફાઇનલથી બહાર થઇ. ભારતનું T20માં આ વર્ષે સારું ન રહ્યું, પરંતુ સૂર્યા અલગ જ ચમક્યો. તો ICC T20 રેન્કિંગમાં નંબર પર રહ્યો છે. મારા માટે તે વર્ષનો નંબર-1 બેટ્સમેન છે. સૂર્યકુમાર યાદવના બેટથી આ વર્ષે 31 ઇનિંગમાં 1,164 રન નીકળ્યા છે, એ સિવાય આ વર્ષે કોઇ પણ બેટ્સમેન 1000 રનનો આંકડો પાર કરી શક્યો નથી. તેની વર્ષ 2022માં 187ની સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા છે. સૂર્યકુમાર યાદવની એવરેજ 46 કરતા વધુની રહી છે.

મોહમ્મદ રિઝવાન:

આકાશ ચોપડાએ કહ્યું કે સૂર્યકુમાર યાદવ બાદ આ લિસ્ટમાં બીજા નંબર પર પાકિસ્તાની બેટ્સમેન મોહમ્મદ રિઝવાને છે. તેણે આ વર્ષે 25 મેચોમાં 996 રન બનાવ્યા છે. તેની એવરેજ 45 કરતા વધુની છે, પરંતુ સ્ટ્રાઇક રેટ 125 પાસે છે જે આઇડિયલ નથી, પરંતુ તેણે 1000ની આસપાસ રન બનાવ્યા છે. જો મને એક એન્ડથી એવો ખેલાડી મળી જાય તો હું બીજી તરફ કહીશ જાઓ અને મારો.

વિરાટ કોહલી:

આકાશ ચોપડાએ કહ્યું કે, ત્રીજા નંબર પર એવું લાગી રહ્યું હતું કે આ વ્યક્તિનું નામ નહીં હોય, કોઇ ચાંસ જ લાગી રહ્યો નહોતો, કેમ કે તેની વર્ષ ખૂબ ખરાબ ચાલી રહ્યું હતું. IPLમાં પણ તેનું પ્રદર્શન સારું રહ્યું નહોતું, પરંતુ વર્ષનો અંત આવતા-આવતા તેણે પલટવાર કર્યો. અહીં હું વિરાટ કોહલીની વાત કરી રહ્યો છું. વિરાટ કોહલીએ 20 મેચોમાં 781 રન બનવ્યા છે. વિરાટ કોહલીની સ્ટ્રાઇક રેટ 138ની રહી છે તો તેની એવરેજ લગભગ 56ની હતી. વર્લ્ડ કપમાં વિરાટ કોહલીનું પ્રદર્શન સરાહનીય રહ્યું છે.

સિકંદર રઝા:

સિકંદર રઝા પર બોલતા આકાશ ચોપડાએ કહ્યું કે, નંબર 4 પર હું સિકંદર રઝાને રાખી રહ્યો છું. ત્યારબાદ હું ડાબોડી પસંદ કરીશ. તેને મેં એટલે પસંદ કર્યો કેમ કે એક તો તે ઝીમ્બાબ્વે માટે રમે છે અને જે નંબર પર બેટિંગ કરે છે તે સરળ નથી. વર્લ્ડ કપ યર અને વર્લ્ડ કપમાં પણ તેણે સારું પ્રદર્શન કર્યું છે. 24 ઇનિંગમાં તેના નામે 735 રન છે અને 151ની સ્ટ્રાઇક રેટટ છે. તે ઘણી વખત પોતાનાથી સારી ટીમો વિરુદ્ધ રમે છે. તેનો રેકોર્ડ શાનદાર છે.

ડેવોન કોનવે:

આકાશ ચોપડાએ કહ્યું કે, નંબર-5 પર આંકડાઓના હિસાબે બાબર આઝમનું નામ આવે છે, પરંતુ મારી લિસ્ટમાં તે નથી. મેં અહીં ડેવોન કોનવેને પસંદ કર્યો છે. તે આ વર્ષે 15 જ મેચ રમ્યો છે, જેમાં 47 કરતા વધુની એવરેજથી 568 રન બનાવ્યા છે. જો તે આ જ એવરેજ સાથે વધુ 10 મેચ રમતો તો તે સૌથી ઉપર આવી શકતો હતો. તે પછી સૂર્યાની આસપાસ હોત.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp