મોદી સરકાર ઈચ્છે તો પાક. આવી શકે છે ટીમ ઈન્ડિયા, BCCI પણ કંઇ નહીં કરી શકશેઃઅખ્તર

PC: indianexpress.com

2023 વનડે વર્લ્ડ કપ માટે કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયુ છે. ભારત પોતાની ICC ટ્રોફીનો દુષ્કાળ સમાપ્ત કરવાની આશા સાથે ટૂર્નામેન્ટની મેજબાની કરવા માટે તૈયાર છે. જોકે, ઘણી અન્ય ટીમો પણ છે જે ટાઇટલ જીતવાની પ્રબળ દાવેદાર છે. તેમાંથી એક છે બાબર આઝમના નેતૃત્વવાળી પાકિસ્તાન ક્રિકેટ ટીમ. પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરને લાગે છે કે, વનડે વર્લ્ડ કપમાં ભારત વર્સીસ પાકિસ્તાન ફાઇનલ થઈ શકે છે. જો એવુ થાય છે, તો અખ્તર ઈચ્છે છે કે પાકિસ્તાન 2011નો બદલો લે.

2011 વનડે વર્લ્ડ કપ પણ ભારતમાં રમવામાં આવ્યો હતો. ત્યારે ભારતીય ક્રિકેટ ટીમે ફાઇનલમાં શ્રીલંકાની ટીમને હરાવી હતી અને ટાઇટલ પર કબ્જો જમાવ્યો હતો. જોકે, તે પહેલા સેમીફાઇનલમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને ખરાબ રીતે હાર આપી હતી. આ અંગે અખ્તર ઇચ્છે છે કે, બાબર આઝમ મુંબઈ અથવા અમદાવાદ જ્યાં પણ વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમાય ત્યાં ભારતને હરાવીને ટ્રોફી પર પોતાનો કબ્જો જમાવે. શોએબ અખ્તરે એક સ્પોર્ટ્સ ચેનલ સાથે વાતચીતમાં કહ્યું હતું કે- હું ભારત વર્સીસ પાકિસ્તાન ફાઇનલ રમાઇ એવુ ઇચ્છુ છું, ભલે પછી તે મુંબઈમાં રમાવાની હોય કે પછી અમદાવાદમાં. તેણે કહ્યું- 2011નો બદલો લેવાનો છે આ વખતે.

શોએબ અખ્તરને એશિયા કપ વિવાદ અંગે પણ સવાલ પૂછવામાં આવ્યો હતો. તેના જવાબમાં તેણે કહ્યું હતું કે- PCB અને BCCI સામસામે છે. BCCI એશિયા કપ માટે ભારતીય ટીમને પાકિસ્તાન મોકલવા માટે તૈયાર નથી, તેમજ PCB પોતાના ઘરમાં જ સમગ્ર એશિયા કપની મેજબાની કરવા માંગે છે. શોએબ અખ્તરને લાગે છે કે, આ મામલો એટલો ધ્યાન આપવા યોગ્ય નથી કારણ કે, બંને દેશોની સરકારો જ નક્કી કરી શકે છે કે શું થશે.

શોએબ અખ્તરે વધુમાં કહ્યું કે- આ બકવાસ વાતો છે. ના તો BCCI અને ના PCB આ મામલામાં કંઈ કરી શકે છે. BCCI ભારત સરકારને પૂછ્યા વિના કંઈ ના કરી શકે. આપણું બોર્ડ પણ આપણી સરકારની સલાહ લીધા વિના કંઈ કરી ના શકે. જ્યારે ભારત-પાકિસ્તાન મેચની વાત આવે છે તો દરેક વ્યક્તિ પોતાના અભિપ્રાય આપે છે. મારો બંને પક્ષોના તમામ પૂર્વ ખેલાડીઓને અનુરોધ છે, કૃપા કરીને અનાવશ્યક ટિપ્પણી કરવાથી દૂર રહો. તેણે આગળ કહ્યું- જો નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર લીલી ઝંડી આપશે, તો BCCI કોણ છે જે એ નક્કી કરે કે તે પાકિસ્તાન જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp