કેમ એમ્બાપ્પેએ ફગાવી 2700 કરોડની ઓફર? મેસી-રોનાલ્ડો પણ જઇ ચૂક્યા છે બીજી લીગ તરફ

સાઉદી અરબની ફૂટબૉલ ટીમ અલ હિલાલે ફ્રાન્સના સ્ટાર ખેલાડી કીલિયન એમ્બાપ્પેને સાથે જોડાવા માટે રેકોર્ડ 332 મિલિયન ડૉલર (ભારતીય ચલણ મુજબ લગભગ 2716 કરોડ) રૂપિયાની ઓફર કરી હતી. હવે વીડિયો રિપોર્ટ્સ મુજબ, કીલિયન એમ્બાપ્પેએ આ ઓફર ફગાવી દીધી છે. 24 વર્ષીય કીલિયન એમ્બાપ્પેએ ઓછી ઉંમરમાં મોટી મોટી સફળતાઓ હાંસલ કરી છે. ગયા વર્ષે કતરમાં થયેલા ફિફા વર્લ્ડ કપ 2022ની ફાઇનલમાં કીલિયન એમ્બાપ્પેએ આર્જેન્ટિના વિરુદ્ધ હેટ્રીક લગાવી હતી.

જો કે, તે ફાઇનલ મેચ આર્જેન્ટિનાએ પેનલ્ટી શૂટઆઉટમાં પોતાના નામે કરી હતી. મીડિયા રિપોર્ટ્સ મુજબ, કીલિયન એમ્બાપ્પે સ્પેનિસ ક્લબ મેડ્રિડ સાથે કોન્ટ્રાક્ટ સાઇન કરી ચૂક્યો છે, જેના કારણે તેણે આ ઓફર ફગાવી છે. જો કીલિયન એમ્બાપ્પે રિયલ મેડ્રિડ સાથે જોડાય છે તો તેની પાસે ચેમ્પિયન્સ લીગ અને લા લીગા જેવી પ્રતિયોગીતાઓ જીતવાનો સારો અવસર રહેશે. એવામાં કીલિયન એમ્બાપ્પે પેરિસ સેન્ટ જર્મન (PSG) સાથે પોતાનો કોન્ટ્રાક્ટ અગાળ વધારવા માગતો નથી.

PSG સાથે કીલિયન એમ્બાપ્પેનો કોન્ટ્રાક્ટ વર્ષ 2024માં સમાપ્ત થઈ રહ્યો છે એટલે કે કીલિયન એમ્બાપ્પે આ વર્ષે નવો કોન્ટ્રાક્ટ સાઇન કરતો નથી તો તે આગામી વર્ષે ફ્રી એજન્ટ થઈ જશે. ફ્રી એજન્ટ થવાના કારણે તે જે ક્લબમાં જવા માગતો હોય, પોતાની મરજીથી જઈ શકે છે. PSGએ તેને નવો કોન્ટ્રાક્ટ સાઇન કરવા માટે મનાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ કીલિયન એમ્બાપ્પે સ્પષ્ટ કરી ચૂક્યો છે કે તે PSG સાથે કોન્ટ્રાક્ટ સાઇન નહીં કરે.

કીલિયન એમ્બાપ્પે જો ફ્રી એજન્ટ બની જાય છે તો PSGને ખૂબ મોટું નુકસાન થઈ શકે છે. એવામાં PSG કીલિયન એમ્બાપ્પેને આ વર્ષે કોઈ બીજા ક્લબ સાથે વેચવાની જુગાડમાં લાગી ગયું છે. PSGએ વર્ષ 2018માં કીલિયન એમ્બાપ્પેને મોનાકો પાસેથી 180 મિલિયન યુરો (લગભગ 1631 કરોડ રૂપિયા)માં ખરીદ્યો હતો. આ કારણે PSG નહીં ઈચ્છે કે કીલિયન એમ્બાપ્પે આગામી વર્ષે ફ્રી એજન્ટ બનીને ક્લબને અલવિદા કહે. જો કીલિયન એમ્બાપ્પેની આ વર્ષે અલ હિલાલ સાથે ડીલ થઈ જાય છે તો PSGને બમ્પર ફાયદો થતો.

ઉલ્લેખનીય છે કે, લિયોનલ મેસી અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો યુરોપિયન ફૂટબૉલને પહેલા જ બાય-બાય કહી ચૂક્યા છે. મેસીએ પેરિસ સેન્ટ જર્મન સાથે 2 વર્ષનો કોન્ટ્રાક્ટ સમાપ્ત થયા બાદ અમેરિકન ક્લબ ઇન્ટર મિયામીને જોઇન્ટ કરી લીધું હતું. મેસી બાર્સિલોના સાથે ફરીથી જોડાવા માગતો હતો, પરંતુ તેની નાણાકીય સ્થિતિ ડગમગી ગઈ હતી, ત્યારબાદ મેસીએ રાહ ન જોવાનો નિર્ણય લીધો. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ મેનચેસ્ટર યુનાઈટેડ સાથે થયેલા વિવાદના કારણે ક્લબ છોડવાનો નિર્ણય લીધો હતો. મેનચેસ્ટર યુનાટેડ છોડ્યા બાદ રોનલ્ડોએ સાઉદી અરબના અલ નાસર ક્લબ સાથે રેકોર્ડતોડ કોન્ટ્રાક્ટ કર્યો. 3 વર્ષના આ કરારમાં રોનાલ્ડોને દર વર્ષે લગભગ 1831 કરોડ રૂપિયા મળશે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.