પોતાની જ ટીમ પર ભડક્યા બોર્ડર-હેડન, જાણો કેપ્ટન પેટ કમિન્સે શું કહ્યું

PC: BCCI

ઓસ્ટ્રેલિયન ટીમને ભારત વિરુદ્ધ દિલ્હી ટેસ્ટમાં 6 વિકેટે હારનો સામનો કરવો પડ્યો. મોટી વાત એ છે કે ઓસ્ટ્રેલિયાએ 4 ટેસ્ટ મેચોની સીરિઝની શરૂઆતી બંને મેચ 3 દિવસમાં જ ગુમાવી દીધી. એવામાં હવે ઓસ્ટ્રેલિયન દિગ્ગજ અને ત્યાંની મીડિયાએ પોતાની જ ટીમને નિશાના પર લઇ લીધી છે. મીડિયા અને રમત જગતના ઓસ્ટ્રેલિયન દિગ્ગજોએ પોતાની જ ટીમને ખરું-ખોટું સંભળાવી દીધું. સાથે જ તેમણે દિલ્હી ટેસ્ટમાં મળેલી હારને શરમજનક ગણાવી. મેચ દરમિયાન કમેન્ટ્રી કરી રહેલા પૂર્વ ઓસ્ટ્રેલિયન ખેલાડી માર્ક વૉએ કહ્યું કે, આ હાર ઓસ્ટ્રેલિયાને ખૂબ નુકસાન પહોંચાડવાની છે.

માર્ક વૉએ કહ્યું કે, ઓસ્ટ્રેલિયન ટીમ પાસે દિલ્હી ટેસ્ટને જીતવાનો સોનેરી અવસર હતો, પરંતુ હવે સીરિઝમાં વાપસી કરવાનું ખૂબ મુશ્કેલ હશે. આ હાર બાદ ટીમનો આત્મવિશ્વાસ ડગમગી ગયો હશે. કમેન્ટ્રી પેનલમાં ઉપસ્થિત પૂર્વ ઓસ્ટ્રેલિયન દિગ્ગજ મેથ્યૂ હેડને કહ્યું કે, આ વર્લ્ડ ક્લાસના ખેલાડી છે. આપણે જોયું કે તેમણે જીતવા માટે આ સેશનમાં ઘણું બધુ કર્યું. ઓસ્ટ્રેલિયન ટીમ પોતાની આક્રમક રમતના મામલે પાછળ થતી ગઇ. ફોક્સ ક્રિકેટ સાથે વાત કરતા પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન એલન બોર્ડરે કહ્યું કે, તેઓ આ શરમજનક હારથી ખૂબબ નિરાશ અને સ્તબ્ધ છે.

તેમણે કહ્યું કે, આજે જે પ્રકારે ક્રિકેટ રમી છે તેનાથી ખૂબ ગુસ્સે થયો છું. આ બેટિંગ ખૂબ જ ચોંકાવનારી ખરાબ હતી. ઇનિંગને સંભાળવા અને ડિફેન્સિવ ક્રિકેટ રમવા માટે ત્યાં કોઇ નહોતું. ખેલાડી લગભગ દરેક બૉલ પર સ્વીપ શૉટ અને રિવર્સ સ્વીપ રમીને પોતાની વિકેટ ગુમાવી રહ્યા હતા. આ પ્રકારાના ટ્રેક પર રમવા માટે એક પ્લાન હોવો જોઇએ. હાર બાદ કેપ્ટન પેટ કમિન્સે કહ્યું કે, મને લાગ્યું કે ઇનિંગમાં 260 (263)નો સ્કોર સારો હતો, પરંતુ ભારતીય ટીમે શાનદાર બેટિંગ કરી. તમે માત્ર 1-2 સારી પાર્ટનરશિપ સાથે 260ના સ્કોર સુધી સરળતાથી પહોંચી શકો છો.

કમિન્સે કહ્યું કે, પહેલી ઇનિંગ સુધી બધુ બરાબરી પર હતું. મને એ વાતથી ખૂબ નિરાશા થઇ કે મેચ અમારા હાથમાં હતી, પરંતુ અમે તેને ગુમાવી દીધી. અમારે એ વાતની સમીક્ષા કરવી પડશે કે અમે શું અલગ કરી શકીએ છીએ. દરેક પોતાની રમતને કંટ્રોલ કરી શકે છે. કેટલાક બૉલ પર માત્ર તમારું નામ હોય છે. અમારે બેટિંગમાં શૉટ સિલેક્શનની પણ સમીક્ષા કરવી પડશે. બંને મેચ નિરાશાજનક રહી, ખાસ કરીને બીજી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp