રાયડુ ગુસ્સે થયો, કહ્યું- શું બકવાસ છે.. મારી ટ્વીટનું ગાવસ્કર...

PC: timesofindia.indiatimes.com

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023માં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)નો સીનિયર બેટ્સમેન અંબાતી રાયડુ પોતાના ફોર્મમાં દેખાઈ રહ્યો નથી. ચેન્નાઈ સુપર કિંગ્સનિ ટીમે આ સીઝનમાં અત્યાર સુધી 8 મેચ રમી છે અને અંબાતી રાયડુના બેટથી માત્ર 83 રનનું યોગદાન આવ્યુ છે. આ દરમિયાન જ્યારે તેણે હાલના ફોર્મ પર એક કરી ટ્વીટ કરી તો લોકોએ તેને મહાન બેટ્સમેન સુનિલ ગાવસ્કરને જવાબ આપવા સાથે જોડી દેવામાં આવ્યું.

આ ટ્વીટ પહેલા સુનિલ ગાવસ્કરે અંબાતી રાયડુના ખરાબ પ્રદર્શન પર પોતાના વિચાર રાખ્યા હતા અને ત્યારબાદ હવે અંબાતી રાયડુનું ટ્વીટ આવ્યું તો કેટલાક લોકોએ તેને સુનિલ ગાવસ્કરની સખત પ્રતિક્રિયા સાથે જોડી દીધી.

ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમને પોતાની છેલ્લી મેચમાં રાજસ્થાન રોયલ્સ (RR) સામે હારનો સામનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં અંબાતી રાયડુ ફરી એક વખત ઇમ્પેક્ટ ખેલાડી તરીકે મેદાનમાં ઉતર્યો, પરંતુ તે ખાતું ખોલ્યા વિના જ આઉટ થઈ ગયો. આ દરમિયાન સુનિલ ગાવસ્કરે કમેન્ટ્રી કરતા કહ્યું હતું કે, ‘તમારે ફિલ્ડિંગ પણ કરવી જોઈએ. તમે માત્ર બેટિંગ કરવા નહીં આવી શકો અને આવતા જ બૉલને હિટ કરવાનું નહીં શરૂ કરી શકો. સાથે જ તે સફળતા વિના બેટિંગ કરવા આવી રહ્યો છે. કોઈ ફિલ્ડિંગ નહીં, કોઈ સ્કોરિંગ નહીં.’

ત્યારબાદ અંબાતી રાયડુએ ટ્વીટર પર લખ્યું કે, ‘ઉતાર-ચડાવ જિંદગી અને રમતનો મહત્ત્વનો હિસ્સો છે. આપણે સકારાત્મક રહેવું જોઈએ અને સખત મહેનત કરતા રહેવું જોઈએ અને વસ્તુ બદલાઈ જશે. પરિણામ હંમેશાં તમારા પ્રયાસોનું પ્રમાણ હોતું નથી. એટલે હંમેશાં હસતા રહો અને પ્રક્રિયાનો આનંદ લો. ત્યારબાદ કેટલાક ફેન્સે તેને સુનિલ ગાવસ્કરની કમેન્ટ સાથે જોડી દીધી અને કહેવા લાગ્યા કે અંબાતી રાયડુએ સુનિલ ગાવસ્કરને જવાબ આપ્યો છે.

જો કે જ્યારે અંબાતી રાયડુને આ વાતની જાણકારી મળી તો તે હેરાન રહી ગયો. તેણે કહ્યું કે, મારી ટ્વીટનું મહાન સુનિલ ગાવસ્કરની ટિપ્પણી સાથે કોઈ-લેવું દેવું નથી. તેણે એક અન્ય ટ્વીટમાં આ બાબતે સફાઇ આપતા કહ્યું કે, ‘શું બકવાસ છે.. મારી ટ્વીટનું મહાન મિસ્ટર ગાવસ્કર (સુનિલ)ની ટિપ્પણી સાથે કોઈ લેવું-દેવું નથી. તેમના વિચારોનું પૂરું સન્માન કરવામાં આવે છે અને જ્યાં સુધી ફિલ્ડિંગની વાત છે તો એક ખેલાડી એ નક્કી કરે છે કે તે ફિલ્ડિંગ કરવા માગે છે કે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp