અમેરિકામાં રમાશે ભારત-પાકિસ્તાન મેચઃ અમેરિકન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષનો દાવો

PC: sportstiger.com

ICC પોતાની દરેક ટૂર્નામેન્ટમાં ઓછામાં ઓછી એક ભારત-પાકિસ્તાનની મેચ જરૂર કરાવે છે. 2024 T20 વર્લ્ડ કપમાં પણ આ બે ચિર પ્રતિદ્વંદ્વિઓની ટક્કર થશે. આ વર્લ્ડ કપ વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાની સંયુક્ત મેજબાનીમાં યોજાવાનો છે. અમેરિકી ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ અતુલ રાયે દાવો કર્યો છે કે, ભારત-પાકિસ્તાન મેચ અમેરિકામાં જ રમાશે, વેસ્ટ ઈન્ડિઝમાં નહીં. અતુલ રાયે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું છે, ફ્લોરિડામાં ભારત-વેસ્ટ ઈન્ડિઝ મેચને લોકલ ફેન્સ તરફથી સારો રિસ્પોન્સ મળ્યો હતો. મેચની બધી ટિકિટ વેચાઈ ગઈ હતી. આથી, અમને લાગે છે કે જો ભારત-પાકિસ્તાન વર્લ્ડ કપ મેચ પણ અહીં રમાય તો તેને ફેન્સનો જબરદસ્ત સપોર્ટ મળશે.

જણાવી દઈએ કે, ગત વર્ષે ઓગસ્ટમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાનો પ્રવાસ કર્યો હતો. આ દરમિયાન ટીમ ઈન્ડિયાએ 5 T20 અને ત્રણ વનડેની સીરિઝ રમી હતી. છેલ્લી T20 ફ્લોરિડામાં રમાઈ હતી, જેને ભારતે 88 રનોથી જીતી હતી. ટીમ ઈન્ડિયાએ આ T20 સીરિઝ 4-1થી પોતાના નામે કરી હતી. ICCની ટૂર્નામેન્ટ કમિટીએ બેવાર અમેરિકાના અલગ-અલગ શહેરોનો પ્રવાસ કર્યો છે. તેણે ઘણા મેદાનોનું નીરિક્ષણ કર્યું છે. 2024 T20 વર્લ્ડ કપની આ મેચની મેજબાની અમેરિકાને આપવામાં આવી રહી છે, કારણ કે ત્યાં ભારત અને પાકિસ્તાન મૂળની ઘણી આબાદી રહે છે. તેની પાછળનું બીજું કારણ એ છે કે, ICC અમેરિકામાં પણ ક્રિકેટને લોકપ્રિય બનાવવા ઈચ્છે છે. હાલ ત્યાં બેઝબોલ, બાસ્કેટબોલ, ફુટબોલ જેવી ગેમ લોકપ્રિય છે.

T20 વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન મેચ

મેચ

ક્યારે રમાઈ

ક્યાં

કોણ જીત્યું

પહેલી

14 સપ્ટેમ્બર, 2007

ડરબન

ટાઈ

બીજી

24 સપ્ટેમ્બર, 2007

જોહાનિસબર્ગ

ભારત

ત્રીજી

30 સપ્ટેમ્બર, 2012

કોલંબો

ભારત

ચોથી

21 માર્ચ, 2014

મીરપુર

ભારત

પાંચમી

19 માર્ચ, 2016

ઈડન ગાર્ડન્સ

ભારત

છઠ્ઠી

24 માર્ચ, 2021

દુબઈ

પાકિસ્તાન

સાતમી

23 ઓક્ટોબર, 2022

મેલબર્ન

ભારત

 

ભારત-પાકિસ્તાન રાઈવલરી દુનિયામાં જાણીતી છે. છેલ્લાં 10 વર્ષથી બંને ટીમો વચ્ચે દ્વિપક્ષીય સીરિઝ નથી રમાઈ રહી. ICC તેનો ફાયદો ઉઠાવે છે અને પોતાની દરેક ટૂર્નામેન્ટમાં આ બંને ટીમો વચ્ચે મેચનું આયોજન કરે છે. સામાન્યરીતે આ મેચ ટૂર્નામેન્ટના શરૂઆતી ચરણમાં હોય છે. તેને કારણે ટૂર્નામેન્ટને હાઈપ મળે છે. એવામાં ICC અને મેજબાન દેશને ટિકિટ, સ્પોન્સર વગેરે દ્વારા સારી કમાણી થાય છે. સમગ્ર વર્લ્ડ કપની એક તૃતિયાંશ વ્યૂઅરશિપ આ જ મેચ દ્વારા આવે છે.

વનડે વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન મેચ

મેચ

ક્યારે રમાઈ

ક્યાં

કોણ જીત્યું

પહેલી

4 માર્ચ, 1992

સિડની

ભારત

બીજી

9 માર્ચ, 1996

બેંગલુરુ

ભારત

ત્રીજી

8 જૂન, 1999

મેનચેસ્ટર

ભારત

ચોથી

1 માર્ચ, 2003

સેન્ચુરિયન

ભારત

પાંચમી

30 માર્ચ, 2011

મોહાલી

ભારત

છઠ્ઠી

15 ફેબ્રુઆરી, 2015

એડિલેડ

ભારત

સાતમી

16 જૂન, 2019

મેનચેસ્ટર

ભારત

બીજા T20 વર્લ્ડ કપ 2024માં યોજાવાનો છે. આ પહેલા આ જ વર્ષે વનડે વર્લ્ડ કપ ભારતમાં રમાવાનો છે. તેમા પણ ભારત-પાકિસ્તાન મેચ યોજાવાની છે. જોકે, હાલ બંને દેશોના બોર્ડની વચ્ચે એશિયા કપને લઈને ખેંચતાણ ચાલી રહી છે. ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ અને એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ જય શાહે કહ્યું છે કે, ભારતીય ટીમ એશિયા કપ રમવા પાકિસ્તાન નહીં જશે. આથી, એશિયા કપ પાકિસ્તાનની બહાર યોજવામાં આવશે. પાકિસ્તાની ક્રિકેટ બોર્ડ તેનો વિરોધ કરી રહ્યું છે. PCBના પૂર્વ ચેરમેન રમીઝ રાજાએ ત્યાં સુધી કહી દીધુ હતું કે, જો ભારતીય ટીમ પાકિસ્તાન નહીં આવશે તો પાકિસ્તાનની ટીમ પણ વર્લ્ડ કપ રમવા માટે ભારત નહીં જશે.

ત્યારબાદ રમીઝ રાજાએ ચેરમેન પદ પરથી હાથ ધોવા પડ્યા છે. હવે નઝમ સેઠીને PCBના ચેરમેન બનાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું છે કે, વર્લ્ડ કપ માટે ટીમને ભારત મોકલવી કે ના મોકલવી તેનો નિર્ણય પાકિસ્તાનની સરકાર કરશે. બોર્ડ તે નિર્ણયનું પાલન કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp