
પેરિસ સેન્ટ જર્મેન (PSG) અને રિયાધ ઈલેવન વચ્ચે સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં એક પ્રદર્શની મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેચમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લિયોનલ મેસ્સી આમને-સામને આવ્યા હતા. લિયોનલ મેસ્સી PSG માટે ભાગ લીધો, તો ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ રિયાધ સિઝન ઈલેવન ની કપ્તાની કરી. સાઉદી અરેબિયાની બે ક્લબ અલ નાસેર અને અલ હિલાલ તરફથી રમતા ખેલાડીઓને રિયાધ ઈલેવનમાં સ્થાન મળ્યું હતું. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ તાજેતરમાં અલ નાસેર સાથે રેકોર્ડ બ્રેક ડીલ કરી હતી.
આ પ્રદર્શન મેચ દરમિયાન બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન પણ જોવા મળ્યા હતા. અમિતાભ બચ્ચન જેમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. અમિતાભ બચ્ચને વારાફરતી સ્ટાર ખેલાડીઓ સાથે મુલાકાત કરી. સૌથી પહેલા તે મેસ્સી સહિત પીએસજીના ખેલાડીઓથી મુલાકાત કરી. ત્યારપછી તેમણે રિયાધ સીઝન ઈલેવનના ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યો જેમાં રોનાલ્ડો પણ સામેલ હતો.
Amitabh Bachchan with greatest football players of current generation
— deepak mishra (@deepakmishra_99) January 19, 2023
Messi neymar mbappe ronaldo #football #Ronaldo𓃵 #Messi𓃵 #Neymar #Mbappe𓃵 #AmitabhBachchan pic.twitter.com/zOyJOriuz7
પ્રદર્શની મેચમાં ભાગ લેનારા અન્ય મુખ્ય ખેલાડીઓમાં કિલિયન એમ્બાપ્પે, સર્જિયો રામોસ અને નેમારનો સમાવેશ થાય છે. એમ્બાપ્પે, રામોસ અને નેમાર પેરિસ સેન્ટ-જર્મેનનો ભાગ છે. સાઉદી અરેબિયા માટે આંતરરાષ્ટ્રીય ફૂટબોલ રમનારા સાલેમ અલ-દવસારી અને સઉદ અબ્દુલહમીદ પણ આ પ્રદર્શન મેચનો ભાગ હતા. આ મેચમાં મેસ્સીની ટીમ PSGનો 5-4થી વિજય થયો હતો.
અમિતાભ બચ્ચનની વાત કરીએ તો તેઓ પણ ફૂટબોલના ફેન છે. તેમણે જાહેરમાં સ્વીકાર્યું છે કે તે ઈંગ્લીશ પ્રીમિયર લીગ ક્લબ ચેલ્સીના સમર્થક છે. અમિતાભના પુત્ર અભિષેક બચ્ચન પણ ઈન્ડિયન સુપર લીગમાં ભાગ લેતી ફૂટબોલ ટીમ ચેન્નાઈયિન એફસીના માલિક છે. લિયોનલ મેસીની વાત કરીએ તો, તેની કેપ્ટન્સીમાં આર્જેન્ટિનાએ ગયા વર્ષે ડિસેમ્બરમાં ફિફા વર્લ્ડ કપ 2022નો ખિતાબ જીત્યો હતો.
Ronaldo x Amitabh Bachchan is a crazy link up btw pic.twitter.com/ff6qcW01Cw
— ZJ (@Zak__J) January 19, 2023
વર્લ્ડ કપ બાદ લિયોનલ મેસ્સી PSG સાથે જોડાયો હતો. જોકે, ફ્રેન્ચ લીગ 1 ફરી શરૂ થયા બાદ તેની ટીમ પીએસજીનું પ્રદર્શન ખાસ રહ્યું નથી અને તેને બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ, અલ નાસર માટે સાઇન કર્યા પછી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની આ પ્રથમ ગેમ હતી. જો કે, રોનાલ્ડો 24 જાન્યુઆરીએ અલ નાસર માટે તેની પ્રથમ મેચ રમશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp