એશિયા કપ અગાઉ ભારતીય ટીમને મળી શકે છે નવા કોચ, BCCIની લિસ્ટમાં દિગ્ગજ સૌથી આગળ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની બસ ફાઇનલ મેચ બચી છે. અને ક્રિકેટ જગતમાં રોજ નવા નવા સમાચારો સામે આવી રહ્યા છે. આ વર્ષે ભારતીય ટીમે ખૂબ મહત્ત્વપૂર્ણ ટૂર્નામેન્ટ રમવાના છે, જેમાં ICC વન-ડે વર્લ્ડ કપથી લઈને એશિયા કપ સુધી છે. સપ્ટેમ્બરની શરૂઆતમાં એશિયા કપનું આયોજન થવાનું છે, જેના માટે ભારતીય ટીમને નવા કોચ મળવાના છે, પરંતુ નવા કોચ ભારતીય પુરુષ ટીમને નહીં, પરંતુ ભારતીય મહિલા ક્રિકેટ ટીમને મળવાના છે. આ લિસ્ટમાં ઘણા કોચના નામ પર ચર્ચા ચાલી રહી છે.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કોચને લઈને વાત કરીએ તો આ રેસમાં મુંબઈ ટીમના પૂર્વ કોચ અમોલ મજૂમદારનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. જેમણે આ પદ માટે અરજી કરી હતી. મહિલા ક્રિકેટ ટીમના કોચ રમેશ પવારની જ્યારથી નેશનલ ક્રિકેટ અકાદમી (NCA)માં બદલી કરવામાં આવી, ત્યારથી આ પોસ્ટ ખાલી છે. આ પોસ્ટ ગયા વર્ષે ડિસેમ્બર 2022થી ખાલી ચાલી રહી છે અને ત્યારથી આ પોસ્ટ માટે BCCI અરજી માગી રહી હતી.
તો અત્યાર સુધી માત્ર અમોલ મજૂમદારે જ આ પદ માટે અરજી કરી, જેનાથી એમ લાગી રહ્યું છે. એવામાં આ સમયે અમોલ મજૂમદારનું પલડું ભારે નજરે પડી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે અમોલ મજૂમદાર મુંબઈ ટીમના પૂર્વ કેપ્ટન પણ રહી ચૂક્યા છે અને તેમણે IPLમાં રાજસ્થાન રોયલ્સ (RR) ટીમમાં પોતાની સેવા આપી ચૂક્યા છે. અમોલ મજૂમદારને 2 સીઝન અગાઉ મુંબઈના કોચના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા અને તેમણે કોચ રહેતા મુંબઇને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જીતાડી હતી. તેની સાથે જ તેમણે નેશનલ ક્રિકેટ અકાદમીમાં પણ પોતાની સેવા આપી છે.
તેમના ક્રિકેટ કરિયરની વાત કરીએ તો તેમણે ભારતીય ટીમ માટે ડેબ્યૂ કર્યું નહોતું, પરંતુ તેમણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 171 મેચની 260 ઇનિંગમાં 48.13ની એવરેજથી 11,167 રન બનાવ્યા છે. આ રનોના પહાડમાં 30 સદી અને 60 અડધી સદી સામેલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp