રોહિત શર્મા મેચ વખતે કઇ વસ્તુ 3 વસ્તુ પર ફોકસ કરે છે, થયો મોટો ખુલાસો

PC: cricketcountry.com

ભારતીય ટીમે વન-ડે વર્લ્ડ કપમાં શાનદાર શરૂઆત કરી છે અને તેણે શરૂઆતી ત્રણેય મેચ જીતી લીધી છે. ત્રણ જીત સાથે ભારતીય ટીમ પોઇન્ટ્સ ટેબલમાં ટોપ પર છે. તો વાત કરીએ રોહિત શર્માની તો ભારતીય ટીમના કેપ્ટન તરીકે તે ખૂબ સફળ રહ્યો છે. IPL અને ભારતીય ટીમમાં જે પ્રકારે તેણે કેપ્ટન્સી કરી છે, તેની ખૂબ પ્રશંસા થઇ. તો પૂર્વ ક્રિકેટર અમોલ મજૂમદારે રોહિત શર્માની કેપ્ટન્સી સાથે જોડાયેલો એક મોટો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે, રોહિત શર્મા કેપ્ટન્સી અગાઉ 3 વસ્તુ પર ખાસ ધ્યાન આપે છે.

રોહિત શર્મા પોતાની કેપ્ટન્સીમાં તે ભારતને બે વખત એશિયા કપની ટ્રોફી જીતાડી ચૂક્યો છે. તેની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે T20 વર્લ્ડ કપમાં સેમીફાઇનલ સુધીની સફર નક્કી કરી હતી. એ સિવાય પોતાની કેપ્ટન્સીમાં મુંબઈ ઇન્ડિયન્સને 5 IPL ટ્રોફી પણ જીતાડી ચૂક્યો છે. અમોલ મજૂમદારના જણાવ્યા મુજબ, રોહિત શર્મા ખૂબ પ્લાનિંગ સાથે મેદાનમાં ઉતરે છે. તેમણે કહ્યું કે, હું રોહિત શર્માની કેપ્ટન્સી બાબતે 3 વસ્તુ હાઇલાઇટ કરવા માગું છું.

પહેલી વસ્તુ તો એ કે રોહિત શર્મા ડેટા અને આંકડાઓને ખૂબ મહત્ત્વ આપે છે. તેનું માનવું છે કે એક ખેલાડી બાબતે જાણવું ખૂબ જરૂરી છે અને એ તેની પ્લાનિંગનો હિસ્સો હોય છે. બીજી વસ્તુ એ કે તે વસ્તુને ખૂબ સરળ રાખે છે. એ સિવાય તે ટીમનો માહોલ ખૂબ શાંત અને ઠંડો રાખે છે. અમોલ મજૂમદારે રોહિતની ક્રિકેટિંગ જર્નીના મહત્ત્વપૂર્ણ અધ્યાયને યાદ કરતા કહ્યું કે, વર્ષ 2007માં રોહિત શર્માએ ભારતીય ટીમ સાથે પોતાની યાત્રા શરૂ કરી. વર્લ્ડ T20 ટીમનો હિસ્સો બન્યો અને વર્લ્ડ કપ જીત્યો. ત્યારબાદ તેણે વન-ડે ટીમમાં જગ્યા બનાવી.

જો કે, જ્યારે તેને 2011ના વર્લ્ડ કપ માટે પસંદ ન કરવામાં આવ્યો તો તેને ભારે નિરાશાનો સામનો કરવો પડ્યો. આ ઝટકાથી બહાર આવવા માટે તેણે પોતાન જીવનમાં મહત્ત્વપૂર્ણ બદલાવ કર્યા. તે બાંદ્રાથી બોરીવલી જતો રહ્યો અને એક ફિટનેસ ટ્રેનરની સલાહ લીધી, જે ઘણા મહિનાઓ સુધી તેની સાથે રહ્યો. રોહિતે પોતાની ફિટનેસમાં સુધાર માટે પોતાને સમર્પિત કરી દીધો અને ત્યારબાદ તેણે ક્યારેય પાછળ ફરીને જોયું નથી.

ભારતીય ટીમ વન-ડે વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. ભારતીય ટીમે પોતાની વર્લ્ડ કપની ત્રીજી મેચ પાકિસ્તાન વિરુદ્ધ રમી હતી. એ મેચમાં પહેલા બેટિંગ કરતા પાકિસ્તાની ટીમ 191 રન પર જ સમેટાઇ ગઇ ગતી. જ્યારે ભારતીય ટીમ 192 રનોના લક્ષ્યનો પીછો કરવા ઉતરી તો રોહિત શર્મા અને શુભમન ગિલે ખૂબ તેજ શરૂઆત કરી. ગિલ 16 રન બનાવીને આઉટ થઈ ગયો, પરંતુ કેપ્ટન રોહિત શર્મા એક તરફ ટકી રહ્યો અને ખૂબ તેજ બેટિંગ કરી. તેણે 63 બૉલમાં 6 ફોર અને 6 સિક્સની મદદથી 86 રનોની વિસ્ફોટક ઇનિંગ રમી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp