ભારતીય ક્રિકેટનો 'અમૃત કાળ', ત્રણેય ફોર્મેટમાં નંબર-1 ટીમ, ખેલાડીઓ પણ ચમક્યા

PC: twitter.com

દેશ હાલમાં આઝાદીના 75 વર્ષ પુરા થયાની ઉજવણી થઇ રહી છે અને તેની ઉજવણી માટે દેશભરમાં અમૃત મહોત્સવ મનાવવામાં આવી રહ્યો છે. 15 ફેબ્રુઆરી (બુધવાર)નો દિવસ ભારતીય ક્રિકેટ ટીમ માટે ઐતિહાસિક હતો, કારણ કે ટીમ ઈન્ડિયા ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં નંબર-1 ટીમ બની ગઈ છે. આને માત્ર ભારતીય ક્રિકેટનો અમૃત કાળ જ કહી શકાય, કારણ કે ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં એવું ક્યારેય બન્યું ન હતું કે, જ્યાં ટીમે ત્રણેય ફોર્મેટમાં નંબર-1 પર કબજો કર્યો હોય. માત્ર ટીમ રેન્કિંગમાં જ નહીં, ખેલાડીઓની રેન્કિંગમાં પણ ભારતે કબ્જો કર્યો છે. કારણ કે ઘણી જગ્યાએ ભારતીય ખેલાડીઓ ટોપ 10 ખેલાડીઓમાં સામેલ છે.

જો તમે 15 ફેબ્રુઆરીએ બહાર પાડવામાં આવેલી ICC રેન્કિંગ પર નજર નાંખો તો ભારતીય ટીમ T20, ટેસ્ટ અને ODIમાં નંબર-1 છે. ટીમ ઈન્ડિયા T-20 અને વનડેમાં પહેલાથી જ નંબર વન હતી, પરંતુ ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરીઝની શરૂઆત પહેલા ટેસ્ટ રેન્કિંગમાં નંબર-2 પર હતી. નાગપુર ટેસ્ટમાં ઇનિંગ્સ અને 132 રનથી મળેલી જીતનો ફાયદો ભારતીય ટીમને થયો અને તે સીધી નંબર 1 પર પહોંચી ગઈ.

T20 રેન્કિંગ- ભારત નં.1, 267 રેટિંગ્સ, ODI રેન્કિંગ- ભારત નં.1, 114 રેટિંગ, ટેસ્ટ રેન્કિંગ- ભારત નં.1, 115 રેટિંગ.

ટીમ ઈન્ડિયા આ પહેલા ઘણી વખત ત્રણેય ફોર્મેટમાં નંબર વન બની ચૂકી છે, પરંતુ એવું ક્યારેય નથી બન્યું કે તે ત્રણેય ફોર્મેટમાં એક સાથે ટોચ પર કબજો કર્યો હોય. જો ભારતીય ટીમ ટેસ્ટમાં નંબર-1 રહેશે તો તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પણ પહોંચી શકે છે.

રોહિત શર્માના કેપ્ટન બનતાની સાથે જ ટીમ ઈન્ડિયા માટે આ શાનદાર તક આવી ગઈ છે. રોહિત શર્મા હાલમાં ત્રણેય ફોર્મેટનો નિયમિત કેપ્ટન છે, જો કે તે T20 ફોર્મેટમાં નિયમિત રીતે રમી રહ્યો નથી અને હાર્દિક પંડ્યા કમાન સંભાળી રહ્યો છે. આવી સ્થિતિમાં હાલમાં ICC રેન્કિંગમાં નંબર-1 બનાવવાનો શ્રેય પણ આ બંને કેપ્ટનની જોડીને જાય છે.

જો આપણે ખેલાડીઓના રેન્કિંગની વાત કરીએ તો, ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ભારતીય ટીમનો કોઈને કોઈ ખેલાડી કોઈ એક રેન્કિંગમાં ચોક્કસપણે નંબર-1 છે. સૂર્યકુમાર યાદવ T20માં ટોચનો બેટ્સમેન છે, મોહમ્મદ સિરાજ ODIમાં ટોચનો બોલર છે અને રવિન્દ્ર જાડેજા ટેસ્ટમાં ટોચનો ઓલરાઉન્ડર છે. આ ત્રણ ખેલાડીઓમાં ટોપ પર હોવા ઉપરાંત ઘણા એવા ખેલાડીઓ છે જેમણે રેન્કિંગમાં ટોપ-10માં સ્થાન મેળવ્યું છે.

T20 રેન્કિંગ- સૂર્યકુમાર યાદવ- નંબર 1 બેટ્સમેન, હાર્દિક પંડ્યા- નંબર 2 ઓલરાઉન્ડર.

ODI રેન્કિંગ- શુભમન ગિલ- નંબર 6 બેટ્સમેન, વિરાટ કોહલી- નંબર 7 બેટ્સમેન, રોહિત શર્મા- નંબર 9 બેટ્સમેન, મોહમ્મદ સિરાજ- નંબર 1 બોલર.

ટેસ્ટ રેન્કિંગ- રિષભ પંત- નંબર 7 બેટ્સમેન, રોહિત શર્મા- નંબર 8 બેટ્સમેન, રવિચંદ્રન અશ્વિન- નંબર 2 બોલર, જસપ્રિત બુમરાહ- નંબર 5 બોલર, રવિન્દ્ર જાડેજા- નંબર 1 ઓલરાઉન્ડર, રવિચંદ્રન અશ્વિન- નંબર 2 ઓલરાઉન્ડર, અક્ષર પટેલ- નંબર 7 ઓલરાઉન્ડર.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp