એન્જેલો મૈથ્યૂઝના ભાઈએ શાકિબને કહ્યું- જો શ્રીલંકા આવ્યો તો પથ્થર...

PC: khelnow.com

વર્લ્ડ કપ 2023માં શ્રીલંકા અને બાંગ્લાદેશની વચ્ચે રમાયેલી મેચમાં ખૂબ ડ્રામા જોવા મળ્યો. શ્રીલંકાના ખેલાડી એન્જેલો મૈથ્યૂઝને ટાઇમ આઉટ થવું પડ્યું જે આ મેચનો ચર્ચાનો વિષય રહ્યો. આ મેચ બાદ બાંગ્લાદેશનો કેપ્ટન શાકિબ અલ હસન ટ્રોલ થવા લાગ્યો. કારણ કે તેણે ખેલ ભાવના ન દેખાડી. હવે એન્જેલોના ભાઈએ કહ્યું કે, જો શાકિબ શ્રીલંકા આવશે તો તેનું સ્વાગત પથ્થરથી થશે.

એન્જેલો મૈથ્યૂઝના ભાઈ ટ્રેવિન મૈથ્યૂઝે bdcricktime.com સાથે વાતચીત દરમિયાન કહ્યું કે, અમે ખૂબ જ ખરાબ અનુભવી રહ્યા છે. બાંગ્લાદેશી કેપ્ટનમાં ખેલ ભાવના નામની કોઇ વસ્તુ નથી. આટલી સારી રમતમાં તે જરા પણ દયાળુ ભાવના દેખાડતા નથી. અમને તેના અને બાંગ્લાદેશની ટીમ દ્વારા આ પ્રકારના વર્તનની આશા નહોતી. શાકિબ અલ હસનનું શ્રીલંકામાં સ્વાગત કરવામાં આવશે નહીં. જો તે અહીં કોઇ આંતરરાષ્ટ્રીય મેચ કે પછી લંકા પ્રીમિયર લીગ રમવા આવે છે તો તેના પર પથ્થર ફેંકવામાં આવશે કે પછી ફેન્સ તેની સાથે ખરાબ વ્યવહાર કરશે.

એન્જેલો મૈથ્યૂઝનો ભાઈ ટ્રેવિન એક શ્રીલંકન ક્રિકેટર હતો. તે લેફ્ટ હેન્ડ બેટ્સમેન અને લેફ્ટ હેન્ડ મીડિયમ પેસર બોલર છે. જે કોલ્ટ્સ ક્રિકેટ ક્લબ માટે રમતો હતો. મૈથ્યૂઝે 1997-98 સીઝન દરમિયાન પાનાદુરા સ્પોર્ટ્સ ક્લબ સામે ટીમ માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પ્રવેશ કર્યો.

વિવાદ શા માટે થયો

બાંગ્લાદેશ અને શ્રીલંકા સામેની મેચમાં એમ્પાયર્સનું કહેવું હતું કે, મેચ દરમિયાન એન્જેલો મેદાન પર મોડેથી આવ્યો હતો. માટે તેને ટાઇમ આઉટ આપવામાં આવ્યો. જો શાકિબ નોટ આઉટની અપીલ કરી દેતે તો એન્જેલો આઉટ ગણાતે નહીં. ICC નિયમ અનુસાર વિકેટ પડ્યા કે બેટ્સમેનના રિટાયર થયા પછી આવનારા બેટ્સમેને 3 મિનિટની અંદર સ્ટ્રાઈક લેવાની રહે છે. પણ ICC વર્લ્ડ કપ 2023માં બેટ્સમેન માટે સમય સીમા ઘટાડીને 3 મિનિટના સ્થાને 2 મિનિટ કરી દેવામાં આવી છે.

એન્જેલોના હેલમેટનો બેલ્ટ તૂટી જવાને લીધે તેણે ક્રીઝ પર આવ્યા પછી નવું હેલમેટ માટે ઈશારો કર્યો, તે સમયે બાંગ્લાદેશના કેપ્ટને ટાઇમ આઉટની અપીલ એમ્પાયર્સને કરી. જેથી એક પણ બોલ રમ્યા વિના એન્જેલોએ મેદાન છોડી જવું પડ્યું. આ મેચ પછી બાંગ્લાદેશના કેપ્ટનની ઘણી ટીકા કરવામાં આવી રહી છે. ખેલ ભાવના ન દેખાડવાને લઇ શાકિબ ટ્રોલર્સનો શિકાર પણ બની રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp