
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023નો રોમાન્ચ પોતાના ચરમ પર છે. સીઝન-16નો બીજો હાફ શરૂ થઈ ગયો છે અને IPL 2023ના પોઇન્ટ્સ ટેબલમાં ટીમો વચ્ચે આગળ વધવાની હોડ મચેલી છે. ગુજરાત જાયન્ટ્સ, મુંબઈ ઇન્ડિયન્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સને છોડીને બધી ટીમોએ 8-8 મેચ રમી લીધી છે. 4 ટીમો પોઇન્ટ્સ ટેબલમાં 10-10 પોઇન્ટ્સ પર છે. તો 2 ટીમો 8-8, 2 ટીમો 6-6 અને અન્ય 2 ટીમો 4-4 પોઇન્ટ્સ પર છે.
બધી ફ્રેન્ચાઇઝી એક-બીજાને સખત ટક્કર આપી રહી છે. એવામાં અત્યારે એ નક્કી કરી શકવું થોડું મુશ્કેલ છે કે કઈ 4 ટીમો પ્લેઓફ માટે ક્વાલિફાઈ કરી શકશે, પરંતુ આ સવાલ પર ભારતીય પૂર્વ સ્પિનર અનિલ કુંબલેએ મોટી ભવિષ્યવાણી કરી દીધી છે. અનિલ કુંબલેએ એ 4 ટીમો બાબતે જણાવ્યું છે કે IPL 2023ની પ્લેઓફ માટે ક્વાલિફાઈ કરી શકે છે. ભારતીય લીજેન્ડ સ્પિનર અનિલ કુંબલેનું કહેવું છે કે પોઇન્ટ્સ ટેબલમાં હાલમાં ઉપસ્થિત ટોપ-4 ટીમો જ પ્લેઓફમાં રમતી નજરે પડશે.
IPL 2023ની 38મી મેચ બાદ રાજસ્થાન રોયલ્સ પોઇન્ટ્સ ટેબલમાં પહેલા નંબર પર છે. તો એ સિવાય લખનૌ સુપર જાયન્ટ્સ, ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ જેવી ટીમો ટોપ-4માં છે. જિયો સિનેમાના IPL એક્સપર્ટ અનિલ કુંબલેએ મીડિયા ઇન્ટરેક્શનમાં જણાવ્યું હતું કે, એ કહી શકવું ખૂબ મુશ્કેલ છે કે કોણ રહેશે, પરંતુ જેમ મેં કહ્યું કે, 16 પોઇન્ટ્સ તો ઓછામાં ઓછા પહોંચવા માટે જોઈએ. જો તમને 16 પોઇન્ટ્સ મળતા નથી તો 14 પોઇન્ટ્સ સાથે ક્વાલિફાઈ કરવાનું ખૂબ મુશ્કેલ હશે.
14 પોઇન્ટ્સમાં જો તમારે ક્વાલિફાઈ કરવું હોય તો નેટ રન રેટ ખૂબ જરૂરી છે. આ વખત 16 પોઇન્ટ્સમાં પણ નેટ રનરેટ પર મામલો ફાંસી શકે છે. આ વખત એમ લાગી રહ્યું નથી કે ટીમો 16 પોઇન્ટ્સ સાથે પણ સુનિશ્ચિત કરી શકશે કે તે ક્વાલિફાઈ કરી શકશે કે નહીં. મારા હિસાબે જે અત્યારે ટોપ-4માં ટીમો છે એ જ પ્લેઓફ માટે ક્વાલિફાઈ કરશે, બાકી ટીમો માટે થોડું મુશ્કેલ હશે, ત્યાં સુધી પહોંચવાનું. આ ચારેય ટીમો હાલમાં ફોર્મમાં પણ છે અને તેમનામાં ક્ષમતા પણ છે.
તેમણે હોમ અને અવે મેચ પણ જીતી છે. એવું નથી કે માત્ર હોમ મેચ જીતીને ત્યાં પહોંચી છે. તો મને લાગે છે કે જે ટીમો હાલમાં ટોપ-4માં છે એ જ ટીમો અંત સુધી અહી ઉપસ્થિત રહેશે. કુંબલેની આ ભવિષ્યવાણી મુજબ, મુંબઈ ઇન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ જેવી ટીમોનું આ સીઝનમાં પ્લેઓફમાં પહોંચવાનું સપનું અધૂરું રહી જશે. જો અનિલ કુંબલેની આ વાત સાચી સાબિત થાય છે તો ફેન્સ ગયા વર્ષની જેમ જ આ વર્ષે પણ એ 3 ટીમો પ્લેઓફમાં રમતી નજરે પડશે, જેમણે ગયા વર્ષે ક્વાલિફાઈ કર્યું હતું. રાજસ્થાન, લખનૌ અને ગુજરાતે ગયા વર્ષે પણ પ્લેઓફ મેચ રમી હતી. બસ આ વખત પ્લેઓફની રેસમાં 4 ટીમોમાં એક બદલાવ થયો છે. બેંગ્લોરની જગ્યાએ ચેન્નાઈ સુપર કિંગ્સ ટોપ-4માં નજરે પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp