ગળામાં રુદ્રાક્ષ, કપાળ પર ચંદન, અનુષ્કા સાથે મહાકાલના દર્શને પહોંચ્યો વિરાટ

PC: twitter.com\

ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઈન્દોર ટેસ્ટમાં 9 વિકેટે હારનો સામનો કરવો પડ્યો છે. આ હારના કારણે ભારતીય ટીમના વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC)માં પહોંચવાની આશા પર થોડો ઝટકો લાગ્યો છે. હવે ભારતીય ટીમ પાસે 9 માર્ચથી થનારી અમદાવાદ ટેસ્ટ મેચને જીતીને ફાઇનલમાં સરળતાથી પહોંચવાનો ચાંસ હશે. ત્રીજી ટેસ્ટમાં હાર બાદ સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી પોતાની પત્ની અનુષ્કા શર્મા સાથે ઉજ્જૈન પહોંચ્યો હતો.

આ દરમિયાન વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ શનિવારે (4 માર્ચના રોજ) સવારે મહાકાલના દરબારમાં હાજરી લગાવી હતી. વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ ભસ્મ આરતીમાં પણ ભાગ લીધો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વિરાટ કોહલીએ આ દરમિયાન ગળામાં રુદ્રાક્ષની માળા અને પારંપરિક પોશાક ધોતી પહેરી હતી. તેની સાથે જ તેના કપાળ પર ચંદનનો લેપ પણ લાગેલો હતો. હાલના મહિનાઓમાં વિરાટ કોહલીએ ઘણા ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લીધો છે. વિરાટ કોહલીએ આ વર્ષના જાન્યુઆરીમાં વૃંદાવનની યાત્રા કરી હતી. આ દરમિયાન તેણે વૃંદાવનમાં શ્રી પરમાનંદજીના આશીર્વાદ લીધા હતા.

ખાસ વાત એ છે કે વૃંદાવનથી ફર્યા બાદ વિરાટ કોહલીએ શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વન-ડે સીરિઝમાં સદી બનાવી હતી. જાન્યુઆરીમાં જ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ઋષિકેશના દયાનંદ ગિરિ આશ્રમ પહોંચ્યા હતા. ત્યાં બંને એક ધાર્મિક અનુષ્ઠાનમાં સામેલ થયા હતા.

34 વર્ષીય વિરાટ કોહલીની બેટ ટેસ્ટ ક્રિકેટમાં કંઈ ખાસ પ્રદર્શન કરી રહી નથી. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ તે હાલની સીરિઝમાં ત્રણેય ટેસ્ટમાં ફ્લોપ રહ્યો છે. જોવા જઈએ નવેમ્બર 2019 બાદ ટેસ્ટ ક્રિકેટમાં એક પણ સદી લગાવી શક્યો નથી.

એટલે કે ભારતીય ફેન્સને 3 વર્ષ કરતા પણ વધારે સમયથી તેની ટેસ્ટ સદીની રાહ જોઈ રહ્યા છે. કોહલીએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ હાલની સીરિઝમાં અત્યાર સુધી કુલ 5 ઇનિંગ રમી, જેમાં તેના નામે 22.20ની એવરેજથી 111 રન નોંધાવ્યા છે.

ઓસ્ટ્રેલિયા સીરિઝ અગાઉ વિરાટ કોહલીએ બાંગ્લાદેશ વિરુદ્ધ 2 મેચોની ટેસ્ટ સીરિઝમાં પણ ભાગ લીધો હતો, જ્યાં તેના બેટથી માત્ર 45 રન નીકળ્યા હતા. વિરાટ કોહલી અગાઉ ન્યૂ કપલ કે.એલ. રાહુલ અને આથિયા શેટ્ટી તેમજ અક્ષર પટેલ અને તેની પત્ની મેહા પણ મહાકાલના દર્શને પહોંચ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp