ક્રિકેટ મેચ કે મજાક? 7 બેટ્સમેન 0 પર થયા આઉટ, 12 પર આખી ટીમ ઢેર

PC: twitter.com

T20 ક્રિકેટમાં ઘણા એવા રેકોર્ડ બને છે, જેના પર ખેલાડીઓ અને આખી ટીમને ગર્વ થાય છે, પરંતુ કેટલાક એવા પર નિરાશાજનક રેકોર્ડ બની જાય છે, જેના પર શરમ પણ આવે છે. 20-20 ઓવરોની આ રમતમાં ઘણી વખત રેકોર્ડ તોડ રન બને છે, પરંતુ ઘણી વખત ટીમો ઘણા ઓછા સ્કોર પર પણ સમેટાઇ જાય છે. એવું જ આ વખત પણ જોવા મળ્યું છે. બુધવારે (8 મેના રોજ) જાપાન અને મંગોલિયા વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચ સોનોના ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી, જેમાં જાપાન ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને 7 વિકેટ ગુમાવીને 217 રન બનાવ્યા હતા.

તેના જવાબમાં મંગોલિયાની આખી ટીમ 12 રનો પર સમેટાઇ ગઈ. ટીમના 7 બેટ્સમેન ખાતું પણ ન ખોલી શક્યા. આ પ્રકારે જાપાને આ મેચ 205 રનોથી જીતી લીધી છે. મંગોલિયાએ જે 12 રન બનાવ્યા છે, એ T20 ક્રિકેટ ઇતિહાસમાં કોઈ ટીમનો બીજો સૌથી નાનો સ્કોર છે. એવામાં મંગોલિયાના નામે આ શરમજનક રેકોર્ડ નોંધાઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે, T20 ક્રિકેટ ઇતિહાસના સૌથી નાના સ્કોરનો રેકોર્ડ આઈલ ઓફ મેન (Isle of Man) ટીમના નામે છે, જે સ્પેન વિરુદ્ધ માત્ર 10 રન પર સમેટાઇ ગઈ હતી.

આ શરમજનક રેકોર્ડ 2023માં બન્યો હતો. તો હવે બીજા સૌથી ઓછો સ્કોરનો રેકોર્ડ મંગોલિયાના નામે નોંધાયો છે. મંગોલિયાના બંને ઓપનર મોહન વિવેકાનંદ એન નમ્સરાય બાત ક્રમશ: 0 અને 2 પર આઉટ થઈ ગયા. ત્યારબાદ તો બેટ્સમેનોનું આવવા-જવાનું શરૂ થઈ ગયું. એમ લાગ્યું જેમ મેચ નહીં, પરંતુ કોઈ મજાક ચાલી રહ્યું હોય. 7 બેટ્સમેન ખાતું ખોલ્યા વિના જ આઉટ થઈ ગયા. આ બેટ્સમેનોને 1 રન બનાવવામાં પણ પરસેવો છૂટી ગયો. ટીમ તરફથી સૌથી વધુ 4 રન બનાવનાર બેટ્સમેનનું નામ તુમ સુમ્યા છે. મંગોલિયાની ખરાબ બેટિંગનું આ પરિણામ રહ્યું કે ટીમે 8.2 ઓવારો સુધી બેટિંગ કરી, પરંતુ 1.44ની રનરેટ સાથે ટીમ માત્ર 12 રન પર ઓલઆઉટ થઈ ગઈ.

જાપાનના ફાસ્ટ બોલર કાજુમ કેટો સ્ટેફર્ડે મંગોલિયાની અડધી ટીમ સમેટી દીધી. તેણે 3.2 ઓવરોમાં 7 રન આપીને 5 વિકેટ લીધી. એ સિવાય અબ્દુલ સમદ અને માકોતોએ 2-2 વિકેટ લીધી, જ્યારે બેન્જામીનને 1 સફળતા મળી.બીજી તરફ જાપાનની ઇનિંગમાં સબાઉરીશ રવિચંદ્રને સૌથી વધુ 69 રન બનાવ્યા. તો કેપ્ટન કેન્ડલ કાડોવાકી ફ્લેમિંગે 32 રન બનાવ્યા. ઈબ્રાહીમ તાકાહાશીએ 31 રન બનાવ્યા. મંગોલિયા તરફથી જોજાવખલા શૂરેન્ટસેટ્સેગે સૌથી વધુ 3 વિકેટ લીધી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp