
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની શરૂઆત 31 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થઈ હતી. જેમાં ગાયક કલાકાર અરિજિત સિંહે પોતાના મખમલી અવાજનો જાદુ ફેલાવ્યો હતો.
When Legend meets Legend ❤️🔥@arijitsingh @msdhoni #IPL2023 #IPL2023OpeningCeremony #ArijitSingh #dhoni pic.twitter.com/kEqGQbpnyi
— Rohan Balar (@BalarRohan) April 1, 2023
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023ની 31મી માર્ચે એક રંગીન કાર્યક્રમ સાથે ભવ્ય શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ (GT) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચેની ટક્કર પહેલાં બોલિવૂડ અને દક્ષિણના કલાકારોએ મેદાન માર્યું હતું. કાર્યક્રમની શરૂઆત બોલિવૂડના પ્રખ્યાત ગાયક અરિજિત સિંહના ગીત સાથે થઈ હતી, જેમણે પોતાના એક પછી એક સુરીલા ગીતો અને મધુર અવાજથી દર્શકોના દિલ જીતી લીધા હતા. આ કાર્યક્રમમાંથી વધુ એક વાત જાણવા મળી છે કે, ગાયક કલાકાર અરિજિત સિંહ પણ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો ફેન છે.
આ કાર્યક્રમ સાથે જોડાયેલી કેટલીક તસવીરો અને વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં ગાયક અરિજીત સિંહ પણ કેપ્ટન કૂલ મહેન્દ્ર સિંહ ધોનીને પગે પડીને સ્પર્શ કરતો જોવા મળી રહ્યા છે. વીડિયોમાં જોવા મળે છે કે, અરિજિત સિંહ ધોનીના પગને અડતા જ ધોની અરિજિતને ગળે લગાવી લે છે. અરિજિતનો આ ક્રેઝ દર્શાવે છે કે, તે માહીનો પણ ફેન છે. જ્યાં અરિજિત સિંહ પરફોર્મ કરી રહ્યા હતા અને એક પછી એક શાનદાર ગીતો ગાઈ રહ્યા હતા, ત્યારે મહેન્દ્ર સિંહ ધોની પણ તેમના ગીતો પર ડાન્સ કરી રહ્યા હતા.
ઈન્ડિયન પ્રીમિયર લીગ 16ની ઓપનિંગ સેરેમનીમાં અરિજિત સિંહ પછી સાઉથ એક્ટ્રેસ તમન્ના ભાટિયા સ્ટેજ પર આવી. તમન્નાએ 'પુષ્પા' ગીત પર આકર્ષક પર્ફોર્મન્સ આપ્યું, ત્યારબાદ તેણે બોલિવૂડના ગીતો પર ડાન્સ કર્યો હતો. તમન્ના ભાટિયા પછી રશ્મિકા મંદન્નાએ જબરદસ્ત ડાન્સ પરફોર્મન્સ આપ્યું હતું. ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની પ્રથમ મેચની વાત કરીએ તો ગુજરાત ટાઈટન્સે પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવી દીધું છે.
અહીં તમને જણાવી દઈએ કે, IPL 2023ની પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઈ હતી. પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં 7 વિકેટે 178 રન બનાવ્યા હતા. લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ટાઇટન્સે 19.2 ઓવરમાં 5 વિકેટે 179 રન બનાવ્યા હતા. આ રીતે મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ હારી ગઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp